વૃક્ષના પાંદડા તોડતા વૃદ્ધનો પગ લપસી જતા કૂવામાં ખાબકતા મોત

વૃક્ષના પાંદડા તોડતા વૃદ્ધનો પગ લપસી જતા કૂવામાં ખાબકતા મોત
વૃક્ષના પાંદડા તોડતા વૃદ્ધનો પગ લપસી જતા કૂવામાં ખાબકતા મોત

ઘેટાં બકરા પાંદડા ખવડાવવા ઝાડ પર ચડ્યા’તા ;ફાયરબ્રિગેડની ટીમ રાત્રીના કુવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો

મહિકા ગામ પાસે કુવામાંથી વૃધ્ધની લાશ મળી આવી હતી. ગઇકાલે રાત્રીના સમયે રાજકોટ ફાયરબ્રિગેડને મળેલ કોલના આધારે ફાયરબ્રિગેડની ટીમ મહિકા ગામ ખાતે પહોંચી વાળીમાં રહેલા કુવામાંથી એક કલાકની જહેમત બાદ વૃધ્ધની લાશ બહાર કાઢવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જે બાદ આજી ડેમ પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મૃતદેહ મહિકા ગામના જ બાબર વૃદ્ધ હોવાનું ખુલ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કોઠારીયા નજીક આવેલ મહિકા ગામ ખાતે સવજીભાઇ ગજેરાની વાળી પાસે કુવામાં એક વૃધ્ધ ની લાશ પડી હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી.

વૃક્ષના પાંદડા તોડતા વૃદ્ધનો પગ લપસી જતા કૂવામાં ખાબકતા મોત પાંદડા

જે બાદ ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચી એક કલાક જહેમત બાદ મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો. જેની તપાસ કરતા મૃતદેહ મહિકા ગામના જ ગોવિંદભાઇ મોહનભાઇ ભટ્ટી (ઉ.વ.75) ની હોવાનું સામે આવ્યું હતું.

Read About Weather here

મૃતદેહને કુવામાંથી બહાર કાઢી આજી ડેમ પોલીસને જાણ કરતા એ.એસ.આઈ વી.બી.સુખાનદીએ મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.પોલીસ તપાસમાં બાબર વૃદ્ધ કુવાની પારી પર ચડી ઘેટાં બકરા માટે પાંદડા તોડતા હતા.તે દરમિયાન અકસ્માતે પગ લપસ્તા કૂવામાં પડતા મોત નીપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here