રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ વડા ઝાખરીયા વિરૂધ્ધ અસંખ્ય લેખિત રજૂઆતો છતાં આજે પણ અચલ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ વડા ઝાખરીયા વિરૂધ્ધ અસંખ્ય લેખિત રજૂઆતો છતાં આજે પણ અચલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ વડા ઝાખરીયા વિરૂધ્ધ અસંખ્ય લેખિત રજૂઆતો છતાં આજે પણ અચલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ વિભાગનાં વડા હિતેન્દ્રકુમાર ઝાખરીયા કપડા સીવવાના કોન્ટ્રાકટ મેળવવા માટે અવનવી તરકીબો અજમાવતા હોવાનો અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. તેના પગલે ખળભળાટ મચી ગયો હતો. ઝાખરીયા ઉપર તેમના સ્ટાફ દ્વારા ભૂતકાળમાં ગંભીર આક્ષેપો કર્યાની સનસનાટી ડોક્યુમેન્ટરી વિગતો સાંપડી છે.
નર્સિંગ વડાની મગરૂરી, અભિમાન અને અહંકારથી તેનો સ્ટાફ તેમજ વિદ્યાર્થી વર્ગ ત્રાહિમામ પોકારી ઉઠયો છે. પરંતુ ખાતાકીય વડા હોવાના કારણે લોકો તેની સાથે સીધામાં સંઘર્ષ કરવાનું ટાળે છે.

Visit Saurashtra Kranti Homepage here

તા.12/8/17 નાં રોજ શોભનાબેન રામચંદ્ર શાહે તત્કાલિન આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલને બે પાનાનો ધગધગતો પત્ર લખ્યો હતો. આ પત્રમાં 34 થી વધુ નર્સોએ હિતેન્દ્રકુમાર ઝાખરીયાનાં કાળા કરતૂતોનો ‘કાચો ચિઠ્ઠો’ ખોલી નાખવામાં આવ્યો હતો.

ઝાખરીયા આરોગ્ય વિભાગનાં કેટલાક ઉચ્ચ અધિકારી સાથે સંબંધો હોવાની ધાકધમકી આપી કર્મચારીઓ પાસે નાણાંની વસુલાત કરતા હોવાનું જણાવ્યું છે.
તેઓ હંગામી કર્મચારીઓનાં સીઆર ગુડ ભરવામાં પણ નાણાંની વસુલાત કરતા હોવાનો આક્ષેપ પત્રમાં કરવામાં આવ્યો છે. ઝાખરીયા નાની ઉંમરની નર્સો અને વર્કિંગ વુમન બાબતે જે કટાક્ષ કરતા એ કોઈપણ સભ્ય સમાજ માટે સાંભળવું અસંભવ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલનાં આ અધિકારીની ‘ફાંટ’ એવી છે કે કોઈ એકલ-દોકલ કર્મચારી એમની ઝપટે ચડવાનું ટાળે છે.

ઝાખરીયાએ તાજેતરમાં એક ઉપવાસી નર્સનાં ફૂડ પેકેટ પર પગ મૂકી કચડી નાખ્યું હતું. સમગ્ર ઘટનાથી હતપ્રભ થઇ ગયેલા નર્સિંગ બહેને અન્ન દેવતાનું સન્માન કરવાનું કહેતા ‘જાની’એ પોતાની સ્ટાઈલ દેખાડી હતી અને ચાલુ ડ્યુટીએ ઉપવાસનાં નાટક બંધ કરવાનું કહ્યું હતું. આખી ઘટનાથી દુ:ખી થયેલા નર્સ બહેને પોતાના પોરબંદર સ્થિત સંબંધને ફોન દ્વારા જાણ કરતા ત્યાં આપેલા ફોન બાદ ઝાંખરીયા ઝાંખા પડી ગયા હતા. અને ઠંડુ મંગાવ્યું હતું. તેમ જ તેમના ભાલ પર પ્રશ્ર્વેદ બિંદુ બાજી ગયાનું આંતરિક સૂત્રોમાંથી જાણવા મળે છે.

ઝાખરીયાએ શોભનાબેન શાહ સહિતની 34 નર્સોએ કરેલા આક્ષેપો ઘણા ગંભીર હતા. આ લેટર બોંબને મેનેજ કરી તપાસનું ફીટલું વાળી દેવા માટે નર્સિંગ હેડ હિતેન્દ્ર ઝાંખરીયાની પ્રશંસા કરવો અનિવાર્ય બની જાય છે. અરજીપત્રમાં કરવામાં આવેલા આક્ષેપો ઘણા જ ગંભીર છે. તેમાં શારીરિક, માનસિક અને આર્થિક શોષણની વાત ખુલીને કહેવામાં આવી છે. છતાં તેઓ હજુ એ જ શહેર અને પદ ઉપર બેઠા છે જે ખૂબ જ આશ્ર્ચર્ય જગાવનારી બાબત છે.

Read About Weather here

અન્ય એક અરજી તા.23/8/16 નાં રોજ તત્કાલીન આરોગ્ય મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરીને કરવામાં આવી હતી. જેમાં નર્સિંગબેન નયનાબેન નકુમ સહિતના 6 નર્સોએ ઝાખરીયાએ સીઆર સારો ભરવા માટે અને રાજકોટ હોસ્પિટલમાં નોકરી કરવા માટે રૂ.50,000 ની માંગણી કરી હોવાનું અરજીપત્રમાં જણાવ્યું છે.
નર્સિંગ વડા ઝાખરીયા દ્વારા આચરવામાં આવતી અનિયમિતતાઓ અને ગેરરીતિ સબબ કરવામાં આવેલા આક્ષેપો ઘણા ગંભીર છે. અને કોઈ એકલ-દોકલ નથી એક સાથે જ ઘણો મોટા સમૂહ દ્વારા રજૂઆત થઇ છે. છતાં તેઓ એક જ જગ્યા પર અચલ, સ્થીર છે. આરોગ્ય તંત્રએ તેમની સામે કોઈ શિક્ષાત્મક પગલા કેમ લીધા ન હતા તે બાબત આશ્ર્ચર્યજનક છે. આરોગ્ય તંત્ર તાકીદે કડક પગલા લે તેવી માંગ અત્રે ઉઠવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here