રિયા ચક્રવર્તીને કોર્ટની મંજૂરી મળી છતાં આઈફા એવોર્ડમાં નહીં જાય

રિયા ચક્રવર્તીને કોર્ટની મંજૂરી મળી છતાં આઈફા એવોર્ડમાં નહીં જાય
રિયા ચક્રવર્તીને કોર્ટની મંજૂરી મળી છતાં આઈફા એવોર્ડમાં નહીં જાય
રિયા વતી તેના ધારાશાસ્ત્રીએ એનડીપીએસ કોર્ટને જણાવ્યું હતું કે રિયાએ વિદેશ જવા માટે કોર્ટની મંજૂરીની માગણી કરી ત્યારે તેને ખબર ન હતી કે તેની સામે કોઈ એજન્સીએ લૂક આઉટ નોટિસ પણ જારી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

રિયા ચક્રવર્તીને કોર્ટની મંજૂરી મળી છતાં આઈફા એવોર્ડમાં નહીં જાય ચક્રવર્તી

હવે આ જાણ થતાં રિયાએ વિદેશ જવાનું મુલત્વી રાખ્યું છે. સુશાંત રાજપુતના મોત પછી બહાર આવેલા બોલિવુડ ડ્રગ કેસમાં આરોપી રિયા ચક્રવર્તીને આઈફા એવોર્ડમાં ભાગ લેવા અબુધાબી જવા માટે કોર્ટની મંજૂરી મળી હોવા છતાં તેણે હવે  માંડી વાળ્યું છે. તે વખતે રિયાએ એમ કહ્યું હતું કે પોતાને આ ઇવેન્ટમાં સક્રિય ભૂમિકા ભજવવાની છે અને તેનો પરિવાર આર્થિક રીતે તેના પર આધારિત હોવાથી આ ઇવેન્ટમાં જવું વ્યવસાયિક રીતે તેના માટે જરુરી છે. રિયાની પહેલાં જેક્વેલિન ફર્નાન્ડિઝે પણ અબુધાબી જવા દિલ્હીની કોર્ટની પરવાનગી મેળવી હતી. જેક્વેલિન ઓલરેડી અબુધાબી પહોંચી ગઈ છે. 

Read About Weather here

રિયાએ આ અંગે એનડીપીએસ કોર્ટને જાણ કરી છે. વકીલે  કહ્યું હતું કે હવે રિયા વિદેશ નહીં જવાની હોવાથી તેનો પાસપોર્ટ પાછો મેળવવાની કોઈ જરુર નથી. એનડીપીએસ કોર્ટે આ રજૂઆતની નોંધ લઈ એનસીબીને આનુષંગિક કાર્યવાહી માટે જણાવ્યું હતું. આ અગાઉ કોર્ટે રિયાને અબુધાબીની ભારતીય એમ્બેસીમાં રોજ હાજરી પુરાવવાની શરતે વિદેશ જવા મંજૂરી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here