રાજકોટ એસ.ટી ડેપોમાં ડ્રાઇવર – કંડકટર સહિત 77 ને કોરોના વળગ્યો

રાજકોટ
રાજકોટ

એસ.ટી વિભાગના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ એમ કુલ ત્રણ ડિવિઝનના કર્મચારી તથા મિકેનિકલ, વહિવટી સ્ટાફમાં પણ કોરોના પ્રસર્યો છે

મિકેનિકલ-વહિવટી સ્ટાફ સહિત 77 લોકોને હોમ કવોરન્ટાઇન કરાયા; આજે 287 મુસાફરોના ચેકિંગમાં 66 પોઝિટિવ નોંધાયા; સૌરાષ્ટ્રની 400 લોકલ ટ્રીપ કેન્સલ કરાઇ
શહેરના ઢેબર રોડ નવા બસ પોર્ટમાં મુસાફરી કરી પરત ફરતા દરરોજ આવતા 60 થી 70 મુસાફરો કોરોના પોઝિટિવ નોંધાઈ રહ્યા છે.તો બીજી બાજુ 24 કલાકમાં એસટી ડીવીઝનના 75 ડ્રાઈવર અને ક્ધડકટર સહિત કુલ 77ને કોરોના પોઝિટિવ જાહેર થતાં ભારે ફફડાટ મચી ગયો છે. હાલ કોરોનાના હાહાકાર વચ્ચે 400 જેટલી લોકલ ટ્રીપો રદ કરી દેવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ એસટીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં એસટી ડીવીઝનના 75 ડ્રાઈવર અને કંડકટર સહિત કુલ 77ને કોરોના પોઝીટીવ જાહેર થતાં ભારે ફફડાટ મચી ગયો છે.આ 77માં એસટીના ડેપોના બે કારકૂનનો પણ સમાવેશ થાય છે. તમામ 77ને હોમ કવોરન્ટાઈન કરી દેવા આદેશ કરાયા છે. માત્ર 20 ટકા મુસાફરો આવી રહ્યા છે અને જઈ રહ્યા છે.એસ.ટી વિભાગના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ એમ કુલ ત્રણ ડિવિઝનના કર્મચારી તથા મિકેનિકલ, વહિવટી સ્ટાફમાં પણ કોરોના પ્રસર્યો છે.આજે કુલ 286 મુસાફરોમાં કોરોના ટેસ્ટીગ દરમિયાન 66 લોકોના કોવિડ ટેસ્ટ પોઝિટિવ નોંધાયા છે.

Read About Weather here

રાજકોટ એસટી ડેપો અંગે તાત્કાલીક કાર્યવાહી કરવા અને વધુ ટેસ્ટીંગ બુથો ઉભા કરી લોકોનું 24 કલાક ચેકીંગ કરવા અંગે યુનિયન અને આગેવાનોએ માંગણી કરી છે. આ 75 એસટી ક્ધડકટર – ડ્રાઈવર માંથી 10 થી 12 લોકોની સ્થિતિ વધુ ખરાબ હોવાનું અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે.તો બીજી બાજુ અન્ય જિલ્લામથી મુસાફરી કરી પરત લોટલા મુસાફરો પણ પોઝીટીવ નોંધાઈ રહ્યા છે.કારણ કે રાત્રી કરફ્યુના કારણે દિવસે ભીડ જામે છે. પરંતુ નવા બસ પોર્ટમાં મુસાફરો અને કંડકટર-ડ્રાઇવરો પણ પોઝિટિવ નોંધાતા ઘણા લોકોલ રૂટની બસોને અસર પડી છે.આજે રાજકોટમાં આમરણ, મોરબી, બગદાણા, ઉપલેટા કાલાવડ, જામનગર, નાના વડલા સહિતની 400 ટ્રીપો રદ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here