રાજકોટ યાર્ડમાં શાકભાજીની ડબલ આવક

રાજકોટ યાર્ડમાં શાકભાજીની ડબલ આવક
રાજકોટ યાર્ડમાં શાકભાજીની ડબલ આવક

આવક ડબલ થતા ટમેટાંના ભાવમાં ઘટાડો

ચોમાસામાં શાકભાજીના પાકને નુકસાન થવાને કારણે છેલ્લા બે માસથી આવક ઘટી હતી. ભાવ પણ રૂ.100 થયા હતા. હવે શિયાળુ શાકભાજી શરૂ થતા આવક દિન-પ્રતિદિન વધી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્યારે હાલ રાજકોટ યાર્ડમાં દૈનિક 5,53,800 કિલો શાકભાજીની આવક થઈ રહી છે. આગામી 20 દિવસ સુધીમાં યાર્ડમાં શાકભાજીનો ભાવ રૂ.15 થી 20 થઈ જવાની સંભાવના છે.

અત્યારે સ્થાનિક અને આંતરરાજ્ય બન્ને આવક થતા પહેલા કરતા શાકભાજીની આવક ડબલ થઈ રહી છે. અત્યારે દૈનિક 30 થી વધુ શાકભાજી યાર્ડમાં આવે છે.

આ અંગે યાર્ડના વેપારી અને શાકભાજી વિભાગના ઈન્સ્પેક્ટરના જણાવ્યાનુસાર હાલ યાર્ડમાં ટમેટાં, મરચાં,મરચી, ચોળા, દૂધી, રીંગણા, કોથમીર, કોબીજ, લીંબુ સહિતના શાકભાજી આવી રહ્યા છે.

જ્યારે સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં શાકભાજી વેચવા આવતા ખેડૂતોની સંખ્યા સાવ ઓછી હતી અને વેપારી- દલાલો ખેડૂતોની રાહ જોઈને બેસી રહેતા હતા

અને યાર્ડના શાકભાજી વિભાગના પ્લેટફોર્મ પણ ખાલી રહેતા હતા. તેના બદલે હવે શાકભાજી વેચવા આવતા ખેડૂતોની લાઇન લાગે છે. તમામ પ્લેટફોર્મ શાકભાજીની આવકથી ભરાઇ જાય છે.

Read About Weather here

ભારે વરસાદને કારણે તેનો પાક નિષ્ફળ ગયો છે. જેને કારણે તેની આવક ઓછી છે. જ્યારે તેની આવક વધશે ત્યારે તેના ભાવ પણ ઓછા થશે. આ સિવાય રાજકોટ યાર્ડમાંથી બીજા રાજ્યમાં શાકભાજી પણ મોકલાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here