લગ્ન કરવાની લાલચ આપી ત્યકતાને શખ્સે ગર્ભવતી બનાવી

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

રૈયાધારમાં આવેલા રાણીમાં રૂડીમાં ચોક પાસે રહેતી મહિલાએ દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાવતા પોલીસે સાવરકુંડલાનાં શખ્સની શોધખોળ આદરી

શહેરનાં રૈયાધાર મફતિયા પરામાં આવેલા રાણીમાં રૂડીમાં ચોક પાસે રહેતી મહિલા ત્યકતાને સાવરકુંડલાનાં શખ્સે લાલચ લગ્નની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દઈ લગ્ન કરવાનો ઇન્કાર કરી સાવરકુંડલા નાસી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ મૂળ પ્રભાસ પાટણની વતની અને છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં રૈયાધાર મફતિયા પરામાં રાણીમાં રૂડીમાં ચોક પાસે રહેતી 27 વર્ષીય મહિલા ત્યકતએ ગાંધીગ્રામ-2 (યુર્ની) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન અગાઉ માંગરોળમાં રહેતા તેની જ્ઞાતિનાં યુવાન સાથે લગ્ન થયા હતા.  કોઈ કારણોસર ઘર સંસાર બરોબર નહીં ચાલતા બે વર્ષ પહેલા તેણીનાં છૂટાછેડા થયા હતા.

ત્યારબાદ સ્થળે એકલી રહેવા આવી ગઈ હતી અને છૂટક મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી તે દરમ્યાન સાધુવાસવાણી રોડ પર આર.એમ.સી નાં બગીચા પાસે આવેલા બંગલામાં વૃધ્ધાની દેખરેખ રાખવાની નોકરી કરવા જતી હતી. તે દરમ્યાન આ બંગલામાં માલિકનાં પિતા વૃધ્ધની દેખરેખ રાખતો અને મૂળ સાવરકુંડલાનો વતની સંજય ઉર્ફે બીપીન નાનજી ધમલ નામના શખ્સ સાથે પરિચય થયો હતો.

બંને એક જ બંગલામાં વૃધ્ધ દંપતીની દેખરેખ રાખતા હોય જેથી સાથે રહેતા હોવાથી બેન વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. તે દરમ્યાન સંજયએ તેણીને લગ્ન કરવાનું વચન આપી અન્ય એક જગ્યાએ ભાડે મકાન રાખી સાથે પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા હતા. બાદમાં પગાર ઓછો હોય મકાનનું ભાડું પોસાતું ન હોય જેથી સંજય રૈયાધાર પાસે આવેલી ઓરડીમાં મહિલા સાથે રહેતો હતો અને બંને વચ્ચે વારંવાર શરીર સંબંધ બાંધતા મહિલા ત્યકત ગર્ભવતી બની ગઈ હતી. 

Read About Weather here

મહિલા ત્યકત સંજયનાં બાળકની માતા બનવાની હોય જેથી તેણીએ લગ્ન કરવાનું કહેતા સંજયે હાલ આપણી પાસે રૂપિયા નથી થોડા રૂપિયા કમાઈને પછી લગ્ન કરી લેશું તેમ કહીં થોડા દિવસ પહેલા તે કામ બાબતે બે દિવસ માટે સાવરકુંડલા જાવ છું તેમ કહીં સંજય સાવરકુંડલા જતો રહ્યો હતો.  ત્યાંથી ફોન પર ધમકી આપી લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા મહિલાએ યુનીવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.આઈ એ.એસ.ચાવડા સહિતનાં સ્ટાફે મહિલાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here