સોમવારથી ધો.9 થી 11નાં વર્ગોનો પ્રારંભ, ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે

સોમવારથી ધો.9 થી 11નાં વર્ગોનો પ્રારંભ, ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે
સોમવારથી ધો.9 થી 11નાં વર્ગોનો પ્રારંભ, ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે

વર્ગ ખંડોમાં 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને બેસાડવા રાજય સરકારનો આદેશ : સોમવારથી ફરી માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો કલબલાટ શરૂ થઇ જશે : શાળાઓમાં હાજરી માટે વાલીઓની પુર્વ સંમતિ મેળવવી જરૂરી, રૂપાણી કેબીનેટનો નિર્ણય : કોરોના મહામારીને કારણે લાંબા સમયબાદ ખુલી રહી છે માધ્યમિક શાળાઓ

કોરોનાની મહામારીને કારણે શિક્ષણ કાર્યમાં લાંબો બ્રેક આવ્યા બાદ અંતે ફરીથી શિક્ષણ કાર્યમાં નવચેતન આવી રહયું છે.

Subscribe Saurashtra Kranti here

તા.26 જૂલાઇને સોમવારથી રાજયભરમાં ધો.9 થી 11નાં વર્ગો શરૂ કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે.

એ મુજબ સોમવારથી માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો કલબલાટ શરૂ થઇ જશે. જો કે વિદ્યાર્થીઓએ વાલીઓની સંમત્તી સાથે આવવાનું રહેશે.

દરેક વર્ગખંડમાં 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને બેસાડવાના રહેશે. વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.

ગઇકાલે મળેલી રૂપાણી સરકારની કોર કમિટીની બેઠકમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યારબાદ માધ્યમીક શાળાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમામ શાળાઓમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું ફરજીયાત રહેશે. અગાઉ સરકારે ધો.12નાં વર્ગો શરૂ કરવાનું પણ નક્કી કર્યુ હતું.

શાળાઓ દ્વારા ઓફલાઇન શિક્ષણ શરૂ થઇ રહયું હોવા છતાં જે વિદ્યાર્થીઓ ન આવે એમના માટે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવશે.

Read About Weather here

શાળા કોલેજોની જેમ માધ્યમીક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની 50 ટકા મર્યાદા સાથે જ વર્ગો શરૂ કરવાના રહેશે. તેવું શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યુ હતું. વિદ્યાર્થીઓમાં ખુશાલીની લાગણી પ્રસરી વળી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here