સંજયનગરમાં મિલકત પચાવી પાડવા દાદાગીરી!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

બે પાડોશી પરિવાર સામે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ, પોલીસ કમિશ્નરને અરજી

અહી સંતકબીર રોડ પર આવેલા સંજયનગર-1માં રહેતા અને ઘૂઘરા વેચવાનો ધંધો કરતા હિતેશભાઈ બાબુલાલભાઈ જોગીએ પોલીસ કમિશ્નરને અરજી આપીને આક્ષેપ કર્યો છે કે, તેમની મિલકત પચાવી પાડવા માટે પાડોશમાં રહેતા ચેતનાબેન મનોજભાઈ ભટ્ટ, માનસી મનોજભાઈ ભટ્ટ, મનોજભાઈ ભટ્ટ, બીપીનભાઈ હરેશભાઈ મેર, પૂજા બીપીનભાઈ મેર, જીતુભાઈ હરેશભાઈ મેર, ગોપાલ હરેશભાઈ મેર અને હરેશભાઈ પીતાંબરભાઈ મેર, છેલ્લા ઘણા સમયથી દાદાગીરી કરીને દુ:ખ-ત્રાસ આપી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ કમિશ્નરને આપેલી લેખિત અરજીમાં ભોગ બનનાર હિતેશભાઈ જોગીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અમે બે ભાઈઓ અને માતા સહિતના પરિવારજનો સંયુક્ત રીતે રહીએ છીએ. અમારી માલિકીનું મકાન પડાવી લેવા માટે પડોશમાં રહેતા બન્ને પરિવારના આઠ સદસ્યો દ્વારા બે વર્ષથી યેનકેન પ્રકારે ધાક-ધમકી આપવામાં આવે છે. અમે મકાન છોડીને ચાલ્યા જાય એવી સ્થિતિ ઉભી કરવા માટે તેઓ શેરીના અન્ય લોકોને પણ ઉશ્કેરી રહ્યા છે.

પરંતુ અમારી પાસે રહેવાની અન્ય કોઈ વ્યવસ્થા નહી હોવાથી તેઓનો ત્રાસ સહન કરી રહ્યા છીએ. વધુમાં પીડિત હિતેશભાઈએ અરજીમાં જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ મહિનાથી પાડોશી પરિવાર દ્વારા સતત ભય ઉભો કરવા અને ગમે ત્યારે અમારા ઉપર હુમલો થાય કે ઉશ્કેરાટ થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે. એટલું જ નહી, તેઓએ એકબીજાને મદદગારી કરીને

Read About Weather here

અમોને મારકૂટ કરવાનું પણ ચાલુ કરતા પોલીસ ફરિયાદ કરવા જતા ખોટી રજૂઆતો કરીને અમારી કોઈ વાત સાચી માનવા દીધી નહોતી. હવે એ લોકોએ અમે મકાન છોડીને હિજરત કરી જઈએ એઈ સ્થિતિ નિર્માણ કરી છે. તો અમોને ન્યાય અપાવવા નમ્ર અરજ છે, એમ અંતમાં ભોગ બનનાર હિતેશભાઈ જોગીએ આક્ષેપ કરતા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here