ધનવાનોનાં ધજાગરા: અનીલ અંબાણી વતનમાં ગરીબ, વિદેશમાં અમીર!!

ધનવાનોનાં ધજાગરા: અનીલ અંબાણી વતનમાં ગરીબ, વિદેશમાં અમીર!!
ધનવાનોનાં ધજાગરા: અનીલ અંબાણી વતનમાં ગરીબ, વિદેશમાં અમીર!!

ભારતીય બેંકોને કરોડોમાં નવડાવી નાખનાર કોર્પોરેટ માથાઓનું વિદેશમાં જંગી રોકાણ: નિરવ મોદીની બહેન, ગૌતમ અદાણીનાં ભાઈ અને જેકી શ્રોફનાં કાળા નાણાંનાં રહસ્યો ખુલ્યા: દેશમાં નાદારી જાહેર કરનાર અનીલ અંબાણીનું વિદેશમાં જંગી કાળુ નાણું બહાર આવ્યું

પેન્ડોરા પેપર લીકનાં પગલે દેશના અનેક નામી ધનવાનોનાં વિદેશમાં કાળા નાણાંનાં ખજાનાનાં રહસ્યો ખુલી રહ્યા છે. ભારતમાં નાદારી જાહેર કરી ચુકેલા ઉદ્યોગપતિ અનીલ અંબાણી, બેંકોને રૂ.88 હજારનો ચૂનો ચોપડી ગયેલા નિરવ મોદી

Visit Saurashtra Kranti Homepage here

અને તેનો પરિવાર, દેશમાં ગરીબ અભિનેતાની છાપ ઉભો કરતો રહેલો જેકી શ્રોફ વગેરે દંભી ધનવાનોનાં કાળા નાણાંનાં ધજાગરા ઉભા થઇ રહ્યા છે.

વિદેશોમાં કાળા નાણાંનો ખજાનો ઉભો કરનાર ભારતનાં ટોચનાં કોર્પોરેટ માંધાતાઓ, અભિનેતા, રાજકારણીઓની યાદીમાં વિખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરનું પણ નામ છે.

વિદેશમાં અનેક બેનામી કંપનીઓનાં ટ્રસ્ટ ઉભા કરીને હજારો કરોડ દેશની બહાર મોકલી દેવામાં આવ્યા છે.પેપર લીક કાંડ અંગે વધુ વિગતો આપતા વોશિંગ્ટન પોસ્ટનાં અહેવાલમાં દર્શાવ્યું હતું કે,

અબજોપતિ ભારતીયોએ દેશમાં બેંકો અને નાણાં સંસ્થાઓમાં નાણાં રાખવાને બદલે વિદેશમાં ઠાલવ્યા છે. જેથી કરીને કરવેરાથી અને જ્યાંથી ધિરાણ લીધું હોય

એવી બેંકો અને તપાસનીશ સંસ્થાઓથી બચી શકાય. ધનવાનોની આ યાદીમાં વધુમાં વધુ આશ્ચર્ય અનિલ અંબાણીનું નામ સર્જી રહ્યું છે.! આ ઉદ્યોગપતિએ દેશમાં નાદારી જાહેર કરી છે

અને અદાલતોમાં એવું કહેતો ફરે છે કે, મારા ખિસ્સામાં કઈ નથી. મારા દીકરા મારો ખર્ચો ઉપાડી રહ્યા છે. પણ જે દસ્તાવેજો મીડિયા સંગઠને જાહેર કર્યા છે તેમાં સ્પષ્ટ દેખાય છે

કે અનિલ અંબાણીએ સાપ્રસ, બ્રિટીસ વરઝીન આઈલેન તથા જર્સીમાં 18 જેટલી કંપનીઓ ઉભી કરીને 1.3 અબજ ડોલર વિદેશી કંપનીઓમાં ઠાલવી દીધા છે. આમાંથી મોટા ભાગની રકમ બેંકો પાસેથી લેવાયેલી લોનની જંગી રકમ છે.

તાજેતરમાં બ્રિટનની અદાલતે એક કેસમાં ચીનની બેંકોને બાકી લેણાપેટે 71.60 લાખ ડોલર જેવી રકમ ચૂકવી દેવા અનિલ અંબાણીને આદેશ આપ્યો હતો પણ અંબાણીએ એક ફદિયું પણ ચુકવ્યું નથી. ઉપરાંત કોર્ટમાં જણાવ્યું છે

કે, મારી પાસે ભારતમાં કે વિશ્ર્વમાં કોઈ સંપતિ નથી.ભારતીય બેંકો સાથે કરોડોની છેતરપિંડી કરી નાસી ગયેલા નિરવ મોદીની બહેને તેના પલાયન થયાનાં એક મહિના પહેલા વિદેશમાં એક ટ્રસ્ટ ઉભું કર્યું હતું.

કિરણ મુજમુદાર શોના પતિએ વિદેશમાં ટ્રસ્ટ ઉભું કર્યું હતું. એ જ રીતે સચિન તેંદુલકરે પણ વિદેશમાં કાળા નાણાનું રોકાણ કર્યું હતું.

અબજોપતિ ગૌતમ અદાણીનાં ભાઈએ પણ વર્ષો પહેલા એક કંપની ઉભી કરી દીધી હતી. કાળા નાણા ઠલવાયા બાદ કંપની બંધ કરી દેવામાં આવી હતી.

બોલીવુડનાં જાણીતા અભિનેતા જેકી શ્રોફ દ્વારા સાસુમાનાં નામે ન્યુઝીલેન્ડમાં ટ્રસ્ટ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં નોંધપાત્ર રોકાણ થયાનાં દસ્તાવેજો બહાર આવ્યા છે.

અ ટ્રસ્ટનું સ્વીસ બેંકમાં પણ ખાતુ છે. અત્યારે બેંકો સાથે 88 હજાર કરોડની ઠગાઈ કરનાર મુંબઈનાં રીયલએસટેટ ધંધાર્થી હાલ જેલમાં છે પણ બહામા અને અન્ય દેશોમાં જંગી પ્રમાણમાં કાળા નાણા ઠાલવી દીધા હોવાનું છતું થયું છે.

આ રીતે ભારતમાંથી બેંકો, નાણાં સંસ્થાઓ પાસેથી કરોડો અબજો રૂપિયાની લોન લઈને વિદેશમાં ઠાલવી દઈ અ કહેવાતા ધનવાનો કાં તો દેશ છોડી જાય છે અથવા તો નાણા ભરપાઈ કરવામાંથી હાથ ઉંચા લઇ લે છે.

Read About Weather here

પરિણામે સંપતિની અસમાનતાનું પ્રમાણ ગંભીર રીતે વધી રહ્યું છે અને અપરાધીઓ મોટા ભાગે સજામાંથી છટકી જાય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here