શ્રાવણ આરાધનાના ‘હવનમાં હાડકા’ નાખતી બેફામ મોંઘવારી

જનતા પર પડશે મોંઘવારીનો માર...!!
જનતા પર પડશે મોંઘવારીનો માર...!!

પવિત્ર અને તપસ્યાનો માસ શરૂ થતાં જ ભડકે બળવા લાગ્યા ખાધ્ય ચીજોના ભાવ: સીંગતેલ અને કપાસીયા તેલમાં માત્ર ત્રણ દિવસમાં રૂ.50નો જોરદાર વધારો થતાં દેકારો

ગૃહિણીઓ અને ઉપવાસ કરતા ભકતોમાં ભાવ વધારાથી મનમાં ધુંધવાટ અને રોષ: ખાધ્ય તેલોમાં એકધારો ભાવ વધારો થવાથી ઉપવાસીઓનું ફરાળ પણ મોંઘુ અને મોંઘુ

તપ, આરાધના, ભકિત અને ઉપવાસના પવિત્ર મહિના શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે અને ભકતો ભોળાનાથની પૂજા અર્ચના અને ભકિતમાં તલીન બન્યા છે. બરાબર એવા સમયે જ શ્રાવણ માસની આરાધના અને પર્વના હવનમાં હાડકા નાખતા મોંઘવારીના રાક્ષસે ફરાળ કરવાનું પણ મુશ્કેલ અને મોંઘુ બનાવી દીધુ છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા કેટલાય દિવસોથી જે ભાવ વધારો જોવા નોતો મળ્યો તે અચાનક શ્રાવણ માસના પ્રારંભે જ કુદકા મારવા લાગ્યો છે અને શ્રાવણ માસમાં જેનો સૌથી વધુ વપરાશ થાય છે એવા ખાધ્ય તેલો તેમજ બટેટા સહિતની શાકભાજીની ચીજ વસ્તુઓના ભાવમાં એકાએક બેફામ વધારો થવા લાગ્યો છે. પરીણામે ગૃહિણીઓમાં ભારે રોષ અને આક્રોશની લાગણી પ્રસરી છે.

શ્રાવણ આરાધનાના ‘હવનમાં હાડકા’ નાખતી બેફામ મોંઘવારી શ્રાવણ

છેલ્લા ત્રણ દિવસમાં જ સીંગતેલ અને કપાસીયા તેલના ભાવમાં રૂ.50 જેટલો આકરો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. અત્યારે સીંગતેલ અને કપાસીયા તેલના ભાવ વચ્ચે કોઇ તફાવત રહયો નથી. આજે ભાવ વધારાને પગલે સીંગતેલ અને કપાસીયા તેલ બન્નેનો ભાવ ડબ્બા દીઠ રૂ.2500 નોંધાયો હતો. એ જ રીતે પામોલીયન તેલની ભાવ સપાટી પણ આકાશને આંબી રહી છે.

આજે કપાસીયા તેલનો ભાવ વધીને ડબ્બા દીઠ રૂ.2030 જેવો થઇ જતા હજારો પરીવારોને જબરો ફટકો પડયો છે. પવિત્ર મહિનામાં જ લોકોના બજેટ વેરવિખેર થવા લાગ્યા છે અને ભારે દેકારો બોલી જવા પામ્યો છે.

આ ભાવ વધારો માત્ર ખાધ્ય તેલો પુરતો સીમીત રહયો નથી. ખાણીપીણીની દરેક ચીજ વસ્તુઓના ભાવ ભડકે બળવા લાગ્યા છે. બટેટા હોય કે ટમેટા કે આદુ હોય કે કોથમરી મન ફાવે તેવા ભાવ લોકો પાસેથી પડાવવામાં આવી રહયા છે. કોઇ જ પ્રકારનું ભાવ નિયંત્રણ કરવામાં સ્થાનિક વહીવટી તંત્ર સફર થયું નથી.

શાકભાજીના ભાવ ફાટીને ધુમાડે જઇ રહયા છે. કોઇપણ શાકભાજી  કે ખાધ્યચીજ રૂ.100થી ઓછા ભાવમાં મળતી જ નથી. પુરવઠા વિભાગ અને સરકારના જવાબદાર વિભાગો આ દિશામાં કોઇ જ કાર્યવાહી કરતા નથી. કમસે કમ શ્રાવણ માસમાં ચેકિંગ થાય અને દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.

Read About Weather here

ખાધ્ય તેલોના ભાવ વધારાને પગલે ભકતોનું ફરાળી ફરસાણ પણ મોંઘુ દાટ બની ગયું છે. ફરાળના ભાવ પણ આકાશની ઉચ્ચાઇને આંબી રહયા છે જેનો કચવાટ ભકતોના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાય છે. ભોળાનાથની આરાધના કરી રહેલા ભકતો અને પરીવારોને થોડેધણે અંશે પણ રાહત આપવાના પગલા સરકાર કે જિલ્લાના તંત્ર દ્વારા લેવાતા નથી જેનો રોષ લોકોમાં પ્રસરી ગયેલો દેખાય છે.

દર વર્ષે શ્રાવણ માસમાં વેપારીઓ અને વિક્રેતાઓને ભાવ ઘટાડવા સરકારી ધોરણે સમજાવટ કરવામાં આવતી હોય છે પણ એવી કોઇ પ્રક્રિયાનો આ વખતે સ્પષ્ટ અભાવ દેખાય રહયો છે અને મોંઘવારીને રાક્ષસ બેકાબુ બનીને ભાવિકોનો તપોભંગ કરી રહયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here