યુનિવર્સીટી રોડ પર સ્પામાં બઘડાટી: નશામાં ધુત યુવતિએ ગામ માથે લીધું

દારૂની મહેફીલ માણતી ત્રણ યુવતિ અને સ્પાનાં મેનેજરમાં માથાકૂટ થતા મામલો બીચકયો : યુવતિ સામે પોલીસે ગુનો નોંધ્યો

શહેરનાં હાર્ટ સમા યુનિવર્સીટી રોડ પર આવેલા જલારામ-2 માં ન્યુડે સ્પામાં દારૂની મહેફિલ માણતી ત્રણ યુવતિ અને બે શખ્સો વચ્ચે બઘડાટી બોલી હતી.

નશામાં ચુર મિઝોરમની પર પ્રાંતિત યુવતિએ ગામ આખું માથે લઇ ધમપછાડા કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.

આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ યુનિવર્સીટી રોડ યુનિવર્સીટી રોડ પર આવેલા જલારામ-૨ માં ન્યુડે સ્પા નામના મસાજ પાર્લરમાં ગઈકાલે રાત્રીનાં દારૂની મહેફીલ ચાલી રહી હતી. જેમાં માથાકૂટ થતા સ્પામાં કામ કરતો અનિરુધ્ધ સંગાર તથા મિઝોરમની મીના આદારાઈ, પરમોયા આદારાઈ તથા કવીલા લુચી સહિતનાંઓ સ્પામાં હતા ત્યારે સ્પાનો મેનેજર વિજય તથા સ્પાનો માલિક ઇમરાન સહિત અન્ય અજાણ્યા શખ્સો સ્પામાં આવ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

દારૂની મહેફીલમાં મારામારી થતા કાચની બોટલો ઉડી હતી. જેમાં એક યુવાનને શરીરે ઈજા પહોંચી હતી. જયારે અન્ય બે યુવતિ તથા ક્વીલા લુચી નામની મિઝોરમની યુવતિ નશામાં ધુત હોય ત્રણેયને સારવારમાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવનાં પગલે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા પી.આઈ. વાળા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલી કવીલા હેમલાલ લુચી નામની યુવતિએ નશામાં ચુર થઇ ગામ આખું માથે લઇ હોસ્પિટલમાં ધમાલ મચાવી હતી. બનાવ બાદ હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા કવીલા લુચીને બાંધી દેવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા પોલીસને સોંપી દેવામાં આવી હતી.

Read About Weather here

પોલીસે દારૂના નશામાં ધુત બનેલી કવીલા હેમલાલ લુચી (રહે. મૂળ મિઝોરમ) સામે દારૂ પીધેલાનો ગુનો નોંધાયો હતો. જયારે સ્પામાં કામ કરતી અન્ય બે યુવતિ નશો કરેલી હાલતમાં ન હોવાથી પોલીસે બે ની સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. ત્યારે ઈજા પામનાર યુવકે પોલીસને પડી ગયો હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here