શું સ્યૂસાઇડ એ જ અંતિમ ઉપાય ?

સ્યૂસાઇડ
સ્યૂસાઇડ

સંતાનોની ફી ભરવાના રૂપિયા ન હોવાથી યુવાને ફાંસો ખાધો

પોલીસને આપઘાત કરતા પૂર્વે કારખાનેદારે લખેલી હૃદયદ્રાવક સ્યૂસાઇડ નોટ મળી હતી

લોકડાઉનમાં પોતાનું કારખાનું બંધ થતા બીજે કામે લાગ્યા તો એ પણ બંધ થતા યુવાને સ્યૂસાઇડ નોટ લખી જિંદગી ટૂંકાવી

ગત લોકડાઉનમાં ફર્નિચરનું કારખાનું બંધ થયા બાદ યુવાને નોકરી શરૂ કરી હતી. તે કારખાનું પણ બંધ થતા આર્થિક ભિંસથી કંટાળી કારખાનેદાર યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. કોરોનાની મહામારીમાં બેકાર થયેેલા લોકો નાસીપાસ થઇ જિંદગી ટૂંકાવી લેતા હોવાના બનાવો વધી રહ્યાં છે. વધુ એક બનાવમાં રવિવારે સાંજે દેવપરા શાકમાર્કેટ નજીક રહેતા વિરેન્દ્રભાઇ રમેશભાઇ પરમાર નામના કારખાનેદારે તેમના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસમથકના પીએસઆઇ ડી.એ.ધાંધલ્યા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

Subscribe Saurashtra Kranti here

પોલીસને આપઘાત કરતા પૂર્વે કારખાનેદારે લખેલી હૃદયદ્રાવક સ્યૂસાઇડ નોટ મળી હતી. ઓમ ફર્નિચરના નામથી કારખાનું ચલાવતા વિરેન્દ્રભાઇએ લખેલી સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે, ફર્નિચરનું કારખાનું લોકડાઉનને કારણે ઠપ થઇ જતા બંધ કરવું પડ્યું છે. કોરોના વાયરસથી જેટલા લોકો મર્યા તેના કરતા વધુ લોકો લોકડાઉનમાં બેકાર થઇ જતા આપઘાત કરી લીધા છે.

મારી સાથે પણ એ જ થયું કારખાનું બંધ થઇ જતા ગઢડા ગામે અન્યના કારખાનામાં કામે જતો હતો, પરંતુ તે પણ બંધ જઇ જતા ભયંકર આર્થિક ભીંસમાં આવી ગયો છું. સંતાનોની એક વર્ષની ફી નહીં ભરી શકવાને કારણે તેમનો એક મહિનાથી અભ્યાસ પણ બંધ થઇ ગયો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ઘર ચલાવવા પત્નીને કામે જવું પડ્યું છે. જેથી આ બોજ હવે મારાથી ઉપાડાતો નથી, હું થાકી ગયો છું.

Read About Weather here

ધંધામાં જ્યારે મારે સરખાઇ હતી. ત્યારે મેં બધાને મદદ કરી છે. પણ જ્યારે મારે તકલીફ પડી ત્યારે કોઇ સગાએ મને મદદ ન કરી. મારી મુશ્કેલીના સમયમાં પાડોશીઓ સાથે ઊભા રહી મને મદદ કરી જેને કારણે આ કપરા દિવસો પસાર થયા. હું બધા પાડોશીનો આભાર માનું છું, પરંતુ પાડોશીઓની મદદ કેટલી લેવી. ત્યારે આટલી બધી તકલીફોની એક જ દવા છે મોત, મોત એક જ એવો રસ્તો છે જ્યાં બધી તકલીફો પૂરી થઇ જાય છે. હું આર્થિક ભીંસથી જ આ પગલું ભરું છું. મારી આત્મહત્યા પાછળ કોઇ જવાબદાર ન હોવાનું સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બે ભાઇ, બે બહેનમાં વિરેન્દ્રભાઇ મોટા હતા. બનાવથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here