સર્વત્ર કેસરીયો લહેરાયો, કોંગ્રેસનો રકાસ: ‘આપ’ને જાકારો

સર્વત્ર કેસરીયો લહેરાયો, કોંગ્રેસનો રકાસ: ‘આપ’ને જાકારો
સર્વત્ર કેસરીયો લહેરાયો, કોંગ્રેસનો રકાસ: ‘આપ’ને જાકારો

સ્થાનિક સ્વરાજ સંસ્થાની
ચૂંટણીઓનાં પરિણામો
સ્થાનિક સ્વરાજની કુલ 232 બેઠકો પૈકી 175 બેઠકો જીતી ભાજપનો પ્રચંડ વિજય, કોંગ્રેસને માત્ર 44, ‘આપ’ને કફત 1 બેઠક: પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકામાં 10 વર્ષે જબ્બર બહુમતી સાથે સત્તા મેળવતો ભાજપ 44માંથી 41 બેઠક કબજે, કોંગ્રેસ અને ‘આપ’નો સદતર સફાયો બન્નેએ સાથે મળીને 3 બેઠક મેળવી
કમલમમાં ઉજવણીનો વિસ્ફોટ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પક્ષ પ્રમુખ સી.આર.પાટીલના નિવાસે પહોંચ્યા, ભવ્ય રોડ-શોની તૈયારી
પાલિકા બહુમતી સાથે કબજે કરતું ભાજપ, ભાણવડે લાજ રાખી કોંગ્રેસનો પાતળી બહુમતીથી વિજય
જિલ્લા પંચાયની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં પણ સર્વત્ર ભાજપનો જય જયકાર 5 બેઠક મેળવી, કોંગ્રેસને 3
સ્થાનિક ચૂંટણીઓમાં પણ રાબેતા મુજબ કોંગ્રેસનો કારમો પરાજય, આમ આદમી પાર્ટીનું બિલકુલ સુરસુરીયું

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિતની કેટલીક નગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતોની બેઠકો સહિત સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણીઓનાં આજે જાહેર થયેલા પરિણામોમાં ફરી એક વખત ગુજરાતની જનતાએ ભાજપને ભવ્ય અને શાનદાર વિજય અપાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાબેતા મુજબ પરિણામો એક તરફી રીતે ભાજપની જ તરફેણમાં રહયા છે. કોંગ્રેસનો રકાસ થયો છે અને મોટી આશાઓ લઇને અને જગાવીને ગુજરાતના રાજકારણમાં પ્રવેસ કરી ચુકેલી આમ આદમી પાર્ટીનું સુરસુરીયું થઇ ગયું છે.

મનપા, નપા, જિલ્લા અને તાલુકા પંચાયતોની કુલ 232 બેઠકો પર ચૂંટણીઓ થઇ હતી. જેના પરીણામો જાહેર થયા છે. આ લખાય છે ત્યારે ભાજપને 232માંથી 175 બેઠકો મળી ગઇ છે. કોંગ્રેસને 41 બેઠકો પ્રાપ્ત થઇ છે.

મતદારોએ ‘આપ’નો સાવ કચરધાણ કાઢી નાખ્યો છે અને માત્ર એક બેઠક પ્રાપ્ત થઇ છે. અન્યોએ 8 બેઠક પર વિજય મેળવ્યો છે.

સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓમાં પ્રચંડ વિજય મેળવીને ભાજપે ગાંધીનગર મહાનગર પાલિકમાં 10 વર્ષે પહેલીવાર સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા કબજે કરી છે.

ઓખા અને થરા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવની ભાજપે દબદબો જાળવી રાખ્યો છે. એક માત્ર ભાણવડ નગરપાલિકા ભાજપે ગુમાવી દીધી છે જયાં ગળાકાપ સ્પર્દ્યા બાદ કોંગ્રેસ સત્તા પર આવવામાં સફળ થઇ છે

અને ધારાસભ્ય વિક્રમ માડમની વ્યૂહરચના સફળ થઇ છે. ભાણવડ સિવાય સર્વત્ર મનપા, નપા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં પણ સર્વત્ર કેસરીયો લહેરાયો છે.

સાનદાર વિજય સાથે ભાજપના વડા મથક કમલમમાં ઉજવણીનો વિસ્ફોટ શરૂ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ, મંત્રીઓ અને ધારાસભ્યો કમલમ પહોંચી ગયા છે.

રાજયભરમાં ઠેરઠેર ભાજપના કાર્યકરો જોરદાર આકાશ બાજી સાથે વિજયઉત્સવ મનાવી રહયા છે. ગાંધીનગરમાં ભવ્ય રોડ-શોની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુદ પાટીલે ભવ્ય વિજય બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. પાટીલે વિજયને આવકારતા અને જનતા અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરોને કારણે પ્રચંડ વિજય મળ્યો છે.

એમને ‘આપ’ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ગાજયા મેઘ વરસયા નથી. મુખ્યમંત્રીએ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, હવે ભાજપનું લક્ષ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ 182 બેઠકો કબજે કરવાનું છે અને હવે મિશન 182 માટે કામ કરવાનુું છે.

તમામ આગેવાનોએ એક મેકના મોં મીઠા કરાવ્યા હતા. ભાજપે શાનદાર અને ભવ્ય વિજય અપાવવા બદલ નેતાઓએ મતદારોનો આભાર માન્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકામાં અભુતપૂર્વ વિજય મેળવીને ભાજપે કોંગ્રેસ અને ‘આપ’નો સફાયો કરી નાખ્યો છે.

કુલ 44માંથી 41 બેઠકો ભાજપે કબજે કરીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. કોંગ્રેસ 2 બેઠક અને ‘આપ’ 1 બેઠકમાં સમેટાઇ ગયા છે અને નાલેસી ભર્યો પરાજય થયો છે.

ઓખા નગર પાલિકાની 36માંથી 34 બેઠકો મેળવીને ભાજપે અભુતપૂર્વ વિજય મેળવ્યો છે. કોંગ્રેસના ખાતે માત્ર 2 બેઠક આવી છે અને સફાયો થઇ ગયો છે. આવી જહાલ બનારસકાંઠાના થરાની નગરપાલિકામાં થઇ છે.

જયાં 24માંથી 20 બેઠકો ભાજપે જીતી લીધી છે અને કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી છે. એક માત્ર ભાણવડ નગરપાલિકામાં ગળકાપ સ્પર્ધા બાદ કોંગ્રેસને સત્તા મેળવવામાં સફળતા મળી છે.

ભાણવડ નપાની કુલ 24માંથી 16 બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે અને ભાજપને 8 બેઠક મળી છે. આ રીતે 25 વર્ષના લાંબા ગાળા બાદ ભાણવડમાં કોંગ્રેસને સત્તા પ્રાપ્ત થઇ છે.

ધારાસભ્ય વિક્રમ માડમની મહેનત અને રાજકીય વ્યૂહરચનાને સફળતા મળી છે. જિલ્લા પંચાયતની કુલ 8 બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાઇ હતી. તેમાં પણ ભાજપે દબદબો જાળવી રાખી 5 બેઠકો કબજે કરી અને કોંગ્રેસને 3 બેઠકો મળી છે.

નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ દબદબો જાળવી રાખ્યો છે. સી.આર.પાટીલે ભાજપનાં ભવ્ય વિજય બાદ એવી પણ ટકોર કરી હતી કે, ગુજરાતમાં ત્રીજા પક્ષને કોઇ સ્થાન નથી.આખા રાજયમાં કાર્યકરોએ જોરદાર ઉજવણી શરૂ કરી દીધી છે.

Read About Weather here

તાલુકા પંચાયતોની 45 બેઠકોની પેટા ચૂંટણી થઇ હતી તેમાં પણ ભાજપે મેદાન માર્યુ છે. ભાજપને 28, કોંગ્રેસને 14 બેઠકો મળી છે. ‘આપ’ને માત્ર 2 બેઠક પ્રાપ્ત થઇ છે એ રીતે ખાતુ ખોલ્યું છે. 1 બેઠક અપક્ષને ફાળે ગઇ છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here