સુરતમાં કોરોનાની નવી ચાલ, આખે આખા પરિવાર સંક્રમિત

સુરતમાં કોરોનાની નવી ચાલ, આખે આખા પરિવાર સંક્રમિત
સુરતમાં કોરોનાની નવી ચાલ, આખે આખા પરિવાર સંક્રમિત

આરોગ્યતંત્રમાં ભારે ચિંતા, ભરથાણમાં એક પરિવારનાં 6 અને ભટારમાં 2 સભ્યો સંક્રમિત

સુરતમાં ભયાનક મહામારીનો બીજો રાઉન્ડ લગભગ કાબુમાં આવી ગયા છતાં એકાએક મહામારીએ અલગ પ્રકારે ઉછાળો મારવાનું શરૂ કરી દીધું છે.

Visit Saurashtra Kranti Homepage here

હવે સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં આખે આખા પરિવારો કોરોના સંક્રમિત થાય રહ્યા હોવાના મહામારીનાં નવા ટ્રેન્ડને પગલે આરોગ્યતંત્રમાં ચિંતાનું મોજું પ્રસરી વળ્યું છે. સામુહિક કેસો રેપીડ એન્ટીજન ટેસ્ટ બાદ બહાર આવી રહ્યા છે.

છેલ્લા બે દિવસ દરમ્યાન કોરોના મહામારીથી ભરથાણમાં એક જ પરિવારનાં 6 સભ્યો કોરોનાં સંક્રમિત જણાયા છે જેમાં 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. ભટારમાં એક જ પરિવારનાં બે સભ્યોને ચેપ લાગુ પડ્યો છે.

આ રીતે મહામારી અલગ પ્રકારે આખે આખા પરિવારો પર ત્રાટકી રહી છે.

સુરતમાં અત્યારે કુલ 72 એક્ટીવ કોરોના કેસ નોંધાયા છે. જયારે 601 લોકો હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. શહેરની સ્મીમેર હોસ્પિટલમાંથી એક કોરોના સંક્રમિત યુવાન નાસી છૂટ્યો હતો.

રેપીડ ટેસ્ટ બાદ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણ થતા તેને હોસ્પિટલમાં દાખલ થવાનું કહ્યું હતું પણ દાખલ થવાને બદલે એ પલાયન થઇ ગયો હતો.

આગામી દિવસોમાં નવરાત્રી પર્વ શરૂ થવાનો છે. ત્યારે મનપા અને જિલ્લા આરોગ્યતંત્રમાં દોડધામ શરૂ થઇ ગઈ છે. નવરાત્રી ઉજવણીની સરકારે છૂટ આપી છે. એટલે તકેદારીનાં વધુ પગલા લેવાનું જરૂરી બન્યું છે

Read About Weather here

અને લોકો પણ રાસ-ગરબા દરમ્યાન કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરે એવી તાકીદ કરવામાં આવી રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here