સચિન તેંડુલકર સહિત અનેક ભારતીયોનાં જંગી વિદેશી નાણારોકાણનો પર્દાફાશ

સચિન તેંડુલકર સહિત અનેક ભારતીયોનાં જંગી વિદેશી નાણારોકાણનો પર્દાફાશ
સચિન તેંડુલકર સહિત અનેક ભારતીયોનાં જંગી વિદેશી નાણારોકાણનો પર્દાફાશ

વિશ્ર્વભરનાં 91 દેશોના નેતાઓ, અધિકારીઓ, રમતવીરોને લગતા પેપર મોટાપાયે લીક

પેન્ડોરા પેપરનાં નામે ઓળખાતા અત્યાર સુધીનાં વિશ્ર્વનાં સૌથી મોટા નાણાંકીય રોકાણને લગતા દસ્તાવેજનાં લિકેજ કાંડમાં સચિન તેંદુલકર તથા 6 ભારતીય રાજકીય નેતાઓનાં નાણાંકીય રોકાણનાં રહસ્યો પરથી પરદો ઉચકાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

વિશ્ર્વના 91 દેશોનાં રાષ્ટ્રીય વડાઓ, નેતાઓ, અધિકારીઓ અને ટોચના રમતવીરોનાં નાણાંકીય રહસ્યોનો પર્દાફાશ થઇ જતા વિશ્ર્વભરમાં ખડભળાટ મચી ગયો છે.

બ્રિટનની વિખ્યાત ટી.વી. ચેનલ બીબીસી અને તેના ગાર્ડિયન અખબાર અને ભારતનાં ઇન્ડિયન એક્સપ્રેસ સહિતનાં 150 મીડિયા હાઉસનાં આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા મહાનુભાવોનાં નાણાંકીય રહસ્યોનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે.

આવા નાણાંકીય સોદા અને રોકાણોને લગતા લગભગ સવા કરોડ દસ્તાવેજોને મીડિયા ગ્રુપ દ્વારા પ્રાપ્ત કરીને નાણાંકીય સોદાઓ અને રોકાણનાં ચોંકાવનારા આંકડા જાહેર કરી દેવામાં આવ્યા છે.

વિદેશમાં રોકાણ અને સોદા કરનારા મહાનુભાવોમાં સચિન તેંડુલકર, પોપ સ્ટાર શાકીરા, ઇટાલિયન માફીયા ગેંગનાં કોર્ટ ફાધર અને વિશ્વની સુપર મોડેલ જણાતી ક્લોડીયા શીફરનાં નામો સામીલ થાય છે.

જેમના રહસ્ય લીક થયા છે એ બધા મહાનુભાવોએ ટેક્સહેવન દેશોમાં રોકાણ કર્યું હતું. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનનાં નજીકનાં સાથીદારો નાણામંત્રી અને બેંકર, જોર્ડનનાં રાજા યુક્રેન કેનિયાનાં પ્રમુખો,

Read About Weather here

પૂર્વ બ્રિટીશ વડાપ્રધાન ટોની બ્લેર, જેક વડાપ્રધાન વગેરેનાં નાણાંકીય ચિઠા ખુલી ગયા છે. દરમ્યાન તેંડુલકરનાં વકીલે સ્પષ્ટતા કરી છે કે, ક્રિકેટરનાં તમામ વિદેશી રોકાણો કરવેરા વિભાગની મંજૂરી બાદ જ કરવામાં આવ્યા છે અને તમામ રોકાણો કાયદેસરનાં છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here