સરકાર ડ્રગ્સ મામલે લાજવાને બદલે ગાજે છે: પરેશ ધાનાણી

સરકાર ડ્રગ્સ મામલે લાજવાને બદલે ગાજે છે: પરેશ ધાનાણી
સરકાર ડ્રગ્સ મામલે લાજવાને બદલે ગાજે છે: પરેશ ધાનાણી

વિધાનસભાનાં બે દિવસીય ટૂંકા ચોમાસુ સત્રનો ઝંઝાવાતી પ્રારંભ, કોંગ્રેસના સભ્યોની નારેબાજી, મુન્દ્રામાં ડ્રગ્સના પકડાવાના મામલે સરકાર પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસના ધારાસભ્યો: ખળભળાટ
વિપક્ષના મીઠી નજર શબ્દ સામે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા નીતિન પટેલ
મુન્દ્રા પોર્ટ પર સરકારની મીઠી નજર હેઠળ ડ્રગ્સનો જથ્થો આવ્યાનો વિપક્ષનો ચોકાવનારો આક્ષેપ: કોંગ્રેસના બે ધારાસભ્યો અન્યાયના લખાણવાળા બેનર લઇને ગૃહમાં પ્રવેશ
ગુજરાત વિધાનસભાનાં પ્રથમ મહિલા સ્પીકર પદે બિરાજતા નીમાબેન આચાર્ય

ગુજરાતનાં વિધાનસભાના ઇતિહાસમાં આજે એક ગૌરવ શાળી ઘટના બની છે. વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર તરીકે નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ રીતે અધ્યક્ષ પદે તો આજથી ગૌરવભેર બિરાજમાન થયા છે. એમની વાણી સાથે વિધાનસભાના બે દિવસના ટુંકા ચોમાસુ સત્રનો તોફાની પ્રારંભ થયો હતો.

મુન્દ્રા અને અમદાવાદમાં પકડાયેલા ડ્રગ્સના જંગી જથ્થા, કોરોના મૃતકોને સહાયમાં અન્યાય, અતિવૃષ્ટિ, વાવાઝોડાની અપુરતી સહાય જેવા મુદ્ાઓ પર વિપક્ષી કોંગે્રસના ધારાસભ્યોએ ગૃહમાં જબરી ધાંધલ ધમાલ મચાવી જોરદાર નારેબાજી કરી હતી.

એક તબક્કે વિપક્ષે ગૃહમાં સરાજાહેર ચોકાવનારો આક્ષેપ કર્યો હતો કે, મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ સરકારની મીઠી નજર હેઠળ લાવવામાં આવ્યું હતું. આ આક્ષેપને પગલે ગૃહમાં ભારે શોરબકોર મચી ગયો હતો.

આ રીતે નવી ટીમ ભુપેન્દ્ર પટેલને પહેલા જ દિવસે કસોટીની આકરી એરણમાંથી પસાર થવું પડયું હતું.

સવારે ગૃહનો પ્રારંભ થયો ત્યારે સૌપ્રથમ વિધાનસભાનાં અધ્યક્ષની વરણી થઇ હતી. મહિલા અધ્યક્ષનાં પદ માટે ભાજપના ઉમેદવાર સામે વિપક્ષે કોઇ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો ન હતો.

સૌપ્રથમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે ડો.નીમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ મુકયો હતો. વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.

આ રીતે વિધાનસભાના ઇતિહસામાં પહેલા મહિલા સ્પીકર તરીકે નીમાબેન આચાર્યની સર્વાનુ મતે વરણી થઇ હતી. એ પછી પ્રશ્ર્નોતરી કલાકનો પ્રારંભ થયો હતો અને વિવિધ મુદ્ાઓ ઉપર વિપક્ષે ભાજપ સરકારને ધેરવાનું શરૂ કરતા સત્રનો તોફાની પ્રારંભ થયો હતો.

ઉપાધ્યક્ષ પદ માટે હવે ચૂંટણી થશે. આ હોદા માટે ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડ છે અને કોંગ્રેસના ઉમેદવાર અનીલભાઇ જોશીયારા છે.

