રાત્રી કફર્યુના કારણે બજારોમાં ભીડ ઉમટી, વેપારીઓ પર કેસ નોંધાતા

રાત્રી કફર્યુ
રાત્રી કફર્યુ

ચેમ્બર ઓફ કોમર્સ લાલઘુમ

અસહ્ય તાપના કારણે લોકો સાંજે ખરીદી કરવા ઉમટે છે, પોલીસે દુકાને આવી ધોકા પછાડયા ? કોરોના મહામારી – રાત્રી કફર્યુ અને મંદી વચ્ચે વેપાર કેમ કરવો ; ચેમ્બર ઓફ કોમર્સ

Subscribe Saurashtra Kranti here

શહેરમાં રાત્રી કફર્યુનો ટાઈમ ઘટાડીને રાત્રે 8 વાગ્યાનો કરી દેવાયાન પ્રથમ દિવસે જ 8 વાગ્યા પછી પોલીસે નિયમોની અમલવારી કરાવવા માટે નીકળી ગઈ હતી.બજારમાં નાના મોટા અનેક વેપારી સાથે જીભાજોડી કરી હતી.તો બીજી બાજુ પોલીસે આકરું વલણ દાખવી પ્રથમ દિવસે જ જુદી જુદી બજારોમાં 46 વેપારી પાસે કફર્યુુ ભંગના ગુના દાખલ કરી દેતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ ,ઉપ પ્રમુખ , સેકેટરી સહિતના વેપારી મંડળમાં રોષ ભંભૂકી ઉઠ્યો છે.

આજે સાંજ સુધીમાં વહીવટી તંત્ર સાથે ચેમ્બર ઓફ કોમર્સના પાંચ સભ્યો બેઠક યોજીને નિર્ણય લેશે, સરકારના રાત્રી કફર્યુુના કારણે જ બજારમાં ખરીદી માટે ભીડ ઉમટતી હોવાનું અને ખોટો રીતે વેપારી પર કેસ દાખલ કરી હેરાન ગતિ કરવામાં આવતું હોવાનું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું છે.

રાજ્યમાં એક બાજુ હાઇકોર્ટ લોકડાઉનની ભલામણ કરી રહ્યું છે, તો બીજી બાજુ 20 શહેરમાં રાત્રી કફર્યુનો સરકારે નિર્ણય કરતા વેપારી વર્ગમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.એક બાજુ ધંધા રોજગાર સાવ ઠપ્પ થઈ ગયા બાદ રાત્રી કફર્યુનો સમય રાત્રીના આઠ વાગ્યાનો કરી નાખતા 80 જેટલા વેપારી સંગઠનોએ એકઠા થઇ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નેજ હેઠળ ફરી આજે વહીવટી તંત્ર સાથે બેઠક યોજીયા બાદ રાજ્ય સરકારને પાંચ દિવસ રાત્રી કફર્યુ હટાવવા અને શનિ – રવિ સંપૂર્ણ લોકડાઉન રાખવા માંગણી કરશે.

જો ચોક્કસ સમયમાં માંગ નહિ સ્વીકારાય તો ચેમ્બર ઓફ કોમર્સ સરકારને અલ્ટીમેટમ આપશે, નહિતર છેલ્લે વિકલ્પ તરીકે દુકાનો ખોલી નાખશે.રાજકોટમાં 9 વાગ્યાના કર્ફ્યુ સામે પણ વ્યાપક વિરોધ છતાં સરકારે વિરોધ કચડીને ઉલ્ટુ રાત્રિના 8 વાગ્યાથી અને તે રાજકોટ ઉપરાંત મોરબી,જામનગર સહિત 20 શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદતા તેની અસર દિવસના થતી ભીડ પર જોવા મળી છે.

રાજકોટમાં વહેલી રાત્રિના કર્ફ્યુના કારણે લોકો ખરીદી,અન્ય કામો માટે દિવસે ચિક્કાર સંખ્યામાં ઉમટતા હોય દિવસે ઠેરઠેર ભીડના દ્રશ્યો જોવા મળે છે જે મહામારીને બ્રેક મારવાને બદલે ઉલ્ટુ મોકળુ મેદાન આપે તેવી ભીતિ સર્જાઈ છે.કર્ફ્યુ રાત્રિના 8 વાગ્યાનો છે પણ અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં વેપારીઓના નિવાસસ્થાનો દુકાનથી ઘણા દૂર આવેલા હોય છે અને રસ્તામાં સાંજે 7-30થી 8 દરમિયાન ભારે ચિક્કાર ટ્રાફિક રહેતો હોય છે જેના કારણે વેપારીઓએ દુકાનો 7 કે 7.30 વાગ્યે જ બંધ કરી દેવી પડી છે.

બીજી તરફ હાલ અમદાવાદ,રાજકોટ સહિત તમામ શહેરોમાં તીવ્ર તાપ વરસી રહ્યો છે, આ કારણે દિવસના ખાસ કરીને બપોરે 1થી સાંજે 5 વાગ્યા વચ્ચેના સમયે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે અને ટાળે તે સ્વાસ્થ્ય જાળવવા જરૂરી છે અને આવી સલાહ પણ તેઓને અપાતી રહે છે.

Read About Weather here

હવે સાડાસાતે વેપારીઓ દુકાન વધાવવા માંડે તે કારણે લોકોને આવવા જવાનો સમય, એકથી બીજી દુકાને જવાનો, માલ જોવાનો એમ સમય બહુ ઓછો રહે છે જે કારણે ભારે તણાવ વચ્ચે ભીડ જોવા મળી રહી છે.સરકારના એક-બે દિવસના લોકડાઉનને બદલે રોજ રાત્રિના અને તે પહેલા વહેલી રાત્રિના કર્ફ્યુના કારણે એવા વિચિત્ર દ્રશ્યો જોવા મળે છે કે એક તરફ રાત્રે એકલ-દોકલ વાહનચાલકને પણ અટકાવવા ચોકે ચોકે પોલીસના ધાડાં હોય છે, સૂમસામ રાત્રે સોશ્યલ ડિસ્ટન્સનું ચૂસ્ત પાલન કરાવાય છે પરંતુ, જ્યારે આવા પાલનની તાતી જરૂરિયાત હોય છે તે દિવસે ટ્રાફિક જ એટલો હોય છે કે તે નિયંત્રીત થતો નથી, ભીડ ઠેરઠેર જામે છે.

આવા દ્રશ્યો અત્યાર સુદી રાજકોટમાં જોવા મળતા તે હવે જામનગર સહિત અન્ય શહેરોમાં પણ જોવા મળી શકે છે. આનાથી સંક્રમણ ઘટશે કે વધશે તે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેનારા જ કહી શકશે!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here