આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શકે છે.કોઇ સાર્વજનિક સ્થળે વાદ-વિવાદ થવાની સ્થિતિ બની શકે છે, પોતાના કામથી જ કામ રાખો. થોડો સમય આત્મ મનન અને ચિંતનમાં પણ લગાવો. ઘરના વડીલ સભ્યોના માન-સન્માન અને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો.છેલ્લાં થોડા સમયથી વ્યવસાય ક્ષેત્રમાં જે પરેશાની ચાલી રહી હતી, આજે તે નિર્વિઘ્ન દૂર થઇ જશે.પારિવારિક સભ્યોનો એકબીજા સાથે યોગ્ય તાલમેલ રહેશે.ચામડીને લગતી કોઇ એલર્જી થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

થોડા પડકાર સામે આવી શકે છે પરંતુ તમે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે તેમનો સામનો કરવામાં સમર્થ રહેશો. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે, તો આજે કોઇ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તેનો ઉકેલ આવી શકે છે.રૂપિયા-પૈસાને લગતી કોઇપણ પ્રકારની લેવડ-દેવડ ન કરો. બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિની જાણકારી મળવાથી મન નિરાશ થઇ શકે છે. સમસ્યાઓને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. ખોટા ઉપાયો કરવાની જગ્યાએ પોતાના કર્મ ઉપર વિશ્વાસ રાખો.કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ જળવાયેલો રહેશે.પતિ-પત્ની એકબીજાના સહયોગ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.ગળામાં ઇન્ફેક્શનની સમસ્યા રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

કામ વધારે હોવા છતાં તમે તમારા માટે અને પરિવાર માટે સમય કાઢી શકશો. થોડા પારિવારિક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પણ તમારો વિશેષ સહયોગ રહેશે. યુવાઓને પોતાના કરિયરને લગતી પરીક્ષાનું પોઝિટિવ પરિણામ મળી શકે છે.થોડી નવી જવાબદારી આવવાથી કામ વધી શકે છે. આ સમયે કોઇ નુકસાન થવાની જેવી સ્થિતિ પણ બની રહી છે, એટલે હિસાબ-કિતાબને લગતા કાર્યોને સાવધાનીથી કરો. વિના વાતે કોઇ સાથે વિવાદમાં ઉતરશો નહીં.રાજકીય કાર્યોમાં આવી રહેલી મુશ્કેલી દૂર થશે.વ્યવસાયિક ક્ષેત્રમાં કામ વધારે હોવાના કારણે લગ્નજીવન અને ઘર-પરિવારને વધારે સમય આપી શકશો નહીં.વધારે મહેનતની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આ સમયે ગ્રહ સ્થિતિ ઉત્તમ બની રહી છે. આર્થિક યોજનાને લગતા કોઇ લક્ષ્ય સરળતાથી ફળીભૂત થશે. ધાર્મિક સંસ્થાઓ પ્રત્યે પોતાનું નિસ્વાર્થ યોગદાન તમારી માન-પ્રતિષ્ઠાને વધારશે.કોઇપણ નકારાત્મક પરિસ્થિતિનો સામનો શાંતિથી કરો. ગુસ્સા અને આક્રોશના કારણે પરિસ્થિતિ ખરાબ થઇ શકે છે. બાળકોના એડમિશનને લગતી પરેશાનીઓ સામે લડવું પડી શકે છે.વ્યવસાયિક ક્ષેત્રમાં બધા નિર્ણય જાતે જ લેવાં.પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા પરિવારની વ્યવસ્થા યોગ્ય જાળવી રાખશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

તમારા કોઇ ખાસ હુનરને શોધવાની કોશિશ કરો. તમારી પ્રતિભા લોકો સામે પણ આવશે. ઘરમાં થોડા પરિવર્તન કે સુધારને લગતા કાર્યોની જો યોજના બની રહી છે તો સમય અનુકૂળ છે. વાસ્તુના નિયમોનું પાલન કરો.ધ્યાન રાખો કે રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ પણ સામે આવશે. આ સમેય કોઇપણ યાત્રા ટાળવાનું રાખો. યુવા વર્ગ પોતાના લક્ષ્યને આંખથી ઓઝલ થવા દે નહીં. નકારાત્મક અને ખોટી ગતિવિધિઓથી દૂર રહો.કામકાજને લઇને સમસ્યાઓ સામે આવી શકે છે.ઘરમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહી શકે છે.કોઇ વાતને લઇને માથાનો દુખાવો અને તણાવ રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુ-ગેધર રહેશે. સમય સુખમય અને મનોરંજન પૂર્ણ પસાર થશે. એકબીજાની સલાહ દ્વારા બાળકોને લગતી કોઇ સમસ્યાનું નિવારણ પણ આવી શકે છે.વિદ્યાર્થી અને યુવા વર્ગ આજકાલ પોતાના લક્ષ્ય પ્રત્યે બેદરકારી કરશે, જેના કારણે તેમના બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. ભાઇઓ સાથે ચાલી રહેલાં મતભેદ કોઇ વડીલ સભ્યની મદદથી ઉકેલાઇ શકે છે. એટલે કોશિશ કરતાં રહો.કાર્યક્ષેત્રમાં કરેલાં ફેરફારના પોઝિટિવ પરિણામ મળી શકે છે.ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પારિવારિક વાતાવરણને સુખમય જાળવી રાખશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

