વેસ્ટ પેજમાંથી દશ હજાર ચોપડાનું નિર્માણ

વેસ્ટ પેજમાંથી દશ હજાર ચોપડાનું નિર્માણ
વેસ્ટ પેજમાંથી દશ હજાર ચોપડાનું નિર્માણ
‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની મુલાકાતે પધારેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજકોટ મહાનગર મંત્રી જય મહેતા, યશભાઈ ત્રિવેદી અને અજયભાઈ પ્રજાપતીએ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી. જણાવ્યું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્થાપના વર્ષ 1949 થી વિદ્યાર્થીના પ્રશ્ર્નોને વાચા આપવાની સાથે હર હમેશા સમાજ અને પર્યાવરણ વિશે પણ ચિંતિત થઈ કાર્ય કરતુ આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર દ્વારા આ વર્ષે સંવેદન પ્રકલ્પ અંતર્ગત વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ જે ચોપડાઓનો ઉપયોગ કરે છે. તેમા ઘણી વખત કેટલાક કોરા પેજ છૂંટી જતા હોય છે. જેનો કોઈ ઉપયોગ થતો નથી તેવા કોરા પેજનું ડોર ટુ ડોર તેમજ રાજકોટની મોટાભાગની સ્કૂલો-કોલેજો પર જઈને એકત્રિકરણ કરવામાં આવી રહ્યું છે.
આ એકત્રિકરણ થયેલા પેજનો ફરીથી ઉપયોગ થઈ શકે અને વેસ્ટમાંથી બેસ્ટ બની શકે તે હેતુસર આ પેજનું રીબાઈન્ડીગ કરીને નવા ચોપડાનું નિર્માણ કરવામાં આવશે અને આ ચોપડાઓને રાજકોટના જરૂરીયાતમંદ બાળકો તેમજ જરૂરીયાત મુજબની સરકારી સ્કૂલોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

Read About Weather here

આ કાર્યક્રમનો શરૂઆત ગોકુલધામ સોસાયટીઓ શરૂઆત કરવામાં આવી. પહેલા દિવસે જ 1137 ઘરનો સંપર્ક કરવામાં આવ્યો. જેમાં 42 કાર્યકર્તાઓ સહભાગી થયા તેમજ સમગ્ર અભિયાનમાં 180 જેટલા કાર્યકર્તા જોડાવાના છે.આ અભિયાન અંતર્ગત કોરા પેજ આપવા માટે નંબર 96672 43260 તથા 7777924999 પર સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે 90165501100 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here