લોકોમાં પોલીસનો વિશ્ર્વાસ વધુ દ્રઢ બને તેવી કામગીરી કરતા રહેશું: જાડેજા

લોકોમાં પોલીસનો વિશ્ર્વાસ વધુ દ્રઢ બને તેવી કામગીરી કરતા રહેશું: જાડેજા
લોકોમાં પોલીસનો વિશ્ર્વાસ વધુ દ્રઢ બને તેવી કામગીરી કરતા રહેશું: જાડેજા
શહેરમાં પોલીસ સામે આક્ષેપો થયા બાદ પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા હતા. તોંડકાંડના આક્ષેપ બાદ ફરી ક્રાઇમ બ્રાન્ચની કામગીરી સારી બનાવવા માટે પીઆઇ તરીકે જે.વી.ધોળાની નિમણૂંક કરવામાં આવી હતી. તેને ક્રાઇમ બ્રાન્ચની છબી સુધારવા માટે અનેક પ્રયત્નો હાથ ધર્યા હતા. બાદમાં સૌ પ્રથમ રાજકોટ પોલીસમાં ડીસીબી ક્રાઇમની પોસ્ટ ઉભી કરીને પાર્થરાજસિંહ ગોહીલની નીમણું કરાઇ હતી. ત્યારે તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચની કામગીરી વધુ સારી રીતે થઇ શકે અને નવી ઓળખ ઉભી કરી શકાય તે માટે બીજા પીઆઇ તરીકે વાય.બી.જાડેજાની નીમણુંક કરાઇ છે. તેઓ 2008ના વર્ષમાં ભરતી થયા છે. પહેલુ પોસ્ટીંગ મહેસાણા, બાદમાં રાજકોટ ગ્રામ્ય, પાટણ, વડોદરા સીટી, અમદાવાદમાં કામગીરી કરેલ છે. તેને એસઓજીમાં પીએસઆઇ તરીકેની પણ કામગીરી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

વાય.બી.જાડેજા મહેશાણા સહિતની જગ્યાઓએ તેમના કાર્યકાળ દરમ્યાન લુંટ, પ્રોહીના ગુન્હાઓને ડામવામાં ખરા ઉતર્યા હતા.વાય.બી.જાડેજાનાં પૂર્વ કાર્યકાળ દરમ્યાન અમદાવાદમાં ઝડપાયેલા કોલ સેન્ટરનાં પ્રકરણમાં રૂ.65 લાખનાં તોડકાંડનો આક્ષેપ થયો હતો. ઉપરાંત પોપ્યુલ બિલ્ડર કેસમાં પણ પીઆઈ જાડેજા સામે આરોપીને સવલતો આપવાનો આક્ષેપ થતા તેને સસ્પેન્ડ કરી ખાતાકીય ઇન્ક્વાયરીનાં આદેશો છૂટ્યા હતા. જાડેજાએ આ બે ઇન્ક્વાયરી સામે પણ ક્લીનચીટ મેળવીને નિર્દોષ સાબિત થયા છે અને કહેવાય છે કે, કોઈપણ વ્યક્તિ સામે થયેલા આક્ષેપો સાબિત થતા નથી. ત્યારે તેને ફરીથી કામ કરવાની તક આપવી જોઈએ. તે રીતે વાય.બી.જાડેજાને ફરીથી તક આપીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં નિમણૂંક આપવામાં આવી છે અને કામગીરી નીખરી ઉઠશે તેવો સૌ કોઈને વિશ્ર્વાસ છે.તેવા કેસોની વાત કરીએ તો જાડેજાએ પાટણ જીલ્લાનાં ચકચારી ડો.ધનંજય પ્રજાપતિ અણહરણ કેસમાં અપહરણનાં 12 કલાકમાં જ ડોકટરને હેમખેમ અપહરણકર્તાઓ પાસેથી છોડાવેલા હતા. બીજા બનાવમાં પાટણ જીલ્લાનાં સિધ્ધપુરમાં થયેલા વિદ્યાર્થીના અપહરણ અને મર્ડર કરી જંગલમાં દાટી દીધેલ તે ગુન્હાનો ભેદ 24 કલાકમાં ઉકેલાયો હતો. આ ઉપરાંત સિધ્ધપુર-પાલનપુર હાઇ-વે પર રોજ બરોજ બનતા લુંટના બનાવો કરતી ડફેર ટોળકીનાં લુંટારૂઓને પકડી પાડીને અંત લાવેલા હતા.

Read About Weather here

ક્રાઇમ બ્રાન્ચમાં પીઆઇ તરીકે નીમણુંક થયા બાદ તેઓએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં શહેરભરમાં તમામ ગુનેગારોમાં પોલીસનો ભય વધે અને પ્રજામાં પોલીસ પ્રત્યે વિશ્ર્વાસ વધે તે રીતે કામગીરી કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચના તમામ સ્ટાફને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે.મિલકત સંબધી ગુન્હાઓ, દારૂ-જુગાર જેવી પ્રવૃતિઓને ડામી દેવા કામગીરી કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here