વડિયામાં ગટરનાં પ્રશ્ર્ને મહિલાઓનો હોબાળો

વડિયામાં ગટરનાં પ્રશ્ર્ને મહિલાઓનો હોબાળો
વડિયામાં ગટરનાં પ્રશ્ર્ને મહિલાઓનો હોબાળો

ચૂંટાયેલા સભ્યોએ કામ તો કરવું જ પડશે નહીંતર વિરોધનો સામનો કરવો પડશે

ગ્રામપંચાયતની ચૂંટણીના પડઘમ હજુ માંડ શાંત થયા છે અને હજુ મોટાભાગની ગ્રામપંચાયતના નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હજુ કમુરતાના કારણે ચાર્જ સંભાળ્યો નથી. વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં આવેલી ગટરના પાણી ઉભરાઈને શેરીઓમાં આવતા સ્થાનિક મહિલાઓએ હોબાળો મચાવતા સ્થાનિક વોર્ડ -6માં ચૂંટાયેલા નવ નિયુક્ત યુવા સભ્ય જુનેદ ડોડીયા સ્થળ પર દોડી જઈને તે મહિલાઓના પ્રશ્ર્નને સાંભળીને તેનો નિકાલ કરવા સાંબધિત કામ કરતા લોકોને જાણ કરી ગટર સાફ કરવાની કામગીરી શરૂ કરવા જણાવ્યું હતુ.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહિ જો લોકોના પ્રશ્ર્નો અને પાયાની સુવિધાઓ બાબતે અવગણના થશે તો લોકો હલ્લા બોલ અને હોબાળો કરતા શીખ્યા હોય તેવા દ્રશ્યો સામે જોવા મળ્યા છે. લોકો મતના બદલામાં પાયાની સુવિધાઓ માંગતા જોવા મળી રહ્યા છે. જે હાલ વડિયાના કૃષ્ણપરાની મહિલાઓમાં જોવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here