કરોડોની કાર ગિફ્ટમાં મળી

કરોડોની કાર ગિફ્ટમાં મળી
કરોડોની કાર ગિફ્ટમાં મળી
કાર્તિક આર્યન ભારતની પહેલી GT કારનો માલિક બન્યો છે. મેકલારેને પહેલી કારની ડિલિવરી કરી છે. ‘ભૂલ ભુલૈયા 2’ સફળ જતાં જ પ્રોડ્યૂસર ભૂષણ કુમારે એક્ટર કાર્તિક આર્યનને મોંઘીદાટ સ્પોર્ટ્સ કાર ગિફ્ટમાં આપી છે.  આ કારની કિંમત અંદાજે 3.72 કરોડ રૂપિયા છે. ‘ભૂલ ભુલૈયા 2’એ બોક્સ ઓફિસ પર 184.32 કરોડની કમાણી કરી લીધી છે.મેકલારેન GT ઓરેન્જ રંગની છે.

Visit Saurashtra Kranti Homepage here

ભૂષણ કુમાર તથા કાર્તિક આર્યને સાથે કારની ડિલિવરી લીધી હતી. કાર્તિક આર્યને સો.મીડિયામાં તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ચાઇનીઝ ખાવા માટે નવું ટેબલ ગિફ્ટમાં મળ્યું છે. મહેનતનું ફળ મીઠું હોય છે તે સાંભળ્યું હતું, પરંતુ આટલું મોટું હોય છે તે ખ્યાલ નહોતો. સર, હવે પ્રાઇવેટ જેટ ગિફ્ટમાં આપજો.’2018માં ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ને ભૂષણ કુમારે પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ રોલમાં હતો.

Read About Weather here

ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. હવે બંનેએ ‘ભૂલ ભુલૈયા 2’માં કામ કર્યું છે. મેકલારેન ઉપરાંત આર્યન પાસે BMW 5 સિરીઝ, મીની કૂપર, પોર્શે, લેમ્બોર્ગિની છે. કાર્તિકે ગયા વર્ષે જ લેમ્બોર્ગિની કાર સાડા ચાર કરોડમાં ખરીદી હતી. હવે આ બંને ‘શેહઝાદા’માં કામ કરી રહ્યા છે. જોકે, માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ ભૂષણ કુમાર એક્ટર કાર્તિક આર્યનને લઈને નવા પ્રોજેક્ટની જાહેરાત કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here