વીજચોરી સામે મોટાપાયે દરોડા

વીજચોરી સામે મોટાપાયે દરોડા
વીજચોરી સામે મોટાપાયે દરોડા
રાજકોટ શહેરમાં બે દિવસ દરમિયાન 60 લાખથી વધુની વીજચોરી પકડી પાડવામાં આવ્યા બાદ વીજ ચેકીંગ કાફલો આજે શહેરની આસપાસના વિસ્તારોમાં ત્રાટક્યો હતો. વીજચોરી સામે સૌરાષ્ટ્રવ્યાપી દરોડા ઓપરેશન જારી રાખવામાં આવ્યું હોય તેમ આજે સુરેન્દ્રનગર, કચ્છ અને રાજકોટ જિલ્લામાં વીજતંત્રની ચેકીંગ ટીમો ત્રાટકી હતી અને સવારથી મોટાપાયે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ સિટી ડીવીઝન-3 હેઠળ આવતા માધાપરના ગોપાલ રેસીડેન્સી, શક્તિ સોસાયટી, રોયલ રેસીડેન્સી, રાધા મિરા સોસાયટી ઉપરાંત વાવડી હેઠળના રિધ્ધિ સિધ્ધિ સોસાયટી, ગોંડલ ચોકડી પાસેના વિસ્તારો તથા ખોખડદળના સંતોષ પાર્ક, સોમનાથ સોસાયટી, રામ રણુજા સોસાયટી, ઋષીપ્રસાદ સોસાયટી, કૈલાસપાર્ક તેમજ રૈયા રોડ પર આવેલા આરએમસી આવાસ, રાધિકા પાર્ક, સતાધાર પાર્ક વગેરે વિસ્તારોમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ચાર સબ ડીવીઝન હેઠળ આઠ ફીડર વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 43 ચેકીંગ સ્કવોડને મેદાનમાં ઉતારવામાં આવી હતી.

Read About Weather here

સંખ્યાબંધ વીજ જોડાણમાંથી ડાયરેક્ટ કનેકશન મળી આવ્યા હતા. રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર સર્કલના લીંબડી ડીવીઝનમાં પણ વીજચોરી સામે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લીંબડી, ચુડા, પાણશીણા તથા સાયલામાં વીજતંત્રની 30 ટુકડીઓ ત્રાટકી હતી અને 14 ગામોમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સિવાય અંજાર સર્કલના ભચાઉ ડીવીઝન હેઠળ ભચાઉ તથા રાપરમાં પણ વીજતંત્રની 27 ટુકડીઓ દ્વારા દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત અન્ય અનેક પ્રકારની ગેરરીતિ પકડાઈ હતી. લાખો રુપિયાની વીજચોરી પકડાયાના નિર્દેશો સાંપડ્યા છે. રાજકોટમાં 3 જ દિવસમાં એકાદ કરોડની વીજચોરી પકડાયાનું જણાવવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here