થેન્ક યુ મેઘરાજા… રાજકોટના પ્રાણ સમાન આજી-1 ડેમની જળરાશીનો અદ્ભુત વૈભવ

થેન્ક યુ મેઘરાજા… રાજકોટના પ્રાણ સમાન આજી-1 ડેમની જળરાશીનો અદ્ભુત વૈભવ
થેન્ક યુ મેઘરાજા… રાજકોટના પ્રાણ સમાન આજી-1 ડેમની જળરાશીનો અદ્ભુત વૈભવ
રાજકોટને મધરાતથી મેઘરાજાએ ખુબ જ પ્રચંડ ગાજવીજ અને વીજળીના આંખ આંઝી નાખતા ચમકારા સાથે ધમરોળી નાખી રાજકોટવાસીને ઉંઘમાંથી સફાળા બેઠા કરી દીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ગઇકાલ રાતથી રાજકોટમાં અવિરત વરસાદ ચાલુ છે. રાજકોટ સિટી ઉપરાંત રાજકોટનાં પ્રાણ સમાન મુખ્ય આજી-1 ડેમનાં ઉપરવાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ સતત વર્ષી રહયો હોવાથી આજી ડેમ ફરી એક વખત ઓવરફલો થયો છે.

આજી ડેમનાં ઓવરફલો થવા સાથે ડેમનો આખો નજારો રોમાન્ચક થઇ ઉઠયો છે.નીચે પડી રહેલા ધુધવતા સ્વેત રંગી જળ પ્રવાહથી આજી ડેમ પર અલૌક્કિ દ્રશ્યો જોવા મળી રહયા છે.

ઉપરની તસ્વીરમાં આજી ડેમનો અખુટ જળરાશીનો વૈભવશાળી દબદબો અને નજારો અમારા તસ્વીરકારે આબાદ કેમેરામાં ઝીલી લીધો છે. આ વર્ષે વિક્રમ રૂપ સંખ્યામાં સપ્ટેમ્બર માસમાં આજી ડેમ સતત ઓવરફલો થતો રહયો છે.

સતત નવા નીરની ભારે આવક ચાલુ થઇ હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહયું છે જેના દ્રશ્યો રોમાન્ચક અને જોનારાને ખુબ જ પ્રફુલ્લીત કરી મુકે એવા છે.

આજી ડેમ ભરાઇ જવાથી અને શહેરના અન્ય આસપાસના જળાશયો પણ છલકાઇ ઉઠવાથી રાજકોટ અને આસપાસના વિસ્તારો માટેનો જળશંકટનો પ્રશ્ર્ન બિલકુલ દુર થઇ ગયો છે.

દોઢ વર્ષ સુધી ચાલે તેટલુ પાણી કુદરતે રાજકોટના જળાશયોમાં ઠાલવી દીધુ છે. થેન્ક યુ ગોડ, થેન્ક યુ મેઘરાજા. ડેમનો પટ્ટ વિસ્તાર અત્યારે મુલાકાત કરવા જેવો નથી.

જળરાશીથી છલોછલ થતા ડેમનો લાહવો લેવા માટે મોટી સંખ્યામાં ઉમટતા શહેરીજનોને સાવઘ રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી છે. લોકોને જળરાશી ઠલવાઇ રહી છે

Read About Weather here

એ વિસ્તારમાં અને આજી નદીની પાછળના ભાગમાં અવર જવર ન કરવા મનપાએ સ્પષ્ટ તાકિદ કરી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here