દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરનો પ્રારંભ, કાલે રાહુલ ગાંધી આવશે

દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરનો પ્રારંભ, કાલે રાહુલ ગાંધી આવશે
દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરનો પ્રારંભ, કાલે રાહુલ ગાંધી આવશે

400 થી વધુ ડેલીગેટ શિબિરમાં ભાગ લેવા પહોંચી ગયા : પક્ષનાં તમામ સહયોગી સંગઠનનાં પ્રતિનિધિઓ પણ ચિંતનમાં જોડાશે
વિધાનસભાની આગામી ચૂંટણીઓનાં રોડમેપ અને લોક પ્રશ્ર્નો પર સઘન મનોમંથન: પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી, પ્રદેશ પ્રમુખ સહિતનાં તમામ ટોચનાં નેતાઓની હાજરી

ગુજરાતની જનતાની વિવિધ સમસ્યાઓ ઉજાગર કરવા અને વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેનો રોડમેપ તૈયાર કરી પક્ષનાં સંગઠનને સુદ્રઢ અને સજ્જ બનાવવા ગુજરાત કોંગ્રેસનાં ટોચનાં નેતાઓએ સઘન મનોમંથન શરૂ કર્યું છે. દેવભૂમિ દ્વારકામાં આજથી કોંગ્રેસની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો હતો. ગુજરાતનાં પ્રદેશ કોંગ્રેસનાં 500 થી વધુ નેતાઓ અને આગેવાનો હાજરી આપનાર છે. 400 ડેલીગેટો તો પહોંચી ચૂક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી ગઈ છે એ સમયે પ્રદેશ કોંગ્રેસની આ કવાયત રાજકીય રીતે સૂચક અને નોંધપાત્ર માનવામાં આવે છે. દ્વારકાની ચિંતન શિબિરનાં પ્રારંભ પહેલા ટોચનાં આગેવાનોએ દ્વારકાધીશ મંદિરનાં દર્શન કરી દ્વારકાધીશનાં ચરણોમાં શીશ નમાવી પૂજા- અર્ચના બાદ ચિંતન શિબિરનો પ્રારંભ કર્યો હતો.

આ શિબિરમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો અને ડેલીગેટ લોકોને પડી રહેલી વિવિધ સમસ્યાઓ અંગે 18 થી વધુ મુદ્દાઓ પર સઘન ચર્ચા- વિચારણા કરનાર છે. વિધાનસભાની ચૂંટણીઓ માટેનાં સજ્જડ આયોજન ઉપર પણ ગહન ચર્ચા- વિચારણા કરવામાં આવશે. તેમ પક્ષનાં સુત્રોએ જણાવ્યું હતું.

આવતીકાલ તા.26 ફેબ્રુઆરીનાં રોજ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અગ્રણી રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં ભાગ લેવા દ્વારકા આવી રહ્યા છે. રાહુલ ગાંધી સૌપ્રથમ દ્વારકાધીશનાં દર્શન કરી, આશિર્વાદ મેળવી ઉપસ્થિત 500 ડેલીગેટને શિબિરમાં માર્ગદર્શન આપશે. પક્ષમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિબિરમાં કોંગ્રેસ પક્ષની તમામ સહયોગી સંગઠન પાંખનાં પ્રતિનિધિઓ, કોરકમિટીનાં સભ્યો તેમજ કો-ઓર્ડીનેશન કમિટીનાં સભ્યો ભાગ લઈને વિધાનસભાની ચૂંટણીઓમાં 125 થી વધુ બેઠક જીતવા માટેનાં રોડમેપને તૈયાર કરશે અને સજ્જડ આયોજનને આખરી ઓપ આપવામાં આવશે. શિબિરમાં રાજ્યની વર્તમાન સ્થિતિ, જનતાને લગતા મુદ્દાઓ અને ભાજપની નિષ્ફળતા અંગે ચાર્ટર ડિમાન્ડ રજુ કરવામાં આવશે અને શિબિરને અંતે તા.27 ને રવિવારને રોજ ગુજરાતની 6 કરોડની જનતા માટે દ્વારકા ડેકલેરેશન જાહેર કરવામાં આવશે.

Read About Weather here

પ્રદેશ કોંગ્રેસનાં સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા વિપક્ષનાં નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, એઆઈસીસીનાં સહ પ્રભારી ડો.બિશ્વરંજન મોહંતી, જીતેન્દ્ર બઘેલ, સેવાદળનાં રાષ્ટ્રીય પ્રમુખ લાલાજી દેસાઈ, સોશિયલ મીડિયાનાં રાષ્ટ્રીય પ્રમુખ રોહન ગુપ્તા, પ્રદેશ મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષા ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશી તેમજ કોંગ્રેસનાં રાજ્યનાં ધારાસભ્યો અને જિલ્લા તથા તાલુકાભરનાં ડેલીગેટસ દ્વારકાધીશનાં આંગણે આવી પહોંચ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here