સંસદનું સત્ર એક દિવસ વહેલું આટોપી લેવાયું

સંસદનું સત્ર એક દિવસ વહેલું આટોપી લેવાયું
સંસદનું સત્ર એક દિવસ વહેલું આટોપી લેવાયું

ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ તોડા બારા આના!
23 ડિસેમ્બરે શિયાળુ સત્ર પૂરું થાય છે પણ સમાપન આજે જ જાહેર કરી દેવાયું
વિપક્ષની સતત ગેરહાજરી, કોઈ ચર્ચા વિના ઢગલાબંધ ખરડા પસાર, બાર વિપક્ષી સાંસદોને સતત સસ્પેન્ડ રખાયા: અનેક પ્રકારે નવો ચીલો ચાતરતું વર્તમાન સત્ર

સંસદનાં પ્રવર્તમાન શિયાળુ સત્રનું બે દિવસ વહેલું સમાપન કરી દેવામાં આવ્યું છે. શિયાળુ સત્ર આમ તો 23 ડિસેમ્બરે પૂરું થાય છે. પરંતુ આજે મંત્રી મંડળની બેઠકમાં સત્ર 22 ડિસેમ્બરે એટલે કે આજે જાહેર કરી દેવાયું હતું. વર્તમાન સંસદીય સત્ર અનેક પ્રકારે અલગ રીતે યાદ રાખવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

વિરોધ પક્ષોની સતત ગેરહાજરી અને વોકઆઉટ, કોઈપણ પ્રકારની ચર્ચા આપ્યા વિના ઢગલાબંધ ખરડા પસાર કરાવી લેવાની સરકારની નવી પધ્ધતિ, રાજ્યસભામાંથી બાર વિપક્ષી

સાંસદોનું સસ્પેન્શન પાછું નહીં લેવાનો સરકારનો અઠાગ્ર જેવા અનેક ઘટના ક્રમને કારણે સંસદનું વર્તમાન સત્ર ભારતીય સંસદીય ઈતિહાસમાં સાવ નોખું અને અનોખું પુરવાર થયું છે.

વર્તમાન સત્રમાં સરકારે ઘણા બધા મહત્વનાં વિધેયક કોઈ જાતની ચર્ચા વિના પસાર કરાવી લીધા છે. બાળલગ્ન રોકવા અંગેનો અને ક્ધયાની લગ્નની વય વધારવાનો ખરડો પણ મૌખિક મતદાનથી પસાર કરાવી લેવામાં આવ્યો છે.

જો કે આ ખરડો અત્યારે લોકસભામાં મુકાયા બાદ વધુ અભ્યાસ માટે સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવ્યો છે. ખરડામાં ક્ધયાનાં લગ્નની વય મર્યાદા 18 થી વધારીને 21 વર્ષ કરવાની જોગવાઈ છે.

લગભગ એક માસ લાંબા શિયાળુ સત્રમાં સરકારે 26 વિધેયક પસાર કરાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં લખીમપુર ખીરીની હિંસા, સાંસદોનાં સસ્પેન્શન સહિતનાં મુદ્દાઓ પર વિરોધ પક્ષોએ સતત હંગામો મચાવ્યો હતો.

જેના કારણે બંને ગૃહોની કામગીરી રોજે-રોજ ખોરવાઈ જતી હતી. વિરોધ પક્ષોએ સંસદનાં પરિસરમાં વિરોધકૂચ પણ યોજી હતી. રાજ્યસભામાં સપાનાં નેતા રામગોપાલ યાદવે ગૃહનાં ઉપસભાપતિને અપીલ કે કમસેકમ સત્રનાં આજે છેલ્લા દિવસે સસ્પેન્ડ સભ્યોને કાર્યવાહીમાં હાજર રહેવા દેવા જોઈએ.

Read About Weather here

સત્ર દરમ્યાન નવા કૃષિ કાયદા પાછા લેતો ખરડો પસાર કરાવી લેવાયો છે. સીબીઆઈ અને ઇડીનાં વડાઓનાં હોદ્દાની મુદ્દત લંબાવતો ખરડો પણ સરકારે પસાર કરાવી લીધો છે. એ જ રીતે ચૂંટણી સુધારા ખરડો ભારે ધમાલ અને વાંધા વિરોધ વચ્ચે પસાર કરાવી લેવામાં આવ્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here