રાજકોટ યુવા ભાજપની ટીમને જૂથવાદનું ગ્રહણ…!?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

યુવા ટીમમાં નિયુક્તિ પામેલા હોદ્દેદારોની કામગીરીનાં ઓરતા અધુરા રહ્યાની ચર્ચા: ઝુંપડપટ્ટીનાં બાળકો અને ગરીબ પરિવારોનાં સંતાનોને શોધીશોધીને શાળાએ મોકલવાની યુવા ભાજપની ટીમે જાહેરાત કરી હતી: યુવા ભાજપની કામગીરીને જૂથવાદની આગ ભરખી ગઈ હોવાની લોકોમાં ચર્ચા

રાજકોટ શહેર ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ પર ઢાંક પીછોડો કરવાના પક્ષનાં પ્રદેશ મોવડીઓનાં ભરચક પ્રયાસોનાં કારણે અત્યારે બખડ જંતર પર પડદો ભલે પાડી દેવાયો પરંતુ અંદર જે ધુંધવાટ છે એ યથાવત રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેની ભાજપની વિવિધ પાંખોની કામગીરી પર ખૂબ જ પ્રતિકુળ અસર થઇ રહી છે. એવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. કામ કરવાની ઈચ્છા હોય તો પણ આગળ વધી શકાતું નથી આવી પરિસ્થિતિનો સૌથી કડવો અનુભવ પક્ષમાં હોદ્દા ધરાવનારાઓને થઇ રહ્યો છે.

જેના કારણે એકંદરે સારી છાપ ધરાવતા ભાજપની પ્રતિષ્ઠાને પણ ઘણી હાની પહોંચી રહી છે! એવો ભાજપનાં આંતરિક સુત્રો દુ:ખ સાથે જણાવી રહ્યા છે. ભાજપમાં મોવડીઓએ આંતરિક આગનાં લબકારા લોકોને ન દેખાય એ માટે અત્યારે આવરણ ઢાંકી દીધું છે

પરંતુ ધુમાડા બહાર દેખાય રહ્યા છે. જે જનતાની નજરથી અછાના રહેતા નથી કે રહી શક્યા નથી.રાજકોટ યુવા ભાજપનાં નવા સૂત્રધારોની વરણી થઇ ટીમની નવેસરથી રચના થઇ ત્યારે યુવા ભાજપની ધુરા સંભાળનારા હોદ્દેદારોએ જોરશોરથી કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી.

જેમાં એક મહત્વની જાહેરાત એવી હતી કે, યુવા ભાજપ દ્વારા શિક્ષણ અધુરું છોડી દેતા અથવા તો શાળામાં પ્રવેશ જ ન મેળવતા ઝુંપડપટ્ટીમાં વસતા પરિવારો અને ગરીબ પરિવારોનાં સંતાનોને શિક્ષણનાં ધામ સુધી પહોંચાડવામાં યુવા ભાજપની રાજકોટ પાંખ એડીચોટીનું જોર લગાવી દેશે.

યુવા ભાજપની ગરીબ બાળકોનાં શિક્ષણ અંગેની યોજના અને કામગીરી કયારે શરૂ કરવામાં આવી છે કે કરવામાં આવી રહ્યું હોવાની વિગતો હજી લોકો સુધી પહોંચી નથી. એવું બહાર આવી રહ્યું છે. કેમકે યુવા ભાજપનાં આવા મહત્વ પૂર્ણ કાર્યક્રમને પણ જૂથવાદનું સ્પીડબ્રેકર નડી ગયું છે કે શું?

યુવા ભાજપનાં પ્રમુખ અને મહામંત્રીઓએ એવી જાહેરાત કરી હતી કે ‘સનડે સ્લમ ડે નાં’ બેનર હેઠળ રાજકોટનાં તમામ વોર્ડમાં યુવા ભાજપની ટીમ અતિ પછાત વિસ્તારોમાં ફરી વળશે અને મજુરી કરતા ગરીબ પરિવારોનાં વાલીઓને સમજાવીને એમના સંતાનોને શાળાઓમાં

પ્રવેશ અપાવવાની ઝુંબેશ ચલાવવામાં આવશે. એટલું જ નહીં ભાજપની વિચારધારા અને રાષ્ટ્રીય વિચારધારા સાથે હજારો યુવાનોને જોડવામાં આવશે.આશ્ર્ચર્ય એ છે કે આવી તમામ જાહેરાતો કાગળ પર રહી ગઈ છે?

પછાત વર્ગનાં સંતાનોને કેટલી સંખ્યામાં શાળામાં મોકલાયા, કેટલા યુવાનો વિચારધારામાં જોડાયા, વોર્ડવાઈઝ હોદ્દેદારોની નિમણુંકો થઇ કે કેમ એ તમામ હકીકતો લોકોની નજરમાં આવ્યું નથી તેવી ચર્ચાઓ થઇ રહી છે.

રાજકીય નિરીક્ષકો એવું કહી રહ્યા છે કે, યુવા ભાજપ ટીમનાં આયોજનને શહેર ભાજપનાં આંતરિક જૂથવાદનું ગ્રહણ લાગી ગયું છે. પરિણામે મક્કમ ઈરાદા અને ઈચ્છા હોવા છતાં યુવા ભાજપનાં હોદ્દેદારો જાહેર કરેલી પૈકીની કોઈપણ યોજનામાં આગળ વધી શક્યા નથી.

આ હકીકત રાજકોટ ભાજપનાં માળખામાં મચી ગયેલા જબરા ઉત્પાતનો સંકેત આપે છે. આ પરિસ્થિતિમાં નજીકનાં ભવિષ્યમાં કોઈ સુધારો થવાના ઈશારા પણ મળી રહ્યા નથી અને દિવસે-દિવસે આંતરિક બખડ જંતર વધુને વધુ ગંભીર બની રહ્યું છે.

ફળ સ્વરૂપે ભાજપની પ્રતિષ્ઠાને જ હાની થઇ રહી છે. વિધાનસભાની ચૂંટણીઓ માથે ગાજી રહી છે ત્યારે ભાજપનો મોટો ગઢ ગણાતા રાજકોટમાં સર્જાયેલા આંતરિક અસંતોષનાં છાંટા અન્ય શહેરોમાં પણ ઉડી શકે છે.

Read About Weather here

એ શક્યતાને પગલે ભાજપની ટોચની નેતાગીરી ચિંતામાં ગરકાવ છે અને ઉકેલનાં માર્ગ શોધવાના ફાંફા મારી રહી છે. રાજકીય નિરીક્ષકો અને પંડિતો એવું માને છે કે જો ભાજપનાં મોવડીઓ રાજકોટનાં જૂથવાદને કાબુમાં લેવામાં સમયસર સફળ નહીં થાય તો વિધાનસભા ચૂંટણીઓમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપને કલ્પના બહારનું નુકશાન વેઠવું પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here