અસિત વોરાને મુખ્યમંત્રીનું તાકીદનું તેડું

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મુખ્યમંત્રી સાથેની બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવતા અસિત વોરા
સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન: પેપરલીક કાંડનાં ઘેર પડઘા, શું રાજીનામું લઇ લેવાશે?
ગાંધીનગર, તા.22: હેડ ક્લાર્ક પેપરલીક કાંડ મામલે મુખ્યમંત્રીનું તેડું મળતા સચિવાલય દોડી ગયેલા ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન અસિત વોરા મુખ્યમંત્રીને મળ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કર્યા વિના વીજળીની ઝડપે સ્વર્ણિમ સંકુલ છોડી ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અસિત વોરાની બેઠક લગભગ પોણો કલાક ચાલી હતી. બેઠકમાં શું ચર્ચાયું, મુખ્યમંત્રીએ શું કહ્યું એ વિશે મુખ્યમંત્રી કાર્યાલયનાં સુત્રોએ કશું કહેવાનો ઇન્કાર કર્યો હતો. અટકણો એવી ચાલતી હતી કે અસિત વોરાનું રાજીનામું માંગી લેવાશે. મુખ્યમંત્રી સાથે બેઠક બાદ બહાર નિકળેલા અસિત વોરાને પત્રકારો ઘેરી વળ્યા હતા. પરંતુ વોરા માત્ર બે શબ્દ બોલીને નીકળી ગયા હતા. અસિત વોરાએ માત્ર એટલુંકહ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત હતી. એટલું કહીને પત્રકારોનાં સવાલોનાં જવાબ આપ્યા વિના વોરા રવાના થઇ ગયા હતા.(સૌરાષ્ટ્ર

પેપરલીક કૌભાંડને કારણે અખબારોની હેડલાઈન બનેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન અસિત વોરાને મુખ્યમંત્રીનું તાકીદનું તેડું મળ્યું છે. આથી આજે બપોરે વોરા ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ દોડી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

હેડ ક્લાર્ક પેપરલીક કાંડનો મુદ્દો રાજ્યભરમાં ખળભળાટ મચાવી રહ્યો છે. તેના પડઘા રાજ્ય સરકારમાં પડ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસિત વોરાને તાત્કાલિક બોલાવતા ચારેતરફ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

જાણકાર સુત્રો કહે છે કે મુખ્યમંત્રીનું તાકીદનું તેડું મળતા જ વોરા સીએમ કાર્યાલયે પહોંચી ગયા છે અને બંધ બારણે બેઠક ચાલી રહી છે. મુખ્યમંત્રીએ પેપરલીક કૌભાંડ બાબતે ખુલાસા કરવા અને ખરેખર શું બન્યું છે તે જાણવા માટે અસિત વોરાને બોલાવ્યા છે.

તેમ જાણવા મળ્યું છે. કૌભાંડનાં જે પડઘા પડ્યા છે તેનાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સખત નારાજ હોવાનું જાણવા મળ્યું છે. બેઠક બાદ અણધારી કોઈ મહત્વની જાહેરાત થઇ શકે છે.

Read About Weather here

અસિત વોરાનું રાજીનામું માંગી લેવાય તેવી પણ શક્યતા સચિવાલય ખાતેનાં સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. અત્યારે સચિવાલયમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક ચાલી રહી છે. બેઠક પૂરી થયા બાદ સીએમ ચર્ચા માટે વોરાને બોલાવશે તેવું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here