રાજકોટમાં મચ્છર જન્ય રોગચાળો વકરી જતા ઘરે-ઘરે માંદગીના ખાટલા

રાજકોટમાં મચ્છર જન્ય રોગચાળો વકરી જતા ઘરે-ઘરે માંદગીના ખાટલા
રાજકોટમાં મચ્છર જન્ય રોગચાળો વકરી જતા ઘરે-ઘરે માંદગીના ખાટલા

એક જ અઠવાડીયામાં ડેન્ગ્યુના 23 કેસો નોંધાતા આરોગ્યતંત્રની દોડધામ: ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના કુલ 113 કેસ, ફોગીંગ કામગીરી વધારવાની જરૂર: મેલેરીયા અને ચીકનગુનીયાના કેસો ઓછા નોંધાયા, 6703 ઘરોમાં ફોગીંગ કરાયું

રાજકોટમાં વરસાદી વાતાવરણને કારણે મચ્છર જન્ય રોગચાળો વકરી રહયો છે. વારંવાર ઝાપટા વરસી જતા હોવાથી તડકો ઓછો પડતો હોવાથી પાણી ભરાયેલા રહે છે

Visit Saurashtra Kranti Homepage here

જેનાં કારણો મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવોનો વધારો થયો છે. છેલ્લા એક અઠવાડીયામાં જ શહેરમાં ડેન્ગ્યુના 23 કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

રાજકોટ મનપાની આરોગ્ય શાખાની આઝાદી જણાવે છે કે, ગયા અઠવાડે મેલેરીયાના માત્ર 6 અને ચીકનગુનીયાના 2 કેસો નોંધાયા છે. પણ ડેન્ગ્યુના વધુ કેસો જોવા મળ્યા છે.

આપણા ઘરોમાં ધેરાયેલા ચોખ્ખા અને સ્થિર પાણીમાં જ ડેન્ગ્યુના મચ્છરો ઘર બનાવી લે છે. પાણીમાં જોવા મળતા પોરા એટલે કે લારવા એ મચ્છરના બચ્ચા છે.

એ દેખાય એટલે તરત જ નાસ કરવો જરૂરી બને છે.મનપાએ અપીલ કરી છે કે ઘરના છત કે છાપરા પર પડેલો કાટમાળ અને જુના ટાયર વગેરે દુર કરવા જોઇએ.

બીજ જરૂરી પક્ષી કુંજને ઉંધા વાળીને રાખવા જોઇએ. છોડના કુંડામાં જમા રહેતા પાણીને ખાલી કરવું જોઇએ. વરસાદ રોકાય ત્યારે અગાસી કે બાલકનીમાં ભરાયેલા વરસાદી પાણીનો તુરંત નીકાલ કરવો જોઇએ.

મનપાના આરોગ્ય અધિકારીની યાદી મુજબ શહેરમાં કુલ 6703 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. 86512 આવાસોમાં પાણીના ટાંકા વગેરેમાં દવા નાખી પોરા નાસક કામગીરી કરવામાં આવી હતી.

મચ્છર ઉત્પતી બદલ 1995 ઘરોને નોટીસ આપવામાં આવી હતી. દવાખાના, બાંધકામની સાઇટ, શાળાઓ, હોટલો, ઉદ્યોગો, હોસ્ટેલ કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર હોલ, વાડી અને પાર્ટી પ્લોટ,

Read About Weather here

પેટ્રોલ પંપો, સરકારી કચેરી વગેરે સ્થળે મચ્છર નાસક કામગીરી કરી તપાસ કરવામાં આવી હતી. અનેક સોસાયટીમાં મચ્છરના પોરાનાં જીવંત નિદર્શન દ્વારા આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here