સમય તમારા માટે પોઝિટિવ પરિવર્તન લાવી રહ્યું છે. કોઇપણ દુવિધાની સ્થિતિમાં પરિજનોનો સહયોગ તમારા માટે મદદગાર સાબિત થશે. ચાલી રહેલી ઉથલપાથલથી પણ રાહત મળી શકે છે.ભાવનાઓમાં આવીને પોતાની કોઇ મહત્ત્વપૂર્ણ વાત કોઇ સામે જાહેર ન કરો. તેના કારણે થોડી સમસ્યાઓ આવી શકે છે. આવકના સ્ત્રોત ઓછા રહેશે. જલ્દી પરિસ્થિતિ અનુકૂળ થઇ જશે.આ સમયે તમારી ઊર્જા અને તમારા સંપર્કોને વધારે વિસ્તૃત કરવામાં લગાવો.પારિવારિક સભ્યોની વચ્ચે યોગ્ય તાલમેલ અને સહયોગ રહેશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

દિવસની શરૂઆત કાર્ય સિદ્ધિદાયક રહેશે. આજે તમને તમારા કોઇ રાજનૈતિક સંપર્ક દ્વારા ફાયદો થઇ શકે છે. તમે તમારા પરિવાર તથા વ્યવસાયિક જવાબદારીઓનું પાલન યોગ્ય રીતે કરી શકશો.કોઇ ગાઢ વ્યક્તિ સાથે કોઇ અપ્રિય ઘટના બની શકે છે. જેના કારણે મન થોડું નિરાશ રહી શકે છે. તમારા મનમાં કોઇના પ્રત્યે શંકાની ભાવના સંબંધોને ખરાબ કરી શકે છે. એટલે સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે.મીડિયા, આર્ટ, પબ્લિકેશન વગેરે જેવા કાર્યોમાં સારી સફળતા મળી શકે છે.પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.કમર અને પગમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આ સમયે અન્ય પાસે મદદની આશા રાખવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. નવા કાર્યોને યોગ્ય રીતે અંજામ આપી શકશો. કોઇ પોલિસી વગેરે મેચ્યોર થવાથી ધનને લગતા રોકાણની થોડી યોજનાઓ બનશે.આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારી ઉતાવળ અને બેદરકારીના કારણે થોડું નુકસાન પણ થઇ શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના કોઇ પ્રોજેક્ટમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. તમારા વ્યવહારમાં લચીલાપણું રાખો.સમય અનુકૂળ છે. દિવસની શરૂઆતથી જ તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોની યોજના બનાવવાનું શરૂ કરી દો. આ સમયે તમારું ધ્યાન થોડી નવી ગતિવિધિઓ પ્રત્યે પણ લગાવો.પતિ-પત્ની એકબીજા પ્રત્યે સંવદેનશીલ વ્યવહાર રાખશે.ક્યારેક થાક અને નેગેટિવિટી હાવી થવાથી મનોબળમાં ઘટાડો અનુભવ થઇ શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

સામાજિક તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. થોડો સમય શાંતિ માટે પણ એકાંત કે ધાર્મિક સ્થળે પસાર કરવો જરૂરી છે. તેનાથી તમે તમારી અંદર નવી ઊર્જાનો સંચાર અવુભવ કરી શકો છો.યુવા વર્ગ ખોટી સંગતિ અને ખોટી આદતોથી દૂર રહે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે યોગ્ય ચર્ચા-વિચારણાં કરવી જરૂરી છે. દસ્તાવેજ ઉપર વાંચ્યા વિના કોઇ કાર્યવાહી ન કરો તો સારું રહેશે.વ્યવસાયમાં વિસ્તારને લગતી યોજનાઓ સફળ રહેશે.પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ તેમના સંબંધોને વધારે મધુર બનાવશે.સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

ઘરને લગતી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની ખરીદદારીમાં સમય પસાર થશે. તમારો પોઝિટિવ તથા સહયોગી વ્યવહાર તમને સમાજ અને પરિવારમાં સન્માનિત રાખશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે વધારે મહેનત કરે, સફળતા ચોક્કસ મળી શકશે.કોઇપણ કાર્ય કરતી સમયે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. વિના કારણે અન્યના મામલે દખલ ન કરો, તેના કારણે તમારી પણ આલોચના કે નિંદા શક્ય છે. ઘરમાં કોઇ નજીકના સંબંધીના આગમનથી બધી જ દિનચર્યા અસ્ત-વ્યસ્ત થઈ શકે છે.કાર્યક્ષેત્રમાં આજે તમારી હાજરી જરૂરી રહેશે.પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.બદલાતા વાતાવરણથી સાવધાન રહો.

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આ સમેય પ્રકૃતિ તમને કોઇ શુભ સંકેત આપી રહી છે. તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઇ જવાથી માનસિક અને આત્મિક સુકૂન પણ મળી શકે છે.આર્થિક રૂપે થોડી મુંજવણ અને સમસ્યાઓ આવી શકે છે. કોઇ વ્યક્તિની નકારાત્મક ગતિવિધિ તમને ભાવનાત્મક રૂપથી નબળી કરી શકે છે. આવી પરિસ્થિતિમાં અન્ય સાથે અંતર જાળવી રાખો.કાર્યપ્રણાલીમાં પરિવર્તન લાવવું પોઝિટિવ રહેશે.દિવસભરના થાકથી રાહત મેળવવા માટે થોડો સમય પરિવાર સાથે વિતાવો.તણાવ અને નિરાશાને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here