સરહદે આરોગ્ય વિભાગની ટીમો તૈનાત

 રાજકોટમાં 36 સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના 62 કેસ, 50 દર્દી થયા સાજા
 રાજકોટમાં 36 સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના 62 કેસ, 50 દર્દી થયા સાજા

મહારાષ્ટ્રમાંથી પ્રવેશતા કોઈ મુસાફર પાસે આર.ટી.પી.સી.આર કે 2 ડોઝનું પ્રમાણ પત્ર ન હોય તો તેમના ટેસ્ટ માટેની પણ તૈયારી: ચેકપોસ્ટ પર કોરોના ચેકિંગ


ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી એક વખત વધતા વલસાડ ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે.જેથી સલામતીના ભાગરૂપે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ફરી એક વખત ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલી ચેક પોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here
કોરોનાના પ્રથમ અને બીજા વેવમાં જે રીતે રાજ્યમાં પ્રવેશતા તમામ ચેકપોસ્ટો પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.એવી જ રીતે ફરી એક વખત મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર તલાસરી ખાતે આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે.આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોમાં સવાર લોકોના 2 ડોઝ વેકસિન અથવા તો આર.ટી.પી.સી.આર ચેક કરવામાં આવી રહ્યા છે.

Read About Weather here


જો કોઈ મુસાફર પાસે આર.ટી.પી.સી.આર કે 2 ડોઝનું પ્રમાણ પત્ર ન હોય તો તેમના ટેસ્ટ માટેની પણ તૈયારી પણ કરવામાં આવી છે.સલામતીના ભાગ રૂપે વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્થી ગુજરાતમાં પ્રવેશતા 3 ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે.ભિલાડ,કપરાડા અને ધરમપુર તાલુકામાં ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમો ચેકિંગ કરી રહી છે.
જોકે આ વખતે આરોગ્ય અધિકારીઓ માટે કોઈ ખાસ વ્યસ્થા ઉભી કરવામાં આવી નથી અને ખુલ્લામાં તેમને મુસાફરોનું ચેકિંગ કરવાની ફરજ પડી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here