રેલવે સ્ટાફની દિલેરી

રેલવે સ્ટાફની દિલેરી
રેલવે સ્ટાફની દિલેરી
રેલ મંત્રાલયે ગુરુવારે રેલવે સ્ટાફની દિલેરીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં રેલવે સ્ટાફ સમજી વિચારીને અને બહાદુરીનો પરિચય આપતા એક વ્યક્તિનો જીવ બચાવતો જોવા મળે છે. રેલવે સ્ટાફ સતીશ કુમાર સ્ટેશન પર આવતી માલગાડીને લીલી ઝંડી દેખાડવા માટે પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. આ દરમિયાન પાટા પર એક વ્યક્તિ પડી ગયેલી જોઈ. સતીશે કંઈ ન વિચાર્યું અને ઝડપથી દોડીને લગભગ 50 મીટર દૂર ટ્રેક પર પડેલા માણસને બચાવવા માટે પ્લેટફોર્મ પરથી નીચે ઉતરી ગયા. આ દરમિયાન તેમને સામેથી આવતી ટ્રેનની પણ ચિંતા ન કરી.

Visit Saurashtra Kranti Homepage here

તેમને વ્યક્તિને ટ્રેક પરથી હટાવીને સાઈડ કરી દીધો. આ ઘટનાને થોડી જ ક્ષણમાં એક માલગાડી ટ્રેક પરથી પસાર થઈ હતી.જો સતીશે થોડી સેકન્ડ પણ મોડું કર્યું હોત તો તે વ્યક્તિનો જીવ જઈ શક્યો હોત. તે વ્યક્તિ ટ્રેક પર જાણીજોઈને કૂદી ગયો હતો કે પડી ગયો હતો તે અંગે કોઈ માહિતી સામે નથી આવી. રેલ મંત્રાલયે ‘સેવા, સુરક્ષા અને સહયોગ’ કેપ્શનની સાથે આ વીડિયો ટ્વીટ કરીને સતીશની બહાદુરીની પ્રશંસા કરી છે.રેલવેએ કહ્યું કે તેમને સતીશ પર ગર્વ છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને શેર કરી રહ્યાં છે અને સતીશની પ્રશંસા કરી રહ્યાં છે.

3 મહિના પહેલા ટ્રેનની આગળ કૂદીને સુસાઈડ કરવા જઈ રહેલા યુવકને GRPએ યોગ્ય સમયે બચાવી લીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક એક્સપ્રેસ ટ્રેનની સામે કૂદી પડે છે. ત્યારે ત્યાં ઊભેલા એક પોલીસ કર્મચારીની નજર તે યુવક પર પડે છે. માત્ર 3 સેકન્ડની અંદર પોલીસ કર્મચારી કૂદીને ટ્રેક પર પહોંચે છે અને ટ્રેન આવે તે પહેલા યુવકને ધક્કો મારીને પાટા પરથી હટાવી દે છે. યુવકનો જીવ બચી જાય છે, પરંતુ ત્યાં ઊભેલા દરેક લોકો આ દુર્ઘટનાને જોઈને અચંબામાં પડી જાય છે.

Read About Weather here

આ મામલો મુંબઈ નજીક થાણેનો હતો. જ્યાં એક યુવકે જીવ આપવા માટે ટ્રેન સામે છલાંગ લગાવી. જો કે એક એલર્ટ પોલીસ કર્મચારીએ યોગ્ય સમયે તેને જોઈ લીધો અને ભારે બહાદુરી તેમજ ચપળતાથી પાટા પર કૂદી પોતાના જીવની પણ ચિંતા વગર આત્મહત્યા કરવા જતા યુવકને બચાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here