સોમનાથમાં સોમવતી અમાસનું પવિત્ર સ્નાન

સોમનાથમાં સોમવતી અમાસનું પવિત્ર સ્નાન
સોમનાથમાં સોમવતી અમાસનું પવિત્ર સ્નાન

રાજયમાં અને સૌરાષ્ટ્રમાં પવિત્ર માસના અંતિમ દિવસે પુજા-અર્ચના અને શિવ ભકિત માટે પ્રચંડ માનવ મહેરામણ: મહાદેવને જલાભીષેકની સાથે ભકતો પિતૃતર્પણ કરી રહયા છે

જંગી સંખ્યામાં ભકતો ઉમટયા, શ્રાવણ માસનો આખરી દિવસ સોમવાર હોવાથી તમામ મંદિરોમાં ભારે ભીડ: પવિત્ર ધર્મ સ્થાન સોમવાર મંદિરના ધાટ પર પવિત્ર સ્નાન કરીને ધન્યતા અનુભવતા શિવ ભકતો

આજે પવિત્ર શ્રાવણ માસનો આખરી દિવસ અને તેમાંય સોમવાર હોવાથી પવિત્ર સોમવતી અમાવસીયાના દિવસે સોમનાથ મંદિર ખાતે પવિત્ર સ્નાન માટે હજારો ભાવિકો ઉમટી પડયા હતા.

સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ નાના-મોટા શિવાલયોમાં પવિત્ર માસના અંતિમ દિવસે પ્રચંડ માનવ મહેરામણ ઉમટી પડયો હતો. દ્વારકાથી માંડીને સોમનાથ, ડાકોર, આબુ અંબાજી સહિતના તમામ મહત્વના ધર્મ સ્તાનોમાં શિવ શંકરને રીજવવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. પુજા-અર્ચના, જળાભિષેક, દુધનો અભિષેક તથા બીલીપત્ર ચડાવીને ભકતો ભોળાનાથની રીજવવામાં મગ્ન બની ગયા હતા. ડાકોર અને અંબાજીમાં પણ ભકતોની જબ્બર ભીડ ઉમટી પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્રમાં સૌથી મહત્વના અને મુખ્ય પવિત્ર તીર્થ ધામ સોમનાથ જગત મંદિર ખાતે સવારથી ભકતોની કટારો લાગી ગઇ હતી અને પવિત્ર સ્નાન કરીને સોમવતી અમાવસીયાનું પુણ્ય એકત્ર કરવા હજારો ભકતોએ ધાટ પર પવિત્ર ડુબકી લગાવી હતી અને ધન્યતા અનુભવી હતી. બાદમાં ભોળાનાથની પ્રાર્થના અને પુજા અર્ચના કરવામાં આવ્યા હતા. આજે સોમવતી અમાવસીયાના પવિત્ર દિવસ સાથે મહત્વના અને પવિત્ર શ્રાવણમાસ પુર્ણ થઇ રહયો છે.

સોમનાથમાં સોમવતી અમાસનું પવિત્ર સ્નાન સોમવતી
સોમવતી અમાસના દિવસે ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન

એ કારણે રાજયભરના મંદિરોમાં મોટી ભીડ ઉમટી પડી છે. મંદિર સંસ્થાનો તરફથી ભકતોની અગવડ ન પડે એ માટે ઠેર-ઠેર વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો કટારમાં ઉભા રહીને દર્શન કરી શકે એ માટે રેલીંગો ઉભી કરવામાં આવી છે. મંદિર પરીષરોમાં સાફસફાઇ કરવામાં આવી છે.

ગુજરાતના વિખ્યાત ધર્મસ્થાન અંબાજી ખાતે ભાદરવી પુનમાં વિખ્યાત મેળાને મંજુરી મળે તેવી શકયતા હોવાથી દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર પરીષરમાં ભકતો આસાનાથી અને પધ્ધતિસર દર્શન કરી શકે એ માટે રેલીંગો ઉભી કરવામાં આવી છે.

પગરખા કેન્દ્રો અને અલગ લગેજ કેન્દ્રો ઉભા કરવામાં આવી રહયા છે. કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવવાથી જિલ્લા તંત્ર દ્વારા ભાદરવી પુનમના પ્રખ્યાત મેળાને મંજુરી આપવામાં આવે તેવી શકયતા છે. આથી મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યારથી જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીં ભાદરવી પુનમનાં મેળાનું ધાર્મિક રીતે ખુબ ન મહત્વ આપવામાં આવે છે અને લાખોની સંખ્યામાં ભકતો મેળામાં ઉમટે છે.

Read About Weather here

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ વગેરે શહેરોમાં આજે સવારથી શિવાલયોમાં અને અન્ય મંદિરોમાં ભકતો જલાભીષેક માટે ઉમટી પડયા હતા. ભાવિકો પિતૃઓને તર્પણની વિધિ પણ કરી રહયા છે. આ રીતે સોમવારથી શરૂ થયેલો શ્રાવણ માસ સુચક રીતે સોમવારે જ પરીપુર્ણ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here