રાજકોટ સિવિલ હોસ્પિ. સંકુલમાં રામેશ્વર મહાદેવનું મંદિર બન્યું દર્દીઓનું અન્નક્ષેત્ર

સિવિલ-અન્નક્ષેત્ર
સિવિલ-અન્નક્ષેત્ર

સિવિલમાં કલાકો સુધી કતારોમાં ઉભા રહ્યા પછી પણ સારવારનું કામ પુરૂં થતું નથી

કોરોના મહામારીમાં અન્નક્ષેત્રો- ઉતારા મંડળોએ પણ સિવિલમાં – રાત્રી કરફ્યુમાં ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી ; ક્યાંક ટિફિનની તો ક્યાંક ઓક્સિજનની સેવા શરૂ થતાં લોકોમાં રાહત

Subscribe Saurashtra Kranti here

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટીગ કરાવવા, સારવાર મેળવવા એમ્બ્યુલન્સની લાઇન, બેડ મેળવવા લાઇન, સ્માશાને ડેડ બોડીને લઈ જવા માટે પણ લાંબી લાઈનો,કોરોના રિપોર્ટ મેળવવા માટે લાંબી લાઈનો લાગી છે.આ વિકિટ પરિસ્થિતિ વચ્ચે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં ચાલતું અન્નક્ષેત્ર લાખો દર્દીના સ્વજનો – પરિવારની જઠરાગ્નિ ઠારી રહ્યું છે. સવાર થી રાત્રી સુધી દર્દીઓ માટે દોડાદોડી કરતા પરિવારજનોનોએ ફ્રી માં ત્રણ ટાઈમનું ભોજન મળી રહે છે.

હરિહરથના નાદ સાથે ચાલતા આ અન્નક્ષેત્રમાં ભૂખ્યા લોકો અન્ન ગ્રહણ કરી પેટની જઠરાગ્નિ ઠારે છે.કોરોના મહામારી વચ્ચે નિસ્વાર્થ ભાવે લોકોને ખાવા પીવાની સગવડ પુરી પાડતા અન્ન ક્ષેત્રના સંચાલકોને હાલ વર્તમાન સમયમાં કોરોના મહામારીએ માણસની આર્થિક સ્થિતિ ડામાડોળ કરી દીધી છે. સરકારી હોસ્પિટલમાં કલાકો સુધી કતારોમાં ઉભા રહ્યા પછી પણ સારવારનું કામ પુરૂં થતું નથી. બપોરના 12 વાગી જાય છે. ઘરે પાછા ફરીએ તો સારવારનું કામ અધુરૂં રહે. ખાવા માટે પૈસા પુરા હોતા નથી.

આ સ્થિતિમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનો માટે રામેશ્વર મહાદેવ મંદિર દ્વારા ચાલતું અન્નક્ષેત્ર આશિર્વાદરૂપ બની રહ્યું છે. આ અન્નક્ષેત્રમાં સવારે દર્દીના સગાને ચા બિસ્કિટ ,દૂધ, કોફી, ઉકાળો નિ:શુલ્ક મળી રહે છે.બપોરના સમયે દાળ ભાત, શાક રોટલી ,સલાડ, છાશ ,અચાર સહિત ચટાકેદાર ભોજન મળી રહે છે. રાત્રીના સમયે ખીચડી કઢી, સેવ ટામેટા, પુરી જેવું સાત્વિક ભોજન મળી રહે છે. બપોરનું ભોજન મસ્તરામ બાપુ સીતારામ અન્ન ક્ષેત્ર પૂરું પાડે છે.તો રાત્રીનું ભોજન હરે રામ હરે ક્રિષ્ના દ્વારા આપવામાં આવે છે. સ્વામી શ્રી નિર્દોષા નંદજી મહારાજની ગુરુકૃપાથી તમામ સંચાલકો – ભક્તજનો ભોજનની વ્યવસ્થા પુરી પાડી રહ્યા છે.

Read About Weather here

કોરોનાની મહામારીમાં દર્દીઓને ઉપયોગી થવાના હેતુથી સિવિલ હોસ્પિટલના સંકુલમાં જ વર્ષોથી દરીદ્રનારાયણોની સેવા માટે ચાલતા અન્નક્ષેત્રના સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે, અહીં હોસ્પિટલ સંકુલમાં દર્દીઓના પરિવારજનોને બપોર નિરાંતે બેસીને જમી શકે તે માટે નજીકની બગીચા જેવી જગ્યામાં અલગ – અલગ કાઉન્ટર બનાવી આપવામાં આવ્યા છે. સવારે દર્દીઓના પરિવારજનોને નાસ્તો મળે છે. અને બપોરે ઠંડી છાસ સાથે ભરવો ભોજન. આ સેવાનો લાભ કોઇપણ પ્રકારના નાત – જાતના ભેદભાવ વિના દરેક લોકોને આપવામાં આવે છે. સેવાભાવથી ચાલતી આ પ્રવૃત્તિને કારણે બપોરે 600 થી 700 વ્યક્તિઓને જમવાનું મળી રહી છે. રાજકોટ શહેરમાં મહામારીનું કદ દિન – પ્રતિદિન વકરતું જાય છે. તેવા સંજોગોમાં અનેક સેવાભાવી સંસ્થાઓની જૂદી-જૂદી પ્રવૃત્તિઓ જરૂરીયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બની રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here