વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢતા બ્રેન હેમરેજ

વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢતા બ્રેન હેમરેજ
વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢતા બ્રેન હેમરેજ

CCTVથી મામલો ખૂલ્યો, બાળકોને છોડીને જતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

રાંદેર પાલનપુર પાટિયા હિમગિરિ સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢી નાખ્યો હતો. તેણે 5 મિનિટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડી, કાન આમવી હવામાં ફંગોળી માર માર્યો હતો, જેને કારણે બાળક બેહોશ થઈ ગયું હતું, આથી કેરટેકરે બાળકનાં માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેન હેમરેજ થયાનું ખૂલ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરાતાં કેરટેકર મહિલા બાળક પર 5 મિનિટ સુધી અત્યાચાર કરતી હોવાના ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા હતા. બાળક રડતું હોવા છતાં કેરટેકરને જરાય દયા આવી ન હતી. આખરે મામલો રાંદેર પોલીસ સ્ટેશનમાં ગયો હતો. બાળકના પિતા મિતેશ પટેલે મોડી રાતે ફરિયાદ આપી છે, જેના આધારે કેરટેકર કોમલ રવિ ચાંદલેકર (રહે, શ્રદ્ધા દીપ સોસા, સિંગણપોર)ની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી છે. કેરટેકર તરીકે કોમલ છેલ્લા 3 મહિનાથી રાખી હતી અને તેનો 3 હજારનો પગાર હતો. 8 માસનાં બે ટ્વિન્સ બાળકો છે અને બાળકના પિતા સ્કૂલમાં શિક્ષક અને માતા આઈટીઆઈમાં ઈન્સ્ટ્રચર છે.

Read About Weather here

જ્યારે આરોપી મહિલા કોમલનો પતિ પણ સ્કૂલમાં નોકરી કરે છે.પોલીસે જણાવ્યું હતુંકે કોમલને સંતાનો નથી, ઉપરથી ઘરનું ટેન્શન હતું. જેથી તેણે બાળક પર ગુસ્સો ઠાલવી તેને પલંગમાં પછાડી, કાન આમળી તેમજ હવામાં ઉછાળી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતા ઘરેથી નોકરી પર જતાં હતાં ત્યાર પછી બાળકો ખૂબ રડતાં હોય છે એવું સ્થાનિકોએ વાલીને અગાઉ વાત પણ કરી હતી, આથી વાલીએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા, જેને કારણે કેરટેકરનો મામલો બહાર આવી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here