લોધેશ્વર સોસાયટીમાં વૃધ્ધ દંપતિ પર બુટલેગરનાં પુત્રનો હુમલો

રાત્રીનાં ગાળો બોલવા મુદ્દે ટપારવા જતા વૃધ્ધ દંપતિને શખ્સે ઢીકાપાટાનો મારમારી બાઈકમાં તોડફોડ કરી: સ્થાનિક લોકોના ટોળાએ હિંમત ન દાખવતા શખ્સે પથ્થર મારો કરી વૃધ્ધ દંપતિને ખૂનની ધમકી આપી

શહેરનાં લોધેશ્વર સોસાયટીમાં બુટલેગરનાં પુત્રને ગાળો બોલવા બાબતે ટપારવા ગયેલા વૃધ્ધ દંપતિ પર શખ્સે હુમલો કરી ધમકી આપ્તા ગાડીમાં તોડફોડ કર્યા અંગેની ફરિયાદ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ લોધેશ્વર સોસાયટી શેરી.૪ માં સરકારી શૌચાલય પાસે દેશીદારૂનો ધંધો કરતા બાબુભાઈ જરીયાનો પુત્ર દિનેશ ઉર્ફે કાળુ રાત્રીનાં સમયે સોસાયટીમાં ગાળો બોલી રીતસરનો આંતક મચાવી ખેલ કરતો હોય, ત્યારે રાત્રીનાં  સમયે ગાળો બોલવા બાબતે ટપારવા ગયેલા ૭૦ વર્ષીય વૃધ્ધ નાજીસીંગ પતરીયા સમજાવટ કરવા જતા શખ્સ લાજ્યાના બદલે ગાજ્યો હતો.

લોધેશ્વર સોસાયટીમાં ટોળું એકઠું થયું હોવા છતાં વૃધ્ધ દંપતિને ઢીકાપાટાનો મારમારતા શખ્સને છોડાવવા કોઈએ હિંમત દાખવી ન હતી. અંતે પતરીયા પરિવારે પોલીસને જાણ કરી જેમ-તેમ વૃધ્ધ દંપતિને વધુ મારથી છોડાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. જે સમયે પણ ઉશ્કેરાયેલા દિનેશ ઉર્ફે કાળુએ એકટીવામાં પથ્થરનો ઘા કરી રૂ.૧૫૦૦ નું નુકશાન કર્યું હતું.

Read About Weather here

બનાવ અંગેની જાણ થતા માલવિયાનગર પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ જેસીંગભાઈ જાદવે દોડી જઈ ગુનો નોંધ્યો હતો. જો કે પોલીસના ગયા બાદ પણ દિનેશ ઉર્ફે કાળુએ ઘરે આવી ઈટ-પથ્થરો વડે પથ્થર મારો કરો નાસી છૂટ્યો હતો. જે અંગે માલવિયાનગર પોલીસે આરોપી દિનેશ ઉર્ફે કાળુ બાબુ જરીયા સામે મારામારી, ધમકી, પથ્થરમારો સહિતની કલમો હેઠળ ગુનો  નોંધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here