લાખો રૂપિયા ખર્ચે બનેલ રોડ પાણીમાં ધોવાઈ ગયો!

લાખો રૂપિયા ખર્ચે બનેલ રોડ પાણીમાં ધોવાઈ ગયો!
લાખો રૂપિયા ખર્ચે બનેલ રોડ પાણીમાં ધોવાઈ ગયો!

ઉપલેટાથી જામજોધપુર તાલુકામાં પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાનું સુપ્રસિદ્ધ મંદિર ઉમિયાધામ જવા માટેનો એકમાત્ર ડાયવર્ઝન ગત પડેલા ભારે વરસાદને કારણે ધોવાઈ ગયેલ છે જેમાં હજુ ત્રણ માસ પહેલા જ બનેલા આ ડાઈવર્ઝનથી વાહન ચાલકો તેમજ માં ઉમિયાના દર્શને આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે ભારે રાહત મળી હતી

પરંતુ લાખો રૂપિયાના ખર્ચ એ બનાવેલ રોડ ધોવાઇ જતા લોકોમાં પણ તંત્ર પ્રત્યે અનેકો સવાલો ઉઠી રહ્યા છે. ગત વર્ષ રાજાશાહી વખતનો મુખ્ય પુલ ડેમેજ થઇ જતા તાત્કાલિક અવર-જ્વર પર પ્રતિબંધ મુકવામાં આવેલ હતો જેથી વાહન ચાલકોને સીદસર જવા માટે પાનેલીથી 35 કિલોમીટર જેટલું અંતર કાપી ફરી ફરીને જવુ પડતું હતું ત્યારે લોકોની ભારે હાલાકીને ધ્યાનમાં લઇ ડાયવર્ઝન બનાવવામાં આવેલ હતો

Subscribe Saurashtra Kranti here

પરંતુ માત્ર ત્રણ માસમાં અંદાજીત 75 થી 80 લાખના ખર્ચ એ બનેલ ડાયવર્ઝનનું ધાબાઈ નમ: થઇ જતા ફરીથી વાહન ચાલકો માટે મુસીબત ઉભી થવા પામી છે. આ રસ્તો સીદસર જવા માટે કે જામજોધપુર જવા માટે વાયા ધ્રાફા સિંગલ પટ્ટી રોડ ઉપર થઈને જવુ પડશે જે રસ્તો ભારે વાહનો માટે બિલકુલ ચાલે તેમ ના હોવાથી મોટીપાનેલીથી વલાસણ સુધી તો સિંગલ રોડ છે ત્યારે અકસ્માતનો પણ પૂરો ભય દેખાઈ રહ્યો છે

Read About Weather here

ઉપરાંત સિંગલ પટ્ટી રોડની સાઈડો પણ માટીથી ભરેલ ના હોવાથી જયારે સામ-સામે બે મોટા વાહનો આવીજતા ગત વર્ષ અનેક વખત વાહનો રોડની નીચે ખાઈમાં ઉતરી જવાનાં બનાવ બન્યા હતા ત્યારે એવો જ ખતરો આ વખતે પણ મંડરાઈ રહ્યો છે જેથી તાત્કાલિક ધોરણે સિંગલ પટ્ટી રોડની સાઈડો બુરવામા આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here