સગા સાળા પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાના હુમલાના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુક્તિ સેશન્સ કોર્ટ

સગા સાળા પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાના હુમલાના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુક્તિ સેશન્સ કોર્ટ
સગા સાળા પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાના હુમલાના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુક્તિ સેશન્સ કોર્ટ

શહેરના રૈયા રોડ પર નહેરૂનગર પાસે પોલીસ ફરિયાદના સમાધાન માટે બોલાવી સગા સાળા ઉપર છરી વડે હુમલો કરવાના ગુનામાં બનેવી સહિત ત્રણ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ મોચી બજારમાં વખાર ધરાવતા રફીકભાઈ હબીબભાઈ શેખની પુત્રી ફરીદાબેનના આસિફ ઈકબાલભાઈ શેખ સાથે લગ્ન થયા હતા પતિ સહિતના સાસરીયાઓના ત્રાસથી ફરીદાબેનએ ઝેર પી આપઘાત કરી લેતા બંને પરિવારો વચ્ચે તકરાર ઉભી થઈ હતી જે ચાલતી તકરાર અંગે સમાધાન માટે ગયેલા ફરીદાબેનના ભાઈ સબીર રફિકભાઈ શેખને નહેરૂગરમાં બોલાવી આસિફ ઈકબાલ શેખ, ઇમરાન ઇકબાલ શેખ અને રફીક ઈકબાલ શેખ નામના ત્રણેય શખ્સોએ છરી વડે ખૂની હુમલો કર્યો હતો

Read Saurashtra Kranti E-Paper here

આ અંગે રફિકભાઈ શેખે હુમલાખોર ત્રણેય શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા જે કેસ અદાલતમાં ચાલવા પર આવતા બંને પક્ષના વકીલોની દલીલો અને રજૂઆત બાદ અદાલતે આરોપી ત્રિપુટીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે.

Read About Weather here

આ કેસમાં આ2ોપીઓ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારદ્વાજ, શ્રીકાંત મકવાણા, કમલેશ ઉઘરેજા, તારક સાવંત અને ગૌરાંગ ગોકાણી રોકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here