સાવધાન! આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળશે

સાવધાન! આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળશે
સાવધાન! આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળશે

સૌથી ઠંડુ શહેર મહેસાણા 17 ડિગ્રી, ભુજમાં 19 અને વડોદરામાં 18 ડિગ્રી: ઉતર ભારતમાં ભારે હિમવર્ષા અને ઠંડા પવનથી ગુજરાતમાં ઠંડીનું આગમન
બે દિવસથી રાજ્યમાં લઘુતમ તાપમાનમાં એકધારો ઘટાડો: અમદાવાદ, રાજકોટ, ગાંધીનગરમાં 20 ડિગ્રી તાપમાન3

ઉતરભારતમાં થઇ રહેલી સતત હિમવર્ષા અને કાતિલ ઠંડા પવનોને કારણે ગુજરાતમાં વાતાવરણ ધીમેધીમે ઠંડુગાર બની રહ્યું છે અને આગામી 24 કલાકમાં સમસ્ત રાજ્યમાં હાડ થીજાવતી આકરી ઠંડીનું મોજું ફરી વળે તેવી શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ અને અમદાવાદ સહિતનાં મોટાભાગનાં શહેરોમાં છેલ્લા 2 દિવસથી લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે સૌથી ઠંડુ શહેર 17 ડિગ્રી સાથે મહેસાણા રહ્યું હતું. રાજકોટમાં ન્યુનતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું.

ઉતરભારતનાં બદલાયેલા વાતાવરણની અસર દેખાઈ રહી છે. દેશના અનેક ભાગોમાં ધ્રુજાવી દેતા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા 5 દિવસમાં લઘુતમ તાપમાનનો પારો 6 ડિગ્રી જેવો ઘટી ગયો છે.

સોમવારે તો ગાંધીનગર અને અમદાવાદમાં ન્યુનતમ તાપમાન ઘટીને 14 ટકા થઇ ગયું હતું.આજે હવામાન ખાતાનાં જાહેર કરેલા આંકડા મુજબ મહેસાણામાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી, ભુજમાં 19 ડિગ્રી તેમજ અમદાવાદ,

ગાંધીનગર અને રાજકોટમાં 20-20 ડિગ્રી, જામનગરમાં 21 ડિગ્રી, સુરત અને ભાવનગરમાં 23-23 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 થી 18 ડિગ્રી રહેવાની શક્યતા છે.

Read About Weather here

સોમવારે સૌથી ઠંડા શહેર અમરેલી અને જૂનાગઢ રહ્યા હતા. જ્યાં 14.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સોમવારે નલિયામાં 15.6, વડોદરામાં 16, રાજકોટમાં 17.3, ભાવનગરમાં 17.5, ભુજમાં 20.6 અને સુરતમાં 19.8 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here