શું રાજકોટ મનપા અમદાવાદના માર્ગે બસ લઇ જશે?!

બુધવારે મનપાનું બજેટ : શહેરીજનોને કોઇ લાભ કે પછી હથેળીમાં ચાંદ બતાવાશે??
બુધવારે મનપાનું બજેટ : શહેરીજનોને કોઇ લાભ કે પછી હથેળીમાં ચાંદ બતાવાશે??

અમદાવાદમાં સિનિયર સિટીઝનો અને બાળકો સિટીબસમાં મફતમાં મુસાફરી કરી શકશે
અમદાવાદ મનપાના 2022-23ના સુધારા સાથેના બજેટમાં ફ્રી મુસાફરીની જાહેરાત કરાઇ: નગર પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ફ્રીમાં મુસાફરી કરી શકશે
રાજકોટ મનપાના બજેટને અપાતો આખરી ઓપ: બસ સેવા ફ્રીની જોગવાઇ સમાવી લેવાશે?

શહેરમાં લોકોને પરિવહનની સેવા મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા સિટી બસો દોડવવામાં આવે છે. રાજ્યના મહાનગરોમાં શહેરીજનોને આ સેવાનો લાભ મળતો હોય છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેરમાં રાજકોટ મનપા દ્વારા બીઆરટીએસ અને આરએમટીએસના નામે સિટી બસ સેવા શરૂ છે. જે બસ સેવાનો લાભ શહેરના હજારો નાગરીકો લેતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ તાજેતરમાં અમદાવાદ કોર્પોરેશને એવી જાહેરાત કરી કે જેને શહેરભરમાંથી વ્યાપક આવકાર મળ્યો અને લોકોએ ખોબલે ખોબલે કામગીરી વધાવી હતી. અમદાવાદ કોર્પોરેશનમાં વર્ષ 2022-23નું રૂપિયા 7 કરોડના સુધારા સાથે બજેટ રજૂ કરાયું હતું. જેમાં શહેરમાં 65 વર્ષથી ઉપરના તમામ સિનિયર સીટીઝનસ એએમટીએસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. ઉપરાંત કોરોના મહામારીમાં માતા કે પિતાની છત્રછાયા ગુમાવનારા વિદ્યાર્થીઓ પણ એએમટીએસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે.

આવી જ રીતે નગર પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સ્કૂલમાં આવવા જવા માટે બસનાા ફ્રી પાસ આપવામાં આવશે. હાલ એએમટીએસમાં મનપાની માલિકીની 40 બસો અને 900 જેટલી બસો કોન્ટ્રાક્ટ આધારિત દોડાવવામાં આવે છે. શહેરીજનોને વધારે સાથે પરિવહનની સુવિધા મળી રહે તે માટે નવી 50 ઈ-બસ ખરીદવામાં આવશે. શહેરીજનોને વધારે સુવિધાઓ મળી રહે તેવુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ મહાનગર પલિકાના આ નિર્ણયને શહેરભરમાંથી આવકાર મળ્યો હતો. આ નિર્ણય લોકના હિતમાં લીધેલો હોવાથી આ નિર્ણય બીજા મહાનગરોમાં પણ લાગુ કરવામાં આવે તેવો લોકોમાંથી એક સુર ઉઠ્યો છે. તેજ રીતે રાજકોટની વાત કરીએ તો રાજકોટ મનપાએ હંમેશા રાજકોટની જનતાના લોકહિતોમાં કામ કર્યા છે અને લોકોનો વિશ્ર્વાસ અંકબંધ રાખ્યો છે. તો અમદાવાદની જેમ રાજકોટમાં પણ સારી રીતે બસ સેવા ચાલે છે

અને હજારો શહેરીજનો તેનો લાભ લે છે તો અમદાવાદ મનપાના આ નિર્ણય રાજકોટ મનપાએ પણ અમલીકરણમાં મુકવો જોઇએ જેથી શહેરના અનેક સિનિયર સીટીઝનો અને વિદ્યાર્થીઓને તેનો ફાયદો મળી રહેશે. તેમાં પણ કોરોના મહામારીમાં માતા કે પિતાની છત્રછાયા ગુમાવનારા વિદ્યાર્થીઓ પણ સિટી બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકે તેવો નિર્ણય રાજકોટ મનપા લઇ આવે તો મૃતકોને સાચી શ્રધ્ધાજંલી પણ અર્પણ કરી ગણી શકાય અને પરીવારમાંથી જે ચાલ્યા ગયા છે તે પાછા તો નથી આવવાના પણ તેના પરીવારજનોને એક મદદ મળે તે હેતું આ નિર્ણય લાવવો જોઇએ. રાજકોટ મનપાનું બજેટ હજુ આવ્યું નથી પણ આગામી દિવસોમાં આવે ત્યારે આ જોગવાઇ કરવી જોઇએ. તેવી ચર્ચાઓ શહેરીજનોમાં થઇ રહી છે.

રાજકોટ મનપા કચેરી ખાતે ગઇકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કોરોનાને કારણે હોટલ, રિસોર્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ અને જીમના પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતા એક વર્ષનો 3 કરોડનો વેરો માફ કરવામાં આવ્યો છે. 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીનો એક વર્ષના આ તમામ મિલકતધારકોના વેરામાં રાહત આપવામાં આવી છે.

Read About Weather here

જે આસામીએ વેરો ભરી દીધો હશે તેને ટેક્સ પરત કરવામાં આવશે. મનપાને રાજ્ય સરકાર દ્વારા વેરામાફીની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેજ રીતે મનપાએ સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવી લોકોના હિતમાં સિનિયર સીટીઝનસ અને કોરોના મહામારીમાં માતા કે પિતાની છત્રછાયા ગુમાવનારા વિદ્યાર્થીઓ પણ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકે તેવો નિર્ણય કરવો જોઇએ તેવી સૌ શહેરીજનો માંગણી કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here