લગ્નમાં નાચતાં નાચતાં મોત…!

લગ્નમાં નાચતાં નાચતાં મોત…!
લગ્નમાં નાચતાં નાચતાં મોત…!
ગામમાં શંભુ ગુર્જરના 7 ડિસેમ્બરે અને તેની બંને બહેનો- ગણેશી અને શ્યામુ ગુર્જરનાં 11 ડિસેમ્બરે લગ્ન હતાં. બેન્ડ-બાજા સાથે અડોશપડોશના લોકો પણ ડાન્સ કરતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

વરરાજા અને દુલ્હનનો મોટો ભાઈ 27 વર્ષનો નારાયણલાલ ગુર્જર પણ વરઘોડામાં નાચતો હતો. રાજસ્થાનના રાજસમંદમાં એક લગ્નમાં વરઘોડામાં નાચતાં નાચતાં એક યુવકનું મોત થઈ ગયું છે.

યુવકના ભાઈના 7 ડિસેમ્બરે અને બે બહેનનાં 11 ડિસેમ્બરે લગ્ન હતાં. આ પહેલાં રવિવારે રાતે ગામમાં વરઘોડો કાઢ્યો હતો. આ દરમિયાન અચાનક મોટો ભાઈ પડી ગયો અને તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.કરતવાસ ગામમાં થયેલા એક વરઘોડાનો એક વીડિયો સામે આવ્યો છે.

રાતે 9 વાગે વરઘોડા પરત ફરી રહ્યો હતો અને તે ઘરેથી માત્ર 300 મીટરના અંતરે જ હતો ત્યારે અચાનક જ નારાયણલાલ ડાન્સ કરતાં કરતાં પડી ગયો અને ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું હતું. તેને તરત ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ એનો કોઈ ફાયદો ના થયો.

નારાયણ લાલને 4 વર્ષની છોકરી અને 7 મહિનાનો છોકરો છે. ઘટના પછી પત્ની અને માતાની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. નારાયણ લાલ 10 વર્ષથી ગુજરાતમાં કામ કરે છે.

રાજસ્થાનના સિનિયર ડોક્ટર એચસી સોનીએ જણાવ્યું હતું કે લગ્નોમાં સતત ડાન્સ કરવાને કારણે હાર્ટ બીટ વધી જાય છે અને હાર્ટ-અટેક આવવાની શક્યતા વધી જાય છે.

Read About Weather here

યુવક નાચતાં નાચતાં નીચે પડી ગયો, તેથી લાગે છે કે તેને સાઈલન્ટ અટેક આવ્યો હશે. પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી નથી. નારાયણ લાલના મોતથી ઘરમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. સોમવારે તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here