રાજકોટ ભાજપમાં વકરતી જતી જૂથબંધી: કડવાશમાં દિવસે-દિવસે વધારો

ગોંડલ અને રાજકોટમાં સી.આર.પાટીલનો ‘વન ડે વન ડિસ્ટ્રીકટ’ કાર્યક્રમ
ગોંડલ અને રાજકોટમાં સી.આર.પાટીલનો ‘વન ડે વન ડિસ્ટ્રીકટ’ કાર્યક્રમ

ભાજપનાં આત્મનિર્ભર ગ્રામયાત્રા કાર્યક્રમની નિમંત્રણ પત્રિકાએ ફરી હોળી સળગાવી, હવે તો વિજય રૂપાણીનો પૂર્વ મુખ્યમંત્રી તરીકેનો ઉલ્લેખ પણ ટાળવામાં આવતા વિવાદ, નિમંત્રણ પત્રિકામાં માત્ર ધારાસભ્ય રૂપાણી એવો જ ઉલ્લેખ, શહેર ભાજપમાં દરેક જૂથ એકબીજાને કળવાશની ગોળીઓ ખવડાવવામાં ગળાડૂબ, કોઈ સમાધાન થવાની શક્યતા દૂર-દૂર સુધી નજરે ચડતી ન હોવાનો જાણકારોનો મતભાજપ પ્રમુખ સી.આર.પાટીલ શનિવારે રાજકોટમાં: શ્રેણીબધ્ધ કાર્યક્રમો
ભાજપનાં મુખ્ય આગેવાનોની બેઠક, પત્રકાર સ્નેહમિલન, એન.જી.ઓ. અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક તથા બ્રહમસમાજનો જ્ઞાન સંકલ્પ કાર્યક્રમમાં ઉપસ્થિતિ

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ભાજપમાં સર્જાયેલી જૂથબંધી, આંતરિક કાપાકાપી, વિખવાદ અને ટાંટીયા ખેંચની રમત અને એકબીજાને પાડી દેવાની રાજકીય સોગઠાબાજી ધીમે પડવાને બદલે દિવસે-દિવસે વધુને વધુ ઉગ્ર બની રહી હોય એવી ઘટનાઓ એક પછી એક આકાર પામી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ફરી એકવખત એક નવી નિમંત્રણ પત્રિકાને પગલે ભડકો થયો છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી આત્મનિર્ભર ગ્રામ યાત્રાની ગઈકાલે જાહેર થયેલી નિમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીનો પૂર્વ મુખ્યમંત્રી તરીકેનો ઉલ્લેખ પણ કરવામાં ન આવતા વિવાદની આગમાં નવા લાકડા હોમાયા છે

અને ફરી હોળી સળગી ઉઠી છે. એકજૂથ આ પ્રકારનાં ઉલ્લેખથી નારાજ થયાનું મનાય છે.એ નિમંત્રણ કાર્ડમાં વિજય રૂપાણીનો ઉલ્લેખ પૂર્વ મુખ્યમંત્રી તરીકે કરવામાં આવ્યો નથી. એમનો ઉલ્લેખ માત્ર માનનીય ધારાસભ્ય તરીકે કરવામાં આવતા આ નિમંત્રણ પત્રિકા પણ વિવાદનું કેન્દ્ર બની ગઈ છે.

એ પત્રિકામાં જુનિયર નેતાઓનાં નામ સિનીયર નેતાઓની ઉપર ચડાવી દેવાતા જૂથબંધીની કડવાશ વધુ તીવ્ર બની જવા પામી છે. એકમેકને રાજકીય રીતે પાડી દેવાની અને અમુલ્યન કરવાની જે રમત સામસામે ચાલી રહી છે.

તેનાથી રાજકોટ ભાજપની પ્રતિષ્ઠાને ખૂબ જ હાની થઇ રહી છે. એવું દુ:ખ છાને ખૂણે પક્ષનાં વફાદારો વ્યક્ત કરી રહ્યા છે.વિજયભાઈ ઉપરાંત અન્ય પૂર્વમંત્રીઓ કુંવરજીભાઈ બાવળીયા અને જયેશ રાદડીયાનો પૂર્વ મંત્રી તરીકેનો ઉલ્લેખ પણ ટાળી દેવામાં આવ્યો છે

અને માનનીય ધારાસભ્ય એવો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રીતે રાજકોટ ભાજપમાં પત્રિકા અને નિમંત્રણો પણ જાતજાતનાં વિવાદો સર્જી રહ્યા છે. આવા વિવાદને કારણે જ ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં રાજકોટ પ્રવાસનો સ્નેહમિલન કાર્યક્રમ પડતો મુકાયો હોવાની ચર્ચાઓ થઇ રહી છે.

રૂપાણીનું મુખ્યમંત્રી તરીકેનું સ્ટેટસ પણ છીનવી લેવાયું હોવાથી ભાજપનાં આંતરિક ડખાની આગ સરકાર સુધી પહોચી ગઈ છે તેવું દેખાઈ છે. ગ્રામયાત્રા કાર્યક્રમનાં કાર્ડમાંઅધ્યક્ષ તરીકે રાજ્ય કક્ષાનાં મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા હોવાથી કાર્ડમાં સૌથી ઉંચે એમનું નામ છે.

તે પછી મુખ્ય મહેમાન તરીકે ત્રણ સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા અને રમેશભાઈ ધડૂક છે. જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભૂપત બોદર પણ મુખ્ય મહેમાન છે. વિજય રૂપાણી પણ મુખ્ય મહેમાન હોવા છતાં કાર્ડની નીચે ધારાસભ્ય સાથે નામ મુકાયું છે.

એવું નિમંત્રણ કાર્ડ પરથી દેખાય આવે છે અને સમગ્ર રાજકીય સોગઠાબાજીમાં ગાંધીનગરનો દોરી સંચાર સપાટી પર ઉપસી આવ્યો છે તેવું રાજકીય નિષ્ણાંતો કહી રહ્યા છે.

Read About Weather here

જો કે આજનાં બેડી માર્કેટિંગ યાર્ડનાં કાર્યક્રમમાં વિજય રૂપાણીએ હાજરી આપી જ નથી. ગઈકાલે તેઓ ગાંધીનગર ખાતે ભાજપની પ્રદેશ કારોબારીમાં હાજર રહ્યા હતા. તેઓ 20 મી સુધી ગાંધીનગર જ રહે અને સુરતનાં એક કાર્યક્રમમાં હાજરી આપે તેવું જાણવા મળ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here