8 વાગ્યાની ડેડલાઇન પકડવામાં રાજકોટીયનને પગે પાણી અને આંખમાં અંધારા

કોરોનાકાળ
કોરોનાકાળ

રાત્રે 8 પહેલા દુકાન-ઓફીસથી ઘરે પહોંચવું એટલે લોઢાના ચણા જેવી પ્રક્રિયા

રાજકોટ,

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં દરેક ચોક પર ટ્રાફીક લાઇટ ચાલુ રાખીને લોકોની સમસ્યાઓનો ગુણાકાર કરતું ટ્રાફીક તંત્ર, ટ્રાફીક કલીયર કરાવવાને બદલે ટ્રાફીક જામમાં અટકાવાયેલા લોકોને પકડી પકડીને દંડ, રાજકોટ શહેરવાસીઓમાં ટ્રાફીક પોલીસની બેદરકારી અને સંવેદના વગરની કામગીરી સામે જબરો રોષ

રાજકોટ શહેર કોરોનાના કાળમાં અવનવી અને અગાઉ કદી જોવા ન મળેલી મુસીબતોનો અને હાડમારીઓનો સામનો કરવો પડી રહયો છે. નાઇટ કફર્યુ આવી એક બલા અને મુસીબતનું બીજુ નામ અને કારણ બન્યો છે. કેમ કે, સ્થાનિક ટ્રાફીક પોલીસ પાસે કોઇપણ પ્રકારની ટ્રાફીક કલીયરન્સની યોજના અને તૈયારી ન હોવાથી રાજકોટીયન દુકાનો, બજારો, કામકાજના સ્થળો અને ઓફીસ પરથી ઘરે પહોંચવા માટે રીતસર ભાગી રહયા છે અને દોડી રહયા છે.

કેમ કે, રાતના 8 વાગ્યા સુધીની ડેડલાઇન હોવાથી ઘરે પહોંચવા માટે એક સાથે હજારોની સંખ્યામાં વાહનો લઇને રાજકોટના શહેરીજનો ઘરે પહોંચવા માટે નિકળી પડે છે. પરીણામે શહેરના દરેક માર્ગ પર ચાલવાની પણ જગ્યા ન રહે એવો ટ્રાફીક જામ સર્જાઇ રહયો છે. પરીણામે ઝબરા અને ભયંકર ટ્રાફીક જામને કારણે રસ્તામાં અટવાઇ પડતા દરેક લોકોને ઘરે પહોંચવા મોડું થાય તો ત્યાં પહેલીથી રાહ જોતા ટ્રાફીક પોલીસના પોઇન્ટ પર ઉભેલા પોલીસ કર્મીઓ સીધો દંડનો દંડો ઉગામે છે.

સામાન્ય બુધ્ધીથી કામ લેતા નથી અને એ સમજવાની પણ કોશીશ કરતા નથી કે, દુર દુરના વિસ્તારોમાંથી ઘરે જવા નિકળેલા લોકો ટ્રાફીક જામમાં ફસાયા હોવાથી ઘરે પહોંચવામાં મોડું થાય એ સ્વભાવિક છે.સંવેદના અને માનવતાથી કામ લેવાને બદલે અને ટ્રાફીક જામ ન થાય અને અવિરત કલીયર થતો રહે એ જોવાને બદલે દરેક ચોકમાં અદબ વાળીને બાજુએ ઉભા રહી જતા પોલીસકર્મીઓ મુક તમાસો જોતા હોય છે એવું અનેક રાજકોટવાસીઓએ ફરીયાદના રૂપમાં કહયું છે.

કેટલાય લોકોને ટ્રાફીક જામને કારણે અટવાઇ હોવા છતાં દંડ ભરવાનો વખત આવ્યો છે. ગઇરાતે કેટલાક એવા કિસ્સા બન્યા છે. જયાં ટ્રાફીકમાં ફસાયેલા મોટર ચાલકો અને ટુવ્હીલર ચાલકો પાસેથી કડકાઇથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. રાજકોટવાસીઓની આ ફરીયાદ તરફ ઉચ્ચ અધિકારીઓ લક્ષય આપે એ જરૂરી છે.

માત્ર પુતળાની જેમ સુચનાઓ સાંભળીને કામ કરવા ટેવાયેલા પોતાના સ્ટાફને વર્તમાન પરિસ્થિતિ અને સ્થિતીનો ખ્યાલ આપી માનવતાથી કામ કરવાની સ્ટાફને તાલીમ અને માર્ગદર્શન આપવાની જવાબદારી ઉચ્ચ અધિકારીઓની બને છે.કાલાવડ રોડ ઉપર એક સ્થળે કારમાં જઇ રહેલા એક મહિલા જામને કારણે અટવાઇ પડયા હતા. ત્યાં દોડી આવેલા ટ્રાકફી પોલીસે દંડની ચીઠ્ઠી ફાડી હતી. મહિલાએ બહુ કાલાવાલા કર્યા, કારણ સમજાવ્યું પણ પોલીસકર્મીએ કશુ સાંભળવાને બદલે હાથ લાંબા લાંબા કરીને ઉપદેશ આપવાનું ચાલુ કર્યુ હતું જે અત્રે પ્રસ્તૃત તસ્વીરમાં સ્પષ્ટ દેખાય આવે છે.

Read About Weather here

લોકો સરકારના નિયમોને માન આપી રહયા છે, આપે છે, આપવા માંગે છે. સરકારના વિભાગો જડતા પૂર્વક વર્તવાને બદલે પરિસ્થિતિ મુજબ ધસાયેલા લોકોની સહાય કરે એ વધુ જરૂરી છે. દંડો હાથમાં આપ્યો છે એ ગુન્હેગારો માટે છે આમ શહેરીજન માટે નથી. એ સીધુ સાદુ સત્ય શું આ સ્ટાફને સમજમાં આવતું નથી?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here