રાજકોટ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન તથા આરોગ્ય કેન્દ્ર દ્વારા માનસિક દિવ્યાંગ વ્યક્તિઓનું વેક્સિનેશન

રાજકોટ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન તથા આરોગ્ય કેન્દ્ર દ્વારા માનસિક દિવ્યાંગ વ્યક્તિઓનું વેક્સિનેશન
રાજકોટ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન તથા આરોગ્ય કેન્દ્ર દ્વારા માનસિક દિવ્યાંગ વ્યક્તિઓનું વેક્સિનેશન

26 જેટલા માનસિક દિવ્યાંગને રસી અપાઈ

કોરોના વાયરસની સામે રક્ષણ મળી તે માટે લોકોને સરકાર દ્વારા આપવામાં આવતી કોરોના વાયરસની રસી લેવા પણ અપીલ કરવામા જણાવેલ હોય અને પોલીસ પ્રજાનો સાચો મીત્ર બને તે માટે જરૂરી સેવાકીય કાર્યો કરવા પણ જણાવેલ હોય. જે અન્વયે રાજકોટ શહેર, નવગામ, સરકારી આવાસ યોજના કવાટરની પાછળ, માનસિક નિરાધાર વ્યકિતઓ માટેની સંસ્થા, ખાતે આશરે 26 જેટલા માનસિક દિવ્યાંગ વ્યકિતઓ રહેતા હોય.

Visit Saurashtra Kranti Homepage here

જે વ્યકિતઓની સાર સંભાળ માનસિક નિરાધાર વ્યકિતઓ માટેની સંસ્થાના સંચાલકો દ્વારા કરવામાં આવતી હોય અને તમામ વ્યકિતઓ ત્યા પોતાના પરીવાર વગર રહેતા હોય. જેથી આ માનસિક દિવ્યાંગ વ્યકિતઓ પણ કોરોના વાયરસથી સંક્રમીત ન થાય. તેમજ તેઓનુ પણ સ્વાસ્થય સારી રીતે જળવાઇ રહે જે હેતુથી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓ તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત, મોરબી રોડ જકાતનાકા પાસે આવેલ

Read About Weather here

આરોગ્ય કેન્દ્રના મેડિકલ સ્ટાફના કર્મચારીઓ એમ બંને સાથે મળીને માનસિક નિરાધાર વ્યકતિઓ માટેની સંસ્થા ખાતે રહેતા વ્યક્તિઓને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ આપવાનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં માનસિક નિરાધાર વ્યકતિઓ માટેની સંસ્થા ખાતે રહેતા તમામ માનસિક દિવ્યાંગ વ્યકિતઓને કોરોના વાયરસનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ હતો અને આ કાર્ય અન્વયે સદરહુ સંસ્થામા રહેતા માનસિક દિવ્યાંગ વ્યકિતઓ તથા સંસ્થાના કાર્યકતાઓએ બી-ડિવિઝન પોલીસનો તથા રાજકોટ શહેર પોલીસ પરીવારનો આભાર માનેલ હતો.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here