દરેક ભારતીયને મળશે વિલક્ષણ આરોગ્ય આઇડીમોદીના હસ્તે ડિજિટલ આરોગ્ય મિશન લોન્ચ

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ

હવે ગરીબોને સરળતાથી સારવાર મળશે, નવી વ્યવસ્થાથી ક્રાંતી આવશે: દેશનાં વિલક્ષણ ડિજિટલ સ્વાસ્થય મિશનનો શુભારંભ કરતા વડાપ્રધાનના વિધાનો

દેશના નાગરીકોના સ્વાસ્થય માટે અને સરળ સારવાર માટે અત્યંત વિલક્ષણ અને મહત્વ પુર્ણ ગણાતા ડિજિટલ સ્વાથ્ય મિશનનો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી શુભારંભ કરાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ મીશન અંતર્ગત દરેક નાગરીકને તેના સ્વાસ્થના સંપુર્ણ ડેટાનો ઉલ્લેખ કરતા ખાસ આઇડી મળશે જેના થકી આરોગ્યની વ્યવસ્થામાં પણ ધળમુળથી પરીવર્તન આવશે. દરેક નાગરીકની આરોગ્ય આઇડી તૈયાર કરવામાં આવશે.

દેશનાં આરોગ્ય ક્ષેત્રને નવી દિશા અને કલેવર આપતા ડિજિટલ આરોગ્ય મિશનની શરૂઆત કરાવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હવે ગરીબોની સારવારની સમસ્યા દુર થશે. નવી વ્યવસ્થા થકી ક્રાંતી આવશે.

ડિજિટલ મિશનને કારણે આરોગ્યની સેવાઓ મજબુત થશે, લોકોને આરોગ્યનો ડેટા મળશે અને વિલક્ષણ આઇડીને કારણે એમને સારવાર કરાવવામાં પણ સરળતા રહેશે.

ડિજિટલ મીશનને કારણે કોરોના સામેની લડાઇ લડવાનું પણ આસાન બનશે. વડાપ્રધાને વીડીયો કોન્ફરન્સથી આ વિલક્ષણ અને અસાધારણ યોજના લોન્ચ કરી હતી. જેને આયુષમાન ભારત ડિજિટલ મિશન નામ આપવામાં આવ્યું છે.

વડાપ્રધાને 27 સપ્ટેમ્બરનો દિવસ દેશના આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વ પુર્ણ ગણાવ્યો હતો. વડાપ્રધાને આ યોજના ગયા વર્ષે આઝાદી દીને લાલકિલ્લા પરના પરંપરાગત રાષ્ટ્રીય ઉદભોદન દરમ્યાન જાહેર કરી હતી.

નવા લાગુ થયેલા મિશનથી આરોગ્ય ક્ષેત્રમાં સુવિધાઓને વધુ આધુનિક બનાવવા માટેની ટેકનોલોજી નો ઉપયોગ થશે અને નવા-નવા આરોગ્ય સંશોધનો માટેનો માર્ગ પણ મોકળો થશે.

વડાપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સથી યોજનાના શુભારંભ સમયે ખાસ ઉપસ્થિત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આયુષમાન ડિઝીટલ યોજનાના ત્રણ મહત્વના પાસા છે.

દરેક નાગરિકને આરોગ્ય આઇડી, આરોગ્ય ક્ષેત્રમાં સેવા આપતા તમામ વ્યવસાઇકોની નોંધણી અને આરોગ્ય સુવિધાઓની નોંધણી. તેમણે કહયું હતું

Read About Weather here

કે, આ યોજનાથી નાગરીકોને સારવાર અંગેની તમામ માહિતી અને સવલતો આસાનીથી મળતા થશે. એ માટેનું એક ખાસ અતુત ઓનલાઇન પ્લેટફોર્મ રચવામાં આવશે. એક બટન દબાવો અને સારવાર મેળવો એ રીતે આરોગ્ય ક્ષેત્ર નવા કલેવર ધારણ કરશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here