દેશમાં કોરોનાનાં કેસમાં આંશિક ઘટાડો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મહારાષ્ટ્રમાં એક દિવસમાં 33 હજારથી વધુ કેસ નોંધાયા: લોકડાઉન લાદવાનો ઇન્કાર કરતા મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે
24 કલાકમાં નવા 1 લાખ 68 હજાર કેસ, 277 નાં મોત: ઓમિક્રોનનાં કેસોની સંખ્યા વધીને 4461 નાં આંકડે પહોંચી

દેશમાં કોરોનાનાં કેસોમાં આંશિક ઘટાડો આજે જોવા મળ્યો છે અને ગઈકાલનાં પ્રમાણમાં 6.4 ટકા ઓછા કેસો નોંધાયા છે. એક દિવસમાં નવા 1 લાખ 68 હજાર જેટલા કેસો નોંધાયા હતા. વધુ 277 દર્દીઓનાં મૃત્યુ થયાનું પણ નોંધાયું હતું. દેશમાં ઓમિક્રોનનાં કેસો વધીને 4461 થઇ ગયા છે. દૈનિક પોઝીટીવીટી દર પણ ઓછો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશમાં અત્યારે કોરોનાનાં કુલ એક્ટીવ કેસ 821446 જેટલા નોંધાયા છે. જે કુલ કેસનાં માત્ર અઢી ટકા જેટલા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન 69959 જેટલા દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે અને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દેશમાં રસીના કુલ 152.89 કરોડ ડોઝ અપાઈ ગયા છે અને સોમવારથી તો પ્રિકોશન ડોઝ આપવાનું પણ શરૂ કરી દેવાયું છે.

પહેલા જ દિવસે દેશભરમાં 9 લાખ હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર તથા સિનિયર સિટીઝનને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.સૌથી વધુ અસરગ્રસ્ત રહેલા મહારાષ્ટ્રમાં ગઈકાલે એક દિવસમાં નવા 33470 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓમિક્રોનનાં કેસ પણ વધીને 1247 થઇ ગયા છે. 8 નાં મોત થયા છે. રાજ્યમાં કોરોના મહામારી જાન્યુઆરીનાં અંત સુધીમાં પીક પર આવવાની શક્યતા રાજ્યનાં આરોગ્યમંત્રી રાજેશ ટોપે એ વ્યક્ત કરી છે.

.જો કે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ લોકડાઉન લાદવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. તેઓ કોઈ આર્થિક નુકશાની સહન કરવા માંગતા નથી. એટલે લોકોને કોરોના નિયમોનો સખ્તી સાથે અમલ કરવા ફરીવાર જાહેર અપીલ કરી છે.

દેશની રાજધાની નવી દિલ્હીમાં કોરોનાનાં નવા કેસ 19 હજારથી વધુ નોંધાયા હતા. દિલ્હીમાં ટેસ્ટીંગ દરમ્યાન દર ચોથી વ્યક્તિ કોરોના પોેઝિટિવ જણાય છે. 25 ટકા જેટલો પોઝિટિવીટી રેટ થઇ ગયો હોવાથી તમામ ભોજનાલય અને રેસ્ટોરાં બંધ કરવાનો આદેશ અપાયો છે. માત્ર પાર્સલ લઇ જવાની છૂટ અપાઈ છે. તેલંગણામાં પણ આવતીકાલથી નાઈટ કર્ફ્યું લાગુ કરી દેવામાં આવશે.

Read About Weather here

ઈન્ડીગો એરલાઈન્સ કંપની ઓમિક્રોનનાં ડરથી 20 ટકા ફ્લાઈટ રદ કરી દીધી છે. પશ્ર્ચિમ બંગાળમાં પણ નવેસરથી નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. સરકારે જાહેર કરેલી નવી એડવાઇઝરી અનુસાર દર્દીનાં સંપર્કમાં આવેલ વ્યક્તિ જો હાઈરીસ્ક ન લાગે તો તેનું ટેસ્ટીંગ કરવામાં નહીં આવે. ઉપરાંત કોવિડ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયેલા લોકો આંતર રાજ્ય પ્રવાસ કરે તો નવેસરથી ટેસ્ટીંગ કરાવવું નહીં પડે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here