સાળીને છરી બતાવી અપહરણ કરી દુષ્કર્મ કરનાર સગા બનેવીની વચગાળાની જામીન અરજી રદ

ચેક રિટર્ન થતા પતિ-પત્નિ અને નિવૃત રેલ કર્મી પિતા-પુત્રને કોર્ટે એક-એક વર્ષની સજા ફટકારી
ચેક રિટર્ન થતા પતિ-પત્નિ અને નિવૃત રેલ કર્મી પિતા-પુત્રને કોર્ટે એક-એક વર્ષની સજા ફટકારી

શહેરના સ્લમ વિસ્તારમાં રહેતી સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જેલ હવાલે રહેલા બનેવીની વચગાળાની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

વધુ વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા સીતળા ધાર નજીક બજરંગ નગરમાં રહેતા ભરત જગદીશ પ્રસાદ નામના શખ્સે પોતાની સાળીનું છરીની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સ્ટાફે ભરત પ્રસાદની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતાં જેલ હવાલે કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

હાલ જેલહવાલે રહેલા ભરત પ્રસાદે વૃદ્ધ માતાની આર્થિક સ્થિતિ સારી ન આવવાનું કારણ બતાવી વચગાળાના 30 દિવસના જામીન પર છુટવા અરજી કરી હતી જેમાં બન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષ એ.પી.પી. મુકેશભાઈ પીપળીયા કરેલી લેખિત મૌખિક દલીલમાં સમાજ વિરોધી કૃત્યો છે.

Read About Weather here

આરોપી પાંચ બાળકોના પિતા હોવા છતાં આવું દુષ્કૃત્ય કરેલું હોવાથી તેને જામીન આપવામાં આવશે તો સમાજમાં આવા પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધસે એવી દલીલ ધ્યાને લઇ જજ કે. ડી . દવેએ ભરત પ્રસાદની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશ પીપળીયા રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here