સોમવારે એમ.એ.સી.ટી. બાર એસો.ની ચૂંટણી યોજાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સવારે 11 થી બપોરે 2 સુધી મતદાન યોજાશે

એમ.એ.સી.ટી. બાર એસો.ની આગમી વર્ષ 2022ની ચૂંટણી કોરોના સ્થિતિને કારણે મુલત્વી રહી હતી. આગામી તા.28 ના સોમવારના રોજ સવારે 11 વાગ્યાથી 2 દરમ્યાન રાજકોટ એમ. એ. સી. ટી. બારના રૂમમાં ચૂંટણી માટે મતદાન યોજાશે. મતદાન બાદ મત ગણતરી થઈ સાંજ સુધીમાં પરિણામ જાહેર થશે. તેમ ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવતા એડવોકેટ મનીષ એચ. ખખ્ખર તથા જીતેન્દ્રભાઈ રાવલે તેમની યાદીમાં જણાવ્યું છે. દર વર્ષે સામાન્ય રીતે એમ.એ.સી..ટી બાર માં ઈલેક્શન નહીં પણ સિલેક્શનથી નવી બોડીની નિમણુંક થતી હોય છે,

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આ વખતે 3 પોસ્ટ ઉપર ચૂંટણી થવાની હતી પણ છેલી ઘડીએ સેક્રેટરીની પોસ્ટ ઉપર લડતા બંને ઉમેદવારો વચ્ચે બારના હિતમાં તથા તમામ સભ્ય વચ્ચે કાયમી ભાઈચારો રહે તે હેતુથી પોપટ કૌશિક ભાઈએ વિશાલ ગોસાઈને સેક્રેટરી પદે બિનહરીફ જાહેર કરવા માટે બંને ઉમેદવારે સાથે જોઈન્ટમાં પોતાની સહી કરી ચૂંટણી કમિશનરને અરજી આપેલી છે, જેથી હવે બે પોસ્ટ પ્રમુખ તથા જોઈન્ટ સેક્રેટરીની પોસ્ટ ઉપર ચૂંટણી જંગ રહેશે.

અગાવ બાકીની પોસ્ટ બિનહરીફ થઈ હોય જેમાં ઉપપ્રમુખ તરીકે એ.યુ.બાદી, ટ્રેઝરર તરીકે ભાવેશ મકવાણા, કારોબારી તરીકે મૌલિક જોશી, પ્રતીક વ્યાસ, કરણ કારીયા, અજય સેદાણી, સંજય નાયક, હેમંત પરમાર, જ્યોતિબેન પંડ્યા બિન હરીફ થયેલા છે.

Read About Weather here

છેલ્લી ઘડીએ સેક્રેટરીની પોસ્ટ ઉપર કૌશિક પોપટએ વિશાલ ગોસાઈને સેક્રેટરી પદે બિનહરીફ જાહેર કરવા માટે પોતાની સહી કરી આપી હોવાથી હવે માત્ર પ્રમુખની ચૂંટણીમાં જોશી અજય કાન્તિલાલ તથા ત્રિવેદી ગોપાલ બિપીનચંદ્ર વચ્ચે જંગ રહશે, તેમજ જોઈન્ટ સેક્રેટરી માટે દોરી રાજેન્દ્ર પી. તથા નારીગરા જગદીશ બટુકભાઈ વચ્ચે ચૂંટણીજંગ થશે. આ ચૂંટણીમાં ચૂંટણી કમિશનર તરીકે એડવોકેટ મનીષ એચ ખખ્ખર તથા જીતેન્દ્રભાઈ રાવલ ફરજ બજાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here