વાણીયાવાડીમાં પાણીની રેલમછેલ: લોકોને દંડ, પણ કોન્ટ્રાકટરોને છૂટોદોર

વાણીયાવાડીમાં પાણીની રેલમછેલ: લોકોને દંડ, પણ કોન્ટ્રાકટરોને છૂટોદોર
વાણીયાવાડીમાં પાણીની રેલમછેલ: લોકોને દંડ, પણ કોન્ટ્રાકટરોને છૂટોદોર
રાજકોટ શહેરમાં કાળઝાળ ઉનાળા વચ્ચે પાણીનો બગાડ અટકાવવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માત્ર ઘરનું ફળિયું ધોનાર નગરજનોને પણ દંડ ફટકારવાના કડક નિયમો લાગુ કરીને અમલવારી પણ ચાલુ કરી છે. પરંતુ વોર્ડ નં.14 માં ફરી વખત વાણીયાવાડીમાં પાઈપલાઈનમાં ભંગાણ પડવાથી પુષ્કળ પાણીનો વેડફાટ થઈ ગયો હતો. જો કે, કોન્ટ્રાકટર કે અધિકારીઓ સામે મનપાના શાસકોએ આંખ આડા કાન કરીને કોઈ પગલા નહીં ભરતા કોંગ્રેસના અગ્રણીઓએ આક્રોશ ઠાલવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (લોક સંસદ વિચાર મંચ) એ રોષભેર જણાવ્યું કે, મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 ના વાણીયાવાડી શેરી નંબર 4/8, બોલબાલા માર્ગ, મહાદેવ ચોક ખાતે પાણીની મુખ્ય પાઈપલાઈન જેમાં ચોવીસ કલાક અવિરત પાણી ચાલુ રહેતું હોય એ પાઈપલાઈનમાં બે થી ત્રણ જગ્યાએ ભંગાણ પડતા પાણી ડામર તોડી બહાર આવી ગયેલ અને આજુબાજુની શેરીઓમાં વગર વરસાદે પાણીની રેલમછેલ થઈ હતી.

શહેરના વોર્ડ નંબર 14માં વખતો વખત પાણીની પાઈપલાઈનોમાં ભંગાણ અને ગંધાતા ડહોળા પાણી વિતરણની વ્યાપક ફરિયાદો છે. કારણ કે આ વોર્ડ અગાઉ વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 19 માં આવતો હોય ત્યારે વોર્ડ 15 માં પાઇપ લાઇનનું કામ જે તે સમયે ટેન્ડરથી થયું હતું. પરંતુ તત્કાલીન સમયે વોર્ડ નંબર 19 માં પાઇપ લાઇનની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ નહોતી.

જેના પગલે હાલ વોર્ડ નંબર 14માં આવતા વાણીયાવાડી, આનંદનગર, કોઠારીયા કોલોની (પાર્ટ), ગોપાલનગર, ઢોલરીયાનગર, મીલપરા, ગીતાનગર, ભક્તિનગર સોસાયટી, ગાયત્રીનગર, શ્રમજીવી સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણીની લાઈનો લીકેજની અને ડહોળા, ગંધાતા પાણીની વ્યાપક ફરિયાદો છે.

રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ પર પણ મૌજુદ છે. વખતો-વખત વર્ષો જૂની લાઈનો તૂટી જતી હોય તો આ વિસ્તારને તાત્કાલિક ડીઆઇ પાઇપ લાઇનની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. અગાઉ ડીઆઇ પાઇપલાઇન નાખવા બાબતે કોટેશનો મુકાયા હતા પણ ગ્રાન્ટના અભાવે ડીઆઇ પાઇપ લાઇન નાખી શકાય નથી ત્યારે હવે ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની જરૂર છે.

ગત મધરાતે પાણીની મેઇન લાઈનમાં ભંગાણ થતાં કલાકો સુધી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો તો આ અંગે જવાબદાર કોણ ? તેમ જણાવીને કોંગી આગેવાનો કહે છે કે, સવારે 6-30 કલાકે વાણીયાવાડીમાંથી એક નાગરિકે પાણીની લાઈનમાં ભંગાણ બાબતની ફરિયાદ કોલસેન્ટરમાં કરવા છતાં નિરાકરણ કરવામાં બેદરકારી દાખવતા જાગૃત નાગરિક દ્વારા આ અંગે કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાને સવારે 9 કલાકે જાણ કરતા કોંગ્રેસ અગ્રણી ઘટના સ્થળે દોડી જઇ સ્થળ પરથી રાજકોટ મહાનગરપાલિકાના સીટી ઇજનેર અને વોર્ડના આસિસ્ટન્ટ ઇજનેરને પાણીના થતાં વેડફાટ અને તૂટેલી પાઇપલાઇન યુદ્ધના ધોરણે મરામતનું કામ કરવા બાબતે ફરિયાદ કરી વધુ એક વખત ગજેન્દ્રસિંહ ઝાલા એ અગાઉની જેમ પાણીનો વેડફાટ બંધ કરાવ્યો હતો.

હાલ શહેરમાં અને વોર્ડમાં અપૂરતા ફોર્સની વ્યાપક ફરિયાદો છે અને અનેક વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. મુખ્યમંત્રી, મેયર અને વડાપ્રધાને વખતો-વખત પાણીનું ટીપુ ટીપુ બચાવવાની અપીલ કરી છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં પાણી બચાવોની સલાહ પર પાણી ઢોળ થયું છે. શહેરમાં ફળિયા ધોનારાને રૂપિયા 250 ની પેનલ્ટી કરી મહાનગર પાલિકાના અધિકારીઓ કલાકો સુધી પાણીનો વેડફાટ કરવાની બેદરકારી દાખવનારા સામે પગલાં ભરવામાં કેમ મૌન બની જાય છે? આ રીતે ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવો તાલ છે.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 14 વોર્ડ નંબર 3 વોર્ડ નંબર 16 મા પાણીના થતાં વેડફાટ અંગે રાજકોટ મહાનગરપાલિકાના નીંભર તંત્રવાહકો અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને પગલે જાગૃત પ્રહરીની ભૂમિકા ભજવતા ગજુભા એ અગાઉ પણ અનેક વખત મ્યુનિસિપલ કમિશનર સુધી ફરિયાદો કરી પેનલ્ટી કરાવી છે.
છતાં પણ તંત્ર સુધરવાનું નામ લેતુ નથી અહીં પણ સવાલ એ છે કે સવારે 6:30 કલાકે ફરિયાદ કરવામાં આવી તેમ છતાં શા માટે સમય મર્યાદામાં ફરિયાદનું નિરાકરણ કરવામાં આવેલ નહીં. વોર્ડના કોર્પોરેટરો ક્યાં છે તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here