સૌરાષ્ટ્રના ઝાલાવાડ અને ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સર્વત્ર જળબંબાકાર

સૌરાષ્ટ્રના ઝાલાવાડ અને ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સર્વત્ર જળબંબાકાર
સૌરાષ્ટ્રના ઝાલાવાડ અને ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સર્વત્ર જળબંબાકાર

અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, લીમડી, ધ્રાંગધ્રા જેતપુરમાં ભારે વરસાદ: અનેક વિસ્તારોમાં રાજમાર્ગો અને શેરીઓમાં નદીઓ વહી નીકળી, સેંકડો વાહનો ફસાયા
મહેસાણા-કડીમાં 2 થી અઢી ઇંચ, લખતરમાં બે કલાકમાં બે ઇંચ, અન્યત્ર સવારથી ધોધમાર: રાજસ્થાનમાં ભારે વરસાદ થવાથી ધરોઇ ડેમમાં પાણીની જોરદાર આવક સપાટી વધીને 603 ફૂટ થઇ

સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર જિલ્લા અને જેતપુર વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ પડવાનું શરૂ થઇ ગયું છે. ગુજરાત રાજકોટમાં માત્ર ઝાપટા પડયા છે. જયારે અમદાવાદ સહિતના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અનેક

Visit Saurashtra Kranti Homepage here

શહેરોમાં મેઘરાજાએ જોરદાર બેટીંગ કરતા સર્વત્ર પાણી જ પાણી થઇ ગયું છે. અમદાવાદ સહિતના અનેક શહેરોમાં રસ્તા પરના ખાડઓમાં પાણી ભરાઇ જતા સેંકડો વહાન ચાલકો ભારે હાડમારીમાં મુકાઇ ગયા હતા.

ગુજરાતના અનેક વિસ્તારોમાં એક થી અઢી ઇંચ અને ઝાલાવાડના લખતર સહિતના તાલુકાઓમાં એક થી બે ઇંચ વરસાદ પડયાના અહેવાલો છે. સવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ બપોર સુધી ચાલુ હોવાના વાવડ મળ્યા છે.

જેતપુરમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે.ગુજરાતમાં કડીમાં અઢી ઇંચ, વિશનગરમાં બે ઇંચ, મહેસાણામાં બે ઇંચ, વિશનગર, વિજાપુર, ખેરાલુ, સતલાસણા વગેરે વિસ્તારોમાં એક થી દોઢ ઇંચ ભારે વરસાદ પડયાનું નોંધાયું છે.

ભારે પવન અને ગાજવીજ સાથે મહેસાણા અને આસપાસના વિસ્તારો વિરમગામ, માંડલ સહિતના ગામડાઓમાં સવારથી મુસળધાર વરસાદ શરૂ થઇ જતા ઠેરઠેર પાણી ભરાયા હતા.

ઉંજા અને બહુચરાજી વિસ્તારમાં પણ જોરદાર વરસાદ પડી રહયો છે. કડીમાં મેઘરાજાએ સટાસટી બલોવતા શહેરના બન્ને અન્ડરબ્રિજ બંધ થઇ ગયા છે. ભારે વરસાદથી તૈયાર પાકને નુકસાન થયું છે.

ગુજરાતની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે મુસળધાર વરસાદ તુટી પડયો હતો. લખતરમાં બે કલાકમાં બે ઇંચ પાણી પડી જતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા

અને વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. લખતર ઉપરાંત લીમડી, ધ્રાંગધ્રા, મુળી અને ચુડા તાલુકાઓમાં પણ સવારથી મેઘરાજાએ બધડાટી બોલાવવાનું શરૂ કર્યુ હતું. સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદ થઇ રહયો છે.

ભારે વરસાદથી મહેસાણા-અમદાવાદ હાઇ-વે તથા અનેક મુખ્ય માર્ગો અને ગ્રામ્ય રસ્તાઓ પર જળબંબાકાર થતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો છે. જેતપુરની બાજુમાં ધર્મનગરી વિરપુરમાં પણ ભારે વરસાદ શરૂ થયાના અહેવાલો છે.

રાજસ્થાનમાં ભારે વરસાદ તુટી પડયો હોવાથી ગુજરાતના ધરોઇ ડેમમાં પાણીની જોરદાર આવક શરૂ થઇ છે. જેથી કરીને ધરોઇ ડેમની સપાટી 603.92 ફુટ પર પહોંચી છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર શહેરમાં પણ જોરદાર વરસાદ શરૂ થઇ ગયો છે. ધોધમાર વરસાદને પગલે રાબેતા મુજબ ચારે તરફ પાણી ભરાઇ જતા સેંકડો વાહન ચાલકો પાણી ભરેલા ખાડાઓમાં ફસાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Read About Weather here

અમદાવાદનાં લગભગ તમામ વિસ્તારોમાં હજુ બપોરે આ લખાય છે ત્યારે ધોધમાર વરસાદ ચાલુ છે. 80 તાલુકાઓમાં એક દિવસમાં બે થી ચાર ઇંચ વરસાદથી ઠેરઠેર લોકોને જબરી હાડમારી, મહેસાણા અને બહુચરાજીમાં 3-3 ઇંચ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here