દુધ ઉત્પાદકો-મંડળીઓને ચિમકી, ભેળસેળ ચલાવી નહીં લેવાય

દુધ ઉત્પાદકો-મંડળીઓને ચિમકી, ભેળસેળ ચલાવી નહીં લેવાય
દુધ ઉત્પાદકો-મંડળીઓને ચિમકી, ભેળસેળ ચલાવી નહીં લેવાય

રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 61મી સાધારણ સભા મળી
1 ઓગષ્ટથી પશુ પાલકોને પ્રત્તિકિલોએ રૂ.680 ચૂકવાશે: સભાસદ મંડળીઓને રૂ.4.42 કરોડ શેર ડિવિડન્ડ ચુકવાની જાહેરાત
દૂધ સંઘના વાર્ષિક ટર્ન ઓવરમાં 8.59 ટકાનો વધારો : પનીરની માંગ વધતા રાખીને પ્રતિદિન 2 ટન કેપિસિટીનું પનીર પ્લાન સ્થાપવાનું આયોજન

રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ની 61મી વાર્ષિક સાધારણ સભા ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાખવામાં આવી હતી. જેમાં કાર્યક્રમનું પ્રમુખસ્થાન રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ સંભાળેલ હતુ.

Subscribe Saurashtra Kranti here

સાધારણ સભાની કાર્યવાહી દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ હતી. આ ચક્રમમાં દૂધ સંઘનાં પૂર્વ અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયા, વાંકાનેર વિસ્તારના ધારાસભ્ય મદજાવીદ પીરજાદા, રાજકોટ ડિસ્ટ્રી. કો.-ઓપ. બેંકનાં વા.ચેરમેન મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ ખાટરીયા, રાજકોટ જિલ્લા સહ.

ખવે સંઘનાં ચેરમેન મગનભાઈ ઘોણિયા, રાજકોટ જિલ્લા સહકારી સંઘનાં ચેરમેન પ્રવિણભાઈ રૈયાણી, રાજકોટ જીલ્લા સહકારી પ્રેસનાં ચેરમેન રવજીભાઈ હિરપરા, જિલ્લા પંચાયત- રાજકોટનાં પૂર્વ પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલ, રાજકોટ ડિસ્ટી. કો.-ઓપ. બેંકના ડિરેકટર લલીતભાઈ રાદડીયા તેમજ કે દૂધ સંઘ અને રાજકોટ ડિસ્ટ્રી. કો. ઓપ, બેંકના ડિરેકટરઓ હાજર રહયા હતા.

દૂધ સંઘની સભાસદ મંડળીઓનાં પ્રમુખઓ ણઘઘખ મીટીંગમાં ઓનલાઈન હાજર રહ્યા હતા.રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ સંઘની 61મી વાર્ષિક સાધા2ણ સભા સમક્ષ દૂધ સંઘનો અહેવાલ અને હિસાબો રજુ કરતા જણાવેલ હતુ કે કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ સંઘનાં ટર્નઓવરમાં ગત વર્ષની સરખામણીએ 8.59% વધારો થયેલ છે.

તેમજ સંધનું દૂધ સંપાદન 11% વધેલ છે. સંઘે પ્રતિ કિલો ફેટે રૂા. 6 મિલ્ક ફાઈનલ પ્રાઈઝ માટે રૂા. પ.73 કરોડ દૂધ ઉત્પાદકોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. સંઘે સરેરાશ કિલોફેટનો ભાવ રૂા. 665 ચુકવેલ છે.

જેમાં ગત વર્ષની સરખામણીએ રૂા. 9 વધારો થયેલ છે. સંઘનો ચોખ્ખો નફો રૂા. 9.61 કરોડ થયેલ છે. જેમાંથી સભાસદ મંડળીઓને 1પ% લેખે શેર ડિવિડન્ડની રકમ રૂા. 4.42 કરોડ ચુકવવામાં આવશે.

10 વર્ષ પહેલા સને 2009-10 માં સરેરાશ ખરીદભાવ રૂા. 321 હતો. તે સને 2020-21માં રૂા. 665 એટલે કે બમણો થયેલ છે.ગત વર્ષે ગોપાલ લસ્સીનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરેલ જેના વેચાણમાં ગત વર્ષની સરખામણીએ 143% નો વધારો થયેલ છે અને દહીંનાં વેચાણમાં 21% નો વધારો નોંધાયેલ છે.

સંઘે ગોપાલ બ્રાન્ડની બધી જ પ્રોડકટ એક જ સ્ટોરમાંથી મળી રહી તે હેતુથી અમુલ પાર્લરની જેમ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરેલ છે અને રાજકોટ શહેરમાં વધુ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરવાનું આયોજન છે.

કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ સંઘે 892 કાર્યરત દૂધ મંડળીઓમાંથી પ્રતિ દિવસ સરેરાશ 4.47 લાખ લીટર દૂધ સંપાદન કરેલ છે. પશુપાલકોનાં પશુઓમાં દૂધ ઉત્પાદકતા વધે અને ઉત્પાદન વધે તે માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.

જેનો મહતમ લાભ મેળવવા અપીલ કરેલ હતી. સંધ સને 2020-21 ના વર્ષમાં દૂધ ઉત્પાદકો વતી રૂ. 1.29 કરોડનું વીમા પ્રીમીયમ ભોગવેલ છે તેમજ આ વર્ષે પણ રૂ. 10 લાખનું અકસ્માત વીમા કવચ ચાલુ રાખવાની જાહેરાત કરેલ હતી.

દૂધ સંઘનાં મેનેજીંગ ડીરેક્ટર વિનોદ વ્યાસે સંઘના ભાવી આયોજન વિશે માહિતી આપતા જણાવેલ હતુ કે સંઘનું દૂધ સંપાદન આગામી વર્ષમાં પ% વધારો થાય તે માટે દૂધ મંડળી અને દૂધ ઉત્પાદક કક્ષાએ વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે જે માટે દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદકતા વધારવા, દૂધ ઉત્પાદકો નવા પશુઓની ખરીદી કરે તે માટે પ્રોત્સાહન આપવા અને દૂધ મંડળી સિવાય અન્ય જગ્યાએ દૂધ ભ2તા ગ્રાહકો દૂધ મંડળીમાં ભરાવે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે.

દૂધ અને દૂધની બનાવટોનાં વેચાણમાંથી નફો મેળવીને દૂધ ઉત્પાદકોને દૂધના પોષણક્ષમ ભાવ મળે તે માટે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ વધારવા આયોજન કરવામાં આવશે. જે માટે 3000 થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં નવી એજન્સીઓ મારફતે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ શરૂ કરવામાં આવશે.

હાલ બજારમાં પનીરની માંગને ધ્યાનમાં રાખીને પ્રતિ દિન 2 ટન કેપેસીટીનો પનીર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે. દૂધ સંઘના પૂર્વ અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાએ જણાવેલ હતુ કે રાજકોટ ડેરીએ દર વર્ષે દૂધ ઉત્પાદકોને સરેરાશ કિલો ફેટનો વધુ ભાવ ચુકવેલ છે અને મંડળી તથા દૂધ ઉત્પાદકોના હિતને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવેલ છે.

Read About Weather here

સંઘે હંમેશા દૂધ સંપાદન અને દૂધ તથા દૂધની બનાવટોના વેચાણમાં વધારો થાય તેવા પ્રયત્નો કરેલ છે. સંઘે રૂા. 1 લાખના વીમા કવચથી અકસ્માત વિમા યોજનાની શરૂઆત કરેલ હતી. તે વીમા કવચ ઉત્પાદકોના હિતમાં રૂા.10 લાખ કરવામાં આવેલ. સંઘે હંમેશા અકસ્માત પામેલ દૂધ ઉત્પાદકોનાં વારસદારોને વીમા કંપની પાસેથી વળતર અપાવી સહકારી પરીવારની ભાવનાથી મદદરૂપ બનવાનો પ્રયત્ન કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here