ગૃહની શરૂઆતમાં કોવિડ-19નાં મૃતકો માટે સામુહિક પ્રાર્થના કરી એમને શ્રધ્ધાંજલી આપતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિપક્ષી કોંગ્રેસી સભ્યોએ પ્રશ્ર્નોનો જોરદાર મારો ચલાવ્યો હતો.

ખાસ કરીને ડ્રગ્સનાં મામલે વિપક્ષે ઉઠાવેલા મુદ્ા અને સીધા સરકાર પર કરેલા આક્ષેપોથી ગૃહની કાર્યવાહીમાં ગરમાવો આવી ગયો હતો. મુન્દ્રા પોર્ટના ડ્રગ્સનો જથ્થો સરકારની મીઠી નજર હેઠળ આવ્યો હોવાનો વિપક્ષે આક્ષેપ કરતા ગૃહમાં દેકારો મચી ગયો હતો.

એક તબક્કે કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં સુત્રોચ્ચાર શરૂ કર્યા હતા. અમદાવાદમાં પકડાયેલા રૂ.1.30 કરોડના ડ્રગ્સના જથ્થાના મામલે પણ વિપક્ષે સરકારને ધેરી હતી.

મુન્દ્રા ડ્રગ્સના મામલે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ તીખી ટકોર કરી હતી કે, સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. જયારે કોંગ્રેસી સભ્ય વિરજી ઠુંમ્મરે જણાવ્યું હતું કે, હેરોઇન કોનું છે? તેને તો પહેલા પકડો મુખ્ય આરોપી જ પકડાયા નથી.

આ રીતે ગૃહની કાર્યવાહી ભારે શોરબકોર સાથે શરૂ થઇ હતી.ત્યાર બાદ સવાલો પુછીને વિરોધ પક્ષોએ સરકાર પર પ્રહારો કર્યા હતા અને કોવિડ મૃતકોના પરીવારજનો માટે રૂ.4-4 લાખની સહાય જાહેર કરવા રાજય સરકાર પાસે માંગણી મુકી હતી.

વાવાઝોડા અને વર્ષા તાંડવામાં અપુરતી સહાય, મંદિ, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્ાઓ પર ઉગ્ર રજૂઆતો કરવા માટે વિપક્ષોએ રણનીતિ બનાવી છે તેવું ધાનાણીએ જણાવ્યું હતું.

કાર્યવાહી શરૂ થઇ ત્યારે મુખ્યમંત્રી ઉપરાંત તમામ જૂના અને નવા મંત્રીઓ અને તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહયા હતા. ગૃહમાં ભાજપનું સંખ્યાબળ 112 સભ્યોનું છે જયારે કોંગ્રેસના 65 ધારાસભ્યો છે.

ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ર્ચિત છે. આજે થયેલી નવી બેઠક વ્યવસ્થામાં પૂર્વ મુખ્યમંત્રીઅને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા સીનીયર પૂર્વ મંત્રીઓને આગળ બેસાડવામાં આવ્યા હતા અને એમનું સન્માન જાળવવામાં આવ્યું હતું.

સીંગતેલ સહિતના ખાદ્ય તેલોના ભાવ વધારાના અંગે દેકારો થયો હતો. દરમ્યાન જામનગરના જોડીયામાં સ્થપાનારો ખારા પાણીને મીઠુ કરવાનો પ્રોજેકટ પડતો મુકાયો હોવાની સરકારે ગૃહમાં જાહેરાત કરી હતી.

ધારાસભ્ય વિક્રમ માડમના સવાલના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. ગૃહમાં કુલ 4 વિધેયક સરકાર લાવવાની છે. જેમાં ખાનગી યુનિવર્સિટી સુધારા ખરડો અને જીએસટી સુધારા ખરડો સામેલ છે.

Read About Weather here

દરમ્યાન ડ્રગ્સના મામલે વિરોધ પક્ષોએ કરેલા સરકારના મીઠી નજરના આક્ષેપથી ગૃહમાં એક તબક્કે ભારે દેકારો થઇ ગયો હતો અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીઠી નજર શબ્દ સામે